________________
વર્ષે ૩૦ મું
૭૮૧
પરમપુરુષદશાવર્ણન કીચસૌ કનક જાકે, નીચ સૌ નરેસપદ, મીચસી મિતાઈ, ગ ુવાઈ જાકે ગારસી; જહુરસી જોગ જાતિ, કહરસી કરામાતિ, હહરસી હૌસ, પુદ્ગલછિમ છારસી; જાલસૌ જગખિલાસ, ભાલસૌ ભુવનવાસ, કાલસૌ કુટુંબકાજ, લેાકલાજ લારસી; સીઠસૌ સુજસુ જાનૈ, મીસૌ ખખત માને, ઐસી જાકી રીતિ તાહી, મંદત ખનારસી. ’
૬૦૫
મુંબઈ, જેઠ વદ ૬, રવિ, ૧૯૫૩
જે કંચનને કાદવ સરખું જાણે છે, રાજગાદીને નીચપદ સરખી જાણે છે, કોઇથી સ્નેહ કરવે। તેને મરણુ સમાન જાણે છે, મોટાઈને લીપવાની ગાર જેવી જાણે છે, કીમિયા વગેરે જોગને ઝેર સમાન જાણે છે, સિદ્ધિ વગેરે ઐશ્વર્યને અશાતા સમાન જાણે છે, જગતમાં પૂજ્યતા થવા આદિની હાંસને અનર્થ સમાન જાણે છે, પુદ્ગલની છબી એવી ઔદ્યારિકાદિ કાયાને રાખ જેવી જાણે છે, જગતના ભાવિલાસને મૂંઝાવારૂપ જાળ સમાન જાણે છે, ઘરવાસને ભાલા સમાન જાણે છે, કુટુંબનાં કાર્યને કાળ એટલે મૃત્યુ સમાન જાણે છે, લેાકમાં લાજ વધારવાની ઇચ્છાને મુખની લાળ સમાન જાણે છે, કીર્તિની ઈચ્છાને નાકના મેલ જેવી જાણે છે અને પુણ્યના ઉદયને જે વિષ્ટા સમાન જાણે છે, એવી જેની રીતિ હેાય તેને અનારસીદાસ વંદના કરે છે.
કોઈને અર્થે વિકલ્પ નહીં આણુતાં અસંગપણું જ રાખશે. જેમ જેમ સત્પુરુષનાં વચન તેમને પ્રતીતિમાં આવશે, જેમ જેમ આજ્ઞાથી અસ્થિમિંજા રંગાશે, તેમ તેમ તે તે જીવ આત્મકલ્યાણને સુગમપણે પામશે, એમ નિઃસંદેહતા છે.
ખક, મણિ વગેરે મુમુક્ષુને તે સત્તમાગમ વિષેની રુચિ અંતર ઇચ્છાથી કંઈક આ અવસરના સમાગમમાં થઇ છે, એટલે એકદમ દશા વિશેષ ન થાય તાપણુ આશ્ચર્ય નથી. ખરા અંતઃકરણે વિશેષ સત્સમાગમના આશ્રયથી જીવને ઉત્કૃષ્ટ દશા પણ ઘણા થોડા વખતમાં પ્રાપ્ત થાય છે.
Jain Education International
વ્યવહાર અથવા પરમાર્થ સંબંધી કોઈ પણ જીવ વિષેની વૃત્તિ હેાય તે ઉપશાંત કરી કેવળ અસંગ ઉપયેાગે અથવા પરમપુરુષની ઉપર કહી છે તે દશાના અવલંબને આત્મસ્થિતિ કરવી એમ વિજ્ઞાપના છે, કેમકે બીજે કાઈ પણ વિકલ્પ રાખવા જેવું નથી. જે કોઈ સાચા અંતઃકરણે સત્પુરુષના વચનને ગ્રહણ કરશે તે સત્યને પામશે એમાં કંઈ સંશય નથી; અને શરીરનિર્વાહાર્દિ વ્યવહાર સૌ સૌના પ્રારબ્ધ પ્રમાણે પ્રાપ્ત થવા યેાગ્ય છે, એટલે તે વિષે પણ કંઈ વિકલ્પ રાખવા યોગ્ય નથી. જે વિકલ્પ તમે ઘણું કરીને શમાવ્યો છે, તેપણ નિશ્ચયના બળવાનપણાને અર્થે દર્શાવ્યું છે.
સર્વ જીવ પ્રત્યે, સર્વ ભાવ પ્રત્યે અખંડ એકરસ વીતરાગદશા રાખવી એ જ સર્વ જ્ઞાનનું ફળ છે. આત્મા શુદ્ધચૈતન્ય, જન્મજરામરણરહિત અસંગ સ્વરૂપ છે; એમાં સર્વ જ્ઞાન સમાય છે; તેની પ્રતીતિમાં સર્વ સમ્યક્દર્શન સમાય છે; આત્માને અસંગસ્વરૂપે સ્વભાવદશા રહે તે સમ્યક્ચારિત્ર, ઉત્કૃષ્ટ સંયમ અને વીતરાગદશા છે. જેના સંપૂર્ણપણાનું ફળ સર્વ દુઃખના ક્ષય છે, એ કેવળ નિઃસંદેહ છે; કેવળ નિઃસંદેહ છે. એ જ વિનંતિ.
For Private & Personal Use Only
www.jainelibrary.org