________________
૧૨
શ્રીમદ્ રાજચંદ્ર
૮૦૪ મુંબઈ, ભાદરવા સુદ ૯, રવિ, ૧૯૫૩ મુનિપથાનુગામી શ્રી લલ્લુજી આદિ મુમુક્ષુઓ તથા શુભેચ્છાગ્ય ભાવસાર મનસુખલાલ આદિ મુમુક્ષુઓ, શ્રી ખેડા. આ અત્ર ક્ષણ પર્યત તમારે કંઈ પણ અપરાધ કે અવિનય આ જીવથી થયે હોય તે નમ્ર ભાવથી ખમાવું છું. ૩
૮૦૫ મુંબઈ, ભાદરવા સુદ ૯, રવિ, ૧૯૫૩ તમને તથા શ્રી અંબાલાલ આદિ સર્વ મુમુક્ષુઓને અત્ર ક્ષણ પર્યત તમારે કેઈને મારાથી કંઈ અપરાધ કે અવિનય થયેલ હોય તે ખમાવું છું. એ
ફેણાયથી ભાઈ પિપટનું પતું મળ્યું હતું. હાલ કોઈ સગ્રંથ વાંચવા તેમને જણાવશે. એ જ વિનંતિ.
૮૦૬ મુંબઈ, ભાદરવા વદ ૮, રવિ, ૧૯૫૩ શ્રી ડુંગર આદિ મુમુક્ષુઓ,
મન વગેરેની ઓળખાણનાં પ્રશ્નો મગનલાલે લખ્યાં તે સમાગમમાં પૂછવાથી સમજવાં ઘણાં સુલભ પડશે. પત્ર વાટે સમજાવાં કઠણ છે.
શ્રી લહેરાભાઈ આદિ મુમુક્ષુઓને આત્મસ્મરણપૂર્વક યથાવિનય પ્રાપ્ત થાય.
જીવને પરમાર્થ પામવામાં અપાર અંતરાય છે, તેમાં પણ આવા કાળને વિષે તે તે અંતરાયનું અવર્ણનીય બળ હોય છે. શુભેચ્છાથી માંડી કૈવલ્ય પર્યંતની ભૂમિકાએ પહોંચતાં ઠામ ઠામ તે અંતરા જોવામાં આવે છે, અને જીવને વારંવાર તે અંતરાયે પરમાર્થ પ્રત્યેથી પાડે છે. જીવને મહત્ પુણ્યના ઉદયથી જો સત્સમાગમને અપૂર્વ લાભ રહ્યા કરે છે તે નિર્વિધ્રપણે કૈવલ્ય પર્યંતની ભૂમિકાએ પહોંચી જાય છે. સત્સમાગમના વિયેગમાં જીવે આત્મબળને વિશેષ જાગ્રતા રાખી સન્શાસ્ત્ર અને શુભેચ્છા સંપન્ન પુરુષના સમાગમમાં રહેવું યોગ્ય છે.
૮૦૭ મુંબઈ, ભાદ્રપદ વદિ ૦)), રવિ, ૧૫૩ શરીરાદિ બળ ઘટવાથી સર્વ મનુષ્યથી માત્ર દિગંબરવૃત્તિએ વતીને ચારિત્રને નિર્વાહ ન થઈ શકે, તેથી જ્ઞાનીએ ઉપદેશેલી મર્યાદાપૂર્વક શ્વેતાંબરપણેથી વર્તમાન કાળ જેવા કાળમાં ચારિત્રને નિર્વાહ કરવાને અર્થે પ્રવૃત્તિ છે, તે નિષેધ કરવા ગ્ય નથી. તેમ જ વસ્ત્રને આગ્રહ કરી દિગંબરવૃત્તિને એકાંત નિષેધ કરી વસ્ત્ર મૂર્છાદિ કારણેથી ચારિત્રમાં શિથિલપણું પણ કર્તવ્ય નથી. ( દિગંબર અને શ્વેતાંબરપણું દેશ, કાળ, અધિકારીયેગે ઉપકારને હેતુ છે. એટલે જ્યાં જ્ઞાનીએ જેમ ઉપદેશ્ય તેમ પ્રવર્તતાં આત્માર્થ જ છે.
“મોક્ષમાર્ગપ્રકાશમાં વર્તમાન જિનાગમ કે જે વેતાંબર સંપ્રદાયને માન્ય છે તેને નિષેધ કર્યો છે, તે નિષેધ કર્તવ્ય નથી. વર્તમાન આગમમાં અમુક સ્થળે વધારે સંદેહનાં સ્થાન છે, પણ સપુરુષની દૃષ્ટિએ જોતાં તેનું નિરાકરણ થાય છે, માટે ઉપશમદ્રષ્ટિએ તે આગમે અવલોકન કરવામાં સંશય કર્તવ્ય નથી.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org