________________
શ્રીમદ્ રાજચંદ્ર
કોઈ એક જડ ક્રિયામાં પ્રવૃત્તિ કરી જ્ઞાનીના માર્ગથી વિમુખ રહેતા હાય, અથવા મતિના મૂઢત્વને લીધે ઊંચી દશા પામતાં અટકતા હાય, અથવા અસત્ સમાગમથી મતિ વ્યામેહ પામી અન્યથા ત્યાગવૈરાગ્યને ત્યાગવૈરાગ્યપણે માની લીધા હાય તેના નિષેધને અર્થે કરુણાભુદ્ધિથી જ્ઞાની યેાગ્ય વચને તેને નિષેધ ક્વચિત્ કરતા હેાય તે વ્યામા નહીં પામતાં તેના સહેતુ સમજી યથાર્થ ત્યાગવૈરાગ્યની ક્રિયામાં અંતર તથા બાહ્યમાં પ્રવર્તવું યેાગ્ય છે.
૬૦૮
૭૮૬ મુંબઇ, અસાડ વદ ૧, ગુરુ, ૧૯૫૩ · સકળ સંસારી ઇન્દ્રિયરામી, મુનિગુણુ આતમરામી રે, મુખ્યપણે જે આતમરામી, તે કહિયે નિ:કામી રે.’ આર્ય સેાભાગની અંતરંગદશા અને દેહમુક્ત સમયની દશા, હે મુનિ અનુપ્રેક્ષા કરવા યાગ્ય
! તમારે વારંવાર
છે.
હું મુનિએ ! દ્રવ્યથી, ક્ષેત્રથી, કાળથી અને ભાવથી અસંગપણે વિચરવાના સતત ઉપયેગ સિદ્ધ કરવા ચેાગ્ય છે. જેમણે જગતસુખસ્પૃહા છેડી જ્ઞાનીના માર્ગના આશ્રય ગ્રહણ કર્યા છે, તે અવશ્ય તે અસંગ ઉપયાગને પામે છે. જે શ્રુતથી અસંગતા ઉદ્ભસે તે શ્રુતના પરિચય કર્તવ્ય છે.
७८७ મુંબઈ, અસાડ વદ ૧, ગુરુવાર, ૧૯૫૩
مان
શ્રી સેાભાગના દેહમુક્ત સમયની દશા વિષેનું પત્ર લખ્યું તે પણ અત્રે મળ્યું છે. કર્મગ્રંથનું સંક્ષેપ સ્વરૂપ લખ્યું તે પણ અત્રે મળ્યું છે.
આર્ય સેાભાગની બાહ્યાજ્યંતર દશા પ્રત્યે વારંવાર અનુપ્રેક્ષા કર્તવ્ય છે. શ્રી નવલચંદે દર્શાવેલાં પ્રશ્નને વિચાર આગળ પર કર્તવ્ય છે.
જગતસુખસ્પૃહામાં જેમ જેમ ખેદ ઊપજે તેમ તેમ જ્ઞાનીને માર્ગ સ્પષ્ટ સિદ્ધ થાય.
૭૮૮ મુંબઇ, અસાડ વદ ૧૧, રિવ, ૧૯૫૩
પરમ સંયમી પુરુષાને નમસ્કાર
અસારભૂત વ્યવહાર સારભૂત પ્રયેાજનની પેઠે કરવાના ઉદય વાં છતાં જે પુરુષ તે ઉદયથી ક્ષેાભ ન પામતાં સહજભાવ સ્વધર્મમાં નિશ્ચળપણે રહ્યા છે, તે પુરુષાના ભીષ્મવ્રતનું વારંવાર સ્મરણુ કરીએ છીએ.
સર્વ મુનિઓને નમસ્કાર પ્રાપ્ત થાય.
Jain Education International
૭૮૯
મુંબઈ, અસાડ વદ ૧૪, બુધ, ૧૯૫૩
નમ:
પ્રથમ કાગળ મળ્યા હતા. હાલ એક પત્તુ મળ્યું છે.
મણિરત્નમાળાનું .પુસ્તક ફરીથી વાંચવાનું કર્યાંથી વધારે મનન થઈ શકશે.
શ્રી ડુંગર તથા લહેરાભાઇ આદિ મુમુક્ષુઓને ધર્મસ્મરણ પ્રાપ્ત થાય. શ્રી ડુંગરને જણાવશે કે પ્રસંગાપાત્ત કંઈ જ્ઞાનવાતા પ્રશ્નાદ્ઘિ લખશે અથવા લખાવશે.
સત્શાસ્ત્રના પરિચય નિયમપૂર્વક નિરંતર કરવા યાગ્ય છે. એકબીજાના સમાગમમાં આવતાં આત્માર્થ વાર્તા કર્તવ્ય છે.
For Private & Personal Use Only
www.jainelibrary.org