________________
વર્ષ ૩૦ મું
૮૦૮
સત્પુરુષાના અગાધ ગંભીર સંયમને નમસ્કાર
અવિષમ પિરણામથી જેમણે કાળફૂટ વિષ પીધું એવા શ્રી ઋષભાદિ પરમ પુરુષોને નમસ્કાર. પિરણામમાં તા જે અમૃત જ છે, પણ પ્રથમ દશાએ કાળફૂટ વિષની પેઠે મુઝવે છે, એવા
શ્રી સંયમને નમસ્કાર.
તે જ્ઞાનને, તે દર્શનને અને તે ચારિત્રને વારંવાર નમસ્કાર.
૮૯ મુંબઇ, આસા સુદ ૮, દિવ, ૧૯૫૩ ઘણી વાર તમ વગેરેથી લિખિત પત્ર અમને મળ્યાં હાય છે; અને તેની પહોંચ પણ લખવાનું અશકય થઈ આવે; અથવા તે તેમ કરવું ચેાગ્ય ભાસે છે. આટલી વાત સ્મરણમાં રહેવા લખી છે. તેવા પ્રસંગ બન્યે જીવને વિષે કંઇ તમારા પત્રાદિના લેખન દોષથી એમ બન્યું હશે કે કેમ એ આદિ વિકલ્પ ન થવા અર્થે આ સ્મરણુ રાખવાને લખ્યું છે.
જેની ભક્તિ નિષ્કામ છે એવા પુરુષોના સત્સંગ કે દર્શન એ મહત્ પુણ્યરૂપ જાણવા યેગ્ય
છે. તમારા સમીપ સત્સંગીઓને સમસ્થિતિએ યથા॰
૬૧૩
મુંબઇ, આસા સુદ ૮, રિવ, ૧૯૫૩
મુંબઈ, આસા સુદ ૮, રિવ, ૧૯૫૩
પારમાર્થિક હેતુવિશેષથી પત્રાદિ લખવાનું બની શકતું નથી જે અનિત્ય છે, જે અસાર છે અને જે અશરણરૂપ છે તે આ જીવને પ્રીતિનું કારણ કેમ થાય છે તે વાત રાત્રિદિવસ વિચારવા યાગ્ય છે.
૮૧૦
مد
લોકસૃષ્ટિ અને જ્ઞાનીની દૃષ્ટિને પશ્ચિમ પૂર્વ જેટલા તફાવત છે. જ્ઞાનીની દૃષ્ટિ પ્રથમ નિરાલંબન છે, રુચિ ઉત્પન્ન કરતી નથી, જીવની પ્રકૃતિને મળતી આવતી નથી; તેથી જીવ તે હૃષ્ટિમાં રુચિવાન થતા નથી, પણ જે જીવાએ પરિષહ વેઠીને થાડા કાળ સુધી તે દૃષ્ટિનું આરાધન કર્યું છે, તે સર્વ દુઃખના ક્ષયરૂપ નિર્વાણને પામ્યા છે; તેના ઉપાયને પામ્યા છે.
જીવને પ્રમાદમાં અનાદિથી રતિ છે, પણ તેમાં રતિ કરવા યેાગ્ય કાંઈ દેખાતું નથી.
૮૧૧ મુંબઈ, આસો સુદ ૮, દિવ, ૧૯૫૩
Jain Education International
સર્વ જીવ પ્રત્યે અમારે તો ક્ષમાદૃષ્ટિ છે.
સત્પુરુષના યાગ તથા સત્યમાગમ મળવા બહુ કઠણ છે, એમાં સંશય નથી. ગ્રીષ્મ ઋતુના તાપથી તપાયમાન થયેલા પ્રાણીને શીતળ વૃક્ષની છાયાની પેઠે મુમુક્ષુ જીવને સત્પુરુષના યાગ તથા સસમાગમ ઉપકારી છે. સર્વ શાસ્ત્રોમાં તેવા યોગ મળવા દુર્લભ કહ્યો છે.
‘શાંતસુધારસ’અને ચેતૃષ્ટિસમુચ્ચય' ગ્રંથ હાલ વિચારવાનું રાખશે. એ બન્ને ગ્રંથ પ્રકરણરત્નાકરના ચાપડામાં છપાયેલા છે.
૮૧૨ મુંબઈ, આસા સુદ ૮, રવિ, ૧૯૫૩
કોઇ એક પારમાર્થિક હેતુવિશેષથી પત્રાદિ લખવાનું બની શકતું નથી.
For Private & Personal Use Only
www.jainelibrary.org