SearchBrowseAboutContactDonate
Page Preview
Page 692
Loading...
Download File
Download File
Page Text
________________ વર્ષ ૩૦ મું ૬૦૭ સતપુરુષના સમાગમનો લાભ પામે છે તે ઉપાયને જાણી શકે છે, અને તે ઉપાયને ઉપાસને સર્વ દુઃખથી મુક્ત થાય છે. તેવી સાચી ઈચ્છા પણ ઘણું કરીને જીવને પુરુષના સમાગમથી જ પ્રાપ્ત થાય છે. તે સમાગમ, તે સમાગમની ઓળખાણ, દર્શાવેલા માર્ગની પ્રતીતિ, અને તેમ જ ચાલવાની પ્રવૃત્તિ જીવને પરમ દુર્લભ છે. મનુષ્યપણું, જ્ઞાનીનાં વચનનું શ્રવણ પ્રાપ્ત થવું, તેની પ્રતીતિ થવી, અને તેમણે કહેલા માર્ગમાં પ્રવૃત્તિ થવી પરમ દુર્લભ છે, એમ શ્રી વર્ધમાનસ્વામીએ ઉત્તરાધ્યયનના ત્રીજા અધ્યયનમાં ઉપદેશ્ય છે. - પ્રત્યક્ષ પુરુષના સમાગમ અને તે આશ્રયમાં વિચરતા મુમુક્ષુઓને મેક્ષસંબંધી બધાં સાધને અલ્પ પ્રયાસે અને અ૫ કાળે પ્રાયે (ઘણું કરીને) સિદ્ધ થાય છે, પણ તે સમાગમને વેગ પામ બહુ દુર્લભ છે. તે જ સમાગમના યુગમાં મુમુક્ષુ જીવનું નિરંતર ચિત્ત વર્તે છે. - પુરૂષને વેગ પામ તે સર્વકાળમાં જીવને દુર્લભ છે, તેમાં પણ આવા દુષમકાળમાં તે ક્વચિત જ તે યુગ બને છે. વિરલા જ સપુરુષ વિચરે છે. તે સમાગમને લાભ અપૂર્વ છે, એમ જાણીને જીવે મોક્ષમાર્ગની પ્રતીતિ કરી, તે માર્ગનું નિરંતર આરાધન કરવું એગ્ય છે. તે સમાગમને વેગ ન હોય ત્યારે આરંભ પરિગ્રહ પ્રત્યેથી વૃત્તિને એસરાવી સશાસ્ત્રને પરિચય વિશેષ કરીને કર્તવ્ય છે. વ્યાવહારિક કાર્યોની પ્રવૃત્તિ કરવી પડતી હોય તે પણ તેમાંથી વૃત્તિને મેળી પાડવા જે જીવ ઈરછે છે તે જીવ મેળી પાડી શકે છે, અને સલ્ફાસ્ત્રના પરિચયને અર્થે ઘણે અવકાશ પ્રાપ્ત કરી શકે છે. આરંભ પરિગ્રહ પરથી જેની વૃત્તિ ખેદ પામી છે, એટલે તેને અસાર જાણું તે પ્રત્યેથી જે જી ઓસર્યા છે, તે જેને સત્પરુષને સમાગમ અને સલ્ફાસ્ત્રનું શ્રવણ વિશેષ કરીને હિતકારી થાય છે. આરંભ પરિગ્રહ પર વિશેષ વૃત્તિ વહેતી હોય તે જીવમાં સત્પરુષનાં વચનનું અથવા સાસ્ત્રનું પરિણમન થવું કઠણ છે. આરંભ પરિગ્રહ પરથી વૃત્તિ મેળી પાડવાનું અને સશાસ્ત્રના પરિચયમાં રુચિ કરવાનું પ્રથમ કઠણ પડે છે, કેમકે જીવને અનાદિ પ્રકૃતિભાવ થી જુદે છે, તે પણ જેણે તેમ કરવાને નિશ્ચય કર્યો છે, તે તેમ કરી શકયા છે, માટે વિશેષ ઉત્સાહ રાખી તે પ્રવૃત્તિ કર્તવ્ય છે. સર્વ મુમુક્ષુઓએ આ વાતને નિશ્ચય અને નિત્ય નિયમ કરે ઘટે છે, પ્રમાદ અને અનિયમિતપણું ટાળવું ઘટે છે. ૭૮૪ મુંબઈ, અસાડ સુદ ૪, રવિ, ૧૯૫૩ સાચા જ્ઞાન વિના અને સાચા ચારિત્ર વિના જીવનું કલ્યાણ ન થાય એ નિઃસંદેહ છે. સપુરુષના વચનનું શ્રવણ, તેની પ્રતીતિ, અને તેની આજ્ઞાએ પ્રવર્તતાં જીવ સાચા ચારિત્રને પામે છે, એ નિઃસંદેહ અનુભવ થાય છે. અત્રેથી ગવાસિષ્ઠનું પુસ્તક મેકહ્યું છે, તે પાંચદશ વાર ફરી ફરીને વાંચવું તથા વારંવાર વિચારવું યોગ્ય છે. ૭૮૫ મુંબઈ, અસાડ વદ ૧, ગુરુ, ૧૯૫૩ શ્રી ધુરીભાઈએ “અગુરુલઘુ” વિષે પ્રશ્ન લખાવ્યું તે પ્રત્યક્ષ સમાગમ સમજવું વિશેષ સુગમ છે. શુભેચ્છાથી માંડીને શૈલેશીકરણ પયંતની સર્વ ક્રિયા જે જ્ઞાનીને સમ્મત છે, તે જ્ઞાનીનાં વચન ત્યાગવૈરાગ્યને નિષેધ કરવામાં પ્રવર્તે નહીં, ત્યાગરાગ્યના સાધનરૂપે પ્રથમ ત્યાગવૈરાગ્ય આવે છે, તેને પણ જ્ઞાની નિષેધ કરે નહીં. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001415
Book TitleShrimad Rajchandra
Original Sutra AuthorN/A
AuthorGovardhandas
PublisherShrimad Rajchandra Ashram
Publication Year2006
Total Pages1032
LanguageGujarati
ClassificationBook_Gujarati, Spiritual, Discourse, Philosophy, Worship, Sermon, & Rajchandra
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy