________________
૬૧૮
શ્રીમદ્ રાજચંદ્ર
મેરબી, માહ સુદ ૪, બુધ, ૧૯૫૪
મુનિઓને વિજ્ઞપ્તિ કે–
શુભેચછાથી માંડીને ક્ષીણમેહપર્યત સદ્ભુત અને સત્સમાગમ સેવવા યોગ્ય છે. સર્વકાળમાં એ સાધનનું જીવને દુર્લભપણું છે. તેમાં આવા કાળમાં દુર્લભપણું વર્તે તે યથાસંભવ છે.
દુષમકાળ અને “હુંડાવસર્પિણ” નામને આશ્ચર્યભાવ અનુભવથી પ્રત્યક્ષ દૃષ્ટિગોચર થાય એવું છે, આત્મશ્રેય-ઈચ્છક પુરુષે તેથી ભ ન પામતાં વારંવાર તે યંગ પર પગ દઈ સદ્ભુત, સત્સમાગમ અને સદ્દવૃત્તિ બળવાન કરવા યોગ્ય છે.
૮૨૫ મેરબી, માહ સુદ ૪, બુધ, ૧૯૫૪ આત્મસ્વભાવની નિર્મળતા થવાને માટે મુમુક્ષુ જીવે બે સાધન અવશ્ય કરીને સેવવા યોગ્ય છે સદ્ભુત અને સત્સમાગમ. પ્રત્યક્ષ સત્પરુષને સમાગમ ક્વચિત્ ક્વચિત્ જીવને પ્રાપ્ત થાય છે, પણ જે જીવ સદુદ્દષ્ટિવાન હોય તે સહ્યુતના ઘણું કાળના સેવનથી થતે લાભ પ્રત્યક્ષ પુરુષના સમાગમથી બહ અ૮૫ કાળમાં પ્રાપ્ત કરી શકે છે કેમકે પ્રત્યક્ષ ગુણાતિશયવાન નિર્મળ ચેતનના પ્રભાવવાળાં વચન અને વૃત્તિ ક્રિયા ચેષ્ટિતપણું છે. જીવને તે સમાગમગ પ્રાપ્ત થાય એવું વિશેષ પ્રયત્ન કર્તવ્ય છે. તેવા યુગના અભાવે સત્કૃતને પરિચય અવશ્ય કરીને કરવા યોગ્ય છે. શાંતરસનું જેમાં મુખ્યપણું છે, શાંતરસના હેતુએ જેને સમસ્ત ઉપદેશ છે, સર્વે રસ શાંતરસગર્ભિત જેમાં વર્ણવ્યા છે, એવાં શાસ્ત્રને પરિચય તે સદ્ભુતને પરિચય છે.
८२६
મોરબી, માહ સુદ ૪, બુધ, ૧૫૪
જે બની શકે તો બનારસીદાસના જે ગ્રંથે તમારી પાસે હોય (સમયસાર–ભાષા સિવાય), દિગંબર “નયચક્ર”, “પંચાસ્તિકાય (બીજી પ્રત હોય તો), “પ્રવચનસાર (શ્રી કુંદકુંદાચાર્ય કૃત હોય તે) અને પરમાત્મપ્રકાશ અત્રે મેકલવાનું કરશે.
સઋતને પરિચય જીવે અવશ્ય કરીને કર્તવ્ય છે. મળ, વિક્ષેપ અને પ્રમાદ તેમાં વારંવાર અંતરાય કરે છે, કેમકે દીર્ઘ કાળ પરિચિત છે; પણ જે નિશ્ચય કરી તેને અપરિચિત કરવાની પ્રવૃત્તિ કરવામાં આવે તે તેમ થઈ શકે એમ છે. મુખ્ય અંતરાય હોય તે તે જીવને અનિશ્ચય છે.
૮૨૭ વવાણિયા, માહ વદ ૪, ગુરુ, ૧૫૪ આ જીવને ઉતાપના મૂળ હેતુ શું છે તથા તેની કેમ નિવૃત્તિ થતી નથી, અને તે કેમ થાય? એ પ્રશ્ન વિશેષ કરી વિચારવા ગ્ય છે, અંતરમાં ઉતારીને વિચારવા ગ્ય છે. જ્યાં સુધી એ ક્ષેત્રે સ્થિતિ રહે ત્યાં સુધી ચિત્તને વધારે દૃઢ રાખી વર્તવું. એ જ વિનંતિ.
૮૨૮
સં. ૧૯૫૪ શ્રી ભાણજીસ્વામી પ્રત્યે કાગળ લખાવતાં જણાવશે કે –“વિહાર કરી અમદાવાદ સ્થિતિ કરવામાં મનને ભય, ઉદ્વેગ કે ક્ષોભ નથી, પણ હિતબુદ્ધિથી વિચારતાં અમારી દ્રષ્ટિમાં એમ આવે છે કે હાલ તે ક્ષેત્રે સ્થિતિ કરવી ઘટારત નથી. જે આપ જણાવશે તે તેમાં આત્મહિતને શું બાધ થાય છે તે વિદિત કરીશું, અને તે અર્થે આપ જણાવશે તે ક્ષેત્રે સમાગમમાં આવીશું.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org