SearchBrowseAboutContactDonate
Page Preview
Page 699
Loading...
Download File
Download File
Page Text
________________ ૬૧૪ શ્રીમદ્ રાજચંદ્ર વિશેષ ઊંચી ભૂમિકાને પામેલા મુમુક્ષુઓને પણ પુરુષને વેગ અથવા સત્સમાગમ આધારભૂત છે, એમાં સંશય નથી. નિવૃત્તિમાન દ્રવ્ય, ક્ષેત્ર, કાળ અને ભાવને વેગ બનવાથી જીવ ઉત્તરોત્તર ઊંચી ભૂમિકાને પામે છે. નિવૃત્તિમાન ભાવ પરિણામ થવાને નિવૃત્તિમાન દ્રવ્ય, ક્ષેત્ર અને કાળ જીવે પ્રાપ્ત કરવા એગ્ય છે. શુદ્ધ સાન વગરના આ જીવને કોઈ પણ વેગથી શુભેચ્છા, કલ્યાણ કરવાની ઈચ્છા પ્રાપ્ત થાય અને નિઃસ્પૃહ પરમ પુરુષને યેન બને તે જ આ જીવને ભાન આવવું યંગ્ય છે. તે વિયેગમાં સન્શાસ્ત્ર અને સદાચારને પરિચય કર્તવ્ય છે; અવશ્ય કર્તવ્ય છે. શ્રી ડુંગર આદિ મુમુક્ષુને ય૦ ૮૧૩ મુંબઈ, આસો વદ ૭, ૧૯૫૩ ઉપરની ભૂમિકાઓમાં પણ અવકાશ પ્રાપ્ત થયે અનાદિ વાસનાનું સંક્રમણ થઈ આવે છે, અને આત્માને વારંવાર આકુળ વ્યાકુળ કરી દે છે; વારંવાર એમ થયા કરે છે કે હવે ઉપરની ભૂમિકાની પ્રાપ્તિ થવી દુર્લભ જ છે, અને વર્તમાન ભૂમિકામાં સ્થિતિ પણ ફરી થવી દુર્લભ છે. એવા અસંખ્ય અંતરાયપરિણામ ઉપરની ભૂમિકામાં પણ બને છે, તે પછી શુભેચ્છાદિ ભૂમિકાએ તેમ બને એ કંઈ આશ્ચર્યકારક નથી. તેવા અંતરાયથી ખેદ નહીં પામતાં આત્માર્થી જીવે પુરુષાર્થદ્રષ્ટિ કરવી અને શૂરવીરપણું રાખવું, હિતકારી દ્રવ્ય ક્ષેત્રાદિ વેગનું અનુસંધાન કરવું, સાસ્ત્રને વિશેષ પરિચય રાખી વારંવાર હઠ કરીને પણ મનને સદ્વિચારમાં પ્રવેશિત કરવું, અને મનના દુરાભ્યપણાથી આકુળ-વ્યાકુળતા નહીં પામતાં ધૈર્યથી સદ્વિચારપંથે જવાને ઉદ્યમ કરતાં જય થઈ ઉપરની ભૂમિકાની પ્રાપ્તિ થાય છે, અને અવિક્ષેપપણું પ્રાપ્ત થાય છે. “ગદ્રષ્ટિસમુચ્ચય” વારંવાર અનુપ્રેક્ષા કરવા યોગ્ય છે. = ૮૧૪ મુંબઈ, આસો વદ ૧૪, રવિ, ૧૫૩ - શ્રી હરિભદ્રાચાર્યે ગદ્રષ્ટિસમુચ્ચય ગ્રંથ સંસ્કૃતમાં રહે છે. ગબિંદુ' નામે વેગને બીજે ગ્રંથ પણ તેમણે રચ્યો છે. હેમચંદ્રાચાર્યે “ગશાસ્ત્ર” નામે ગ્રંથ રચ્યું છે. શ્રી હરિભદ્રકૃત ગદ્રષ્ટિસમુચ્ચય'ની પદ્ધતિએ ગુર્જર ભાષામાં શ્રી યશોવિજયજીએ સ્વાધ્યાયની રચના કરી છે. શુભેચ્છાથી માંડીને નિર્વાણ પર્યંતની ભૂમિકામાં બોધતારતમ્ય તથા ચારિત્રસ્વભાવનું તારતમ્ય મુમુક્ષુ જીવને વારંવાર શ્રવણ કરવા ગ્ય, વિચાર કરવા યોગ્ય અને સ્થિતિ કરવા ગ્ય આશયથી તે ગ્રંથમાં પ્રકાશ્ય છે. યમથી માંડીને સમાધિ પર્યત અષ્ટાંગ યુગ બે પ્રકારે છે; એક પ્રાણદિ નિરોધરૂપ, બીજે આત્મસ્વભાવપરિણામરૂપ. “ગદ્રષ્ટિસમુચ્ચય'માં આત્મસ્વભાવપરિણામરૂપ ભેગને મુખ્ય વિષય છે. વારંવાર તે વિચારવા છે. શ્રી પુરીભાઈ આદિ મુમુક્ષુઓને યથા. પ્રાપ્ત થાય. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001415
Book TitleShrimad Rajchandra
Original Sutra AuthorN/A
AuthorGovardhandas
PublisherShrimad Rajchandra Ashram
Publication Year2006
Total Pages1032
LanguageGujarati
ClassificationBook_Gujarati, Spiritual, Discourse, Philosophy, Worship, Sermon, & Rajchandra
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy