________________
૬૦૪
શ્રીમદ્ રાજચંદ્ર એક કરતુતિ દેઈ દઉં કબડું ન કરે, દોઈ કરતુતિ એક દર્વ ન કરતુ હૈ, જીવ પુદ્ગલ એક ખેત અવગાહી દઉં, અપને અપને રૂપ કઉ ન કરતુ હૈ, જડ પરિનામનિકી કરતા હૈ પુદ્ગલ,
ચિદાનન્દ ચેતન સુભાવ આચરતુ હૈ. શ્રી સોભાગને વિચારને અર્થે આ કાગળ લખ્યો છે, તે હાલ શ્રી અંબાલાલે અથવા બીજા એક યોગ્ય મુમુક્ષુએ તેમને જ સંભળાવ એગ્ય છે.
સર્વ અન્યભાવથી આત્મા રહિત છે, કેવળ એમ જેને અનુભવ વર્તે છે તે “મુક્ત” છે.
બીજાં સર્વ દ્રવ્યથી અસંગપણું, ક્ષેત્રથી અસંગપણું, કાળથી અસંગપણું અને ભાવથી અસંગપણું સર્વથા જેને વર્તે છે તે “મુક્ત” છે.
અટળ અનુભવસ્વરૂપ આત્મા સર્વ દ્રવ્યથી પ્રત્યક્ષ જુદો ભાસ ત્યાંથી મુક્તદશા વર્તે છે. તે પુરુષ મૌન થાય છે, તે પુરુષ અપ્રતિબદ્ધ થાય છે, તે પુરુષ અસંગ થાય છે, તે પુરુષ નિર્વિકલપ થાય છે અને તે પુરુષ મુક્ત થાય છે.
જેણે ત્રણે કાળને વિષે દેહાદિથી પિતાને કંઈ પણ સંબંધ નહેતે એવી અસંગદશા ઉત્પન્ન કરી તે ભગવાનરૂપ સપુરુષોને નમસ્કાર છે. તિથિ આદિને વિકલ્પ છોડી નિજ વિચારમાં વર્તવું એ જ કર્તવ્ય છે.
શુદ્ધ સહુજ આત્મસ્વરૂપ.
૭૮૦ મુંબઈ, જેઠ સુદ ૮, ભેમ, ૧૫૩ જેને કઈ પણ પ્રત્યે રાગ, દ્વેષ રહ્યા નથી,
તે મહાત્માને વારંવાર નમસ્કાર પરમ ઉપકારી, આત્માથ, સરલતાદિ ગુણસંપન્ન શ્રી સેભાગ,
ભાઈ ત્રંબકને લખેલે કાગળ એક આજે મળ્યો છે.
“આત્મસિદ્ધિ” ગ્રંથના સંક્ષેપ અર્થનું પુસ્તક તથા કેટલાંક ઉપદેશપત્રોની પ્રત અત્રે હતી તે આજે ટપાલમાં મોકલ્યાં છે. બન્નેમાં મુમુક્ષુ જીવને વિચારવા ગ્ય ઘણું પ્રસંગ છે.
પરમાગી એવા શ્રી ઋષભદેવાદિ પુરુષો પણ જે દેહને રાખી શક્યા નથી, તે દેહમાં એક વિશેષપણું રહ્યું છે તે એ કે, તેને સંબંધ વર્તે ત્યાં સુધીમાં જીવે અસંગપણું, નિર્મોહપણું કરી લઈ અબાધ્ય અનુભવસ્વરૂપ એવું નિજસ્વરૂપ જાણું, બીજા સર્વ ભાવ પ્રત્યેથી વ્યાવૃત્ત (છૂટા) થવું, કે જેથી ફરી જન્મમરણને ફેરે ન રહે. તે દેહ છેડતી વખતે જેટલા અંશે અસંગપણું, નિર્મોહપણું, યથાર્થ સમરસપણું રહે છે તેટલું મેક્ષપદ નજીક છે એમ પરમ જ્ઞાની પુરુષને નિશ્ચય છે.
કંઈ પણ મન, વચન, કાયાના યેગથી અપરાધ થયે હોય જાણતાં અથવા અજાણતાં તે સર્વ વિનયપૂર્વક ખમાવું છું, ઘણુ નમ્રભાવથી ખમાવું છું. - આ દેહે કરવા યોગ્ય કાર્ય તે એક જ છે કે કોઈ પ્રત્યે રાગ અથવા કઈ પ્રત્યે કિંચિત્માત્ર દ્વેષ ન રહે. સર્વત્ર સમદશા વર્તે. એ જ કલ્યાણને મુખ્ય નિશ્ચય છે. એ જ વિનંતિ.
શ્રી રામચંદ્રના નમસ્કાર પ્રાપ્ત થાય.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org