________________
પદ
વર્ષ ૩૦ મું કરે અને કોઈ એક જીવની અપેક્ષાએ ક્વચિત્ ચાર ભવ થાય. યુગલિયાનું આયુષ બંધાયા પછી ક્ષાયિક સમકિત આવ્યું હોય, તે ચાર ભવ થવાને સંભવ છે; ઘણું કરીને કેઈક જીવને આમ બને છે.
ભગવત્ તીર્થંકરના નિગ્રંથ, નિગ્રંથિનીઓ, શ્રાવક તથા શ્રાવિકાઓ કંઈ સર્વને જીવાજીવનું જ્ઞાન હતું તેથી તેને સમકિત કહ્યું છે એ સિદ્ધાંતને અભિપ્રાય નથી. તેમાંથી કંઈક ને તીર્થકર સાચા પુરુષ છે, સાચા મોક્ષમાર્ગના ઉપદેષ્ટા છે, જેમ તે કહે છે તેમ જ મોક્ષમાર્ગ છે એવી પ્રતીતિથી, એવી રુચિથી, શ્રી તીર્થંકરના આશ્રયથી, અને નિશ્ચયથી સમકિત કહ્યું છે. એવી પ્રતીતિ, એવી રુચિ અને એવા આશ્રયને તથા આજ્ઞાને નિશ્ચય છે તે પણ એક પ્રકારે જીવાજીવના જ્ઞાનસ્વરૂપ છે. પુરુષ સાચા છે અને તેની પ્રતીતિ પણ સાચી આવી છે કે જેમ આ પરમકૃપાળુ કહે છે તેમ જ મેક્ષમાર્ગ છે, તેમ જ મોક્ષમાર્ગ હોય, તે પુરુષનાં લક્ષણદિ પણ વીતરાગપણની
છે, જે વીતરાગ હોય તે પુરષ યથાર્થવક્તા હોય, અને તે જ પુરુષની પ્રતીતિએ મોક્ષમાર્ગ સ્વીકારવા યોગ્ય હોય એવી સુવિચારણું તે પણ એક પ્રકારનું ગૌણુતાએ જીવાજીવનું જ જ્ઞાન છે. તે પ્રતીતિથી, તે રુચિથી અને તે આશ્રયથી પછી સ્પષ્ટ વિસ્તાર સહિત જીવાજીવનું જ્ઞાન અનુક્રમે થાય છે. તથારૂપ પુરુષની આજ્ઞા ઉપાસવાથી રાગદ્વેષને ક્ષય થઈ વીતરાગ દશા થાય છે. તથારૂપ સપુરુષના પ્રત્યક્ષ યેાગ વિના એ સમકિત આવવું કઠણ છે. તેવા પુરુષનાં વચનરૂપ શાસ્ત્રોથી કઈક પૂર્વે આરાધક હોય એવા જીવને સમકિત થવું સંભવે છે; અથવા કેઈ એક આચાર્ય પ્રત્યક્ષપણે તે વચનના હેતુથી કઈક જીવને સમકિત પ્રાપ્ત કરાવે છે.
૭૭ર વવાણિયા, ચૈત્ર સુદ ૧૦, સેમ, ૧૫૩
# સર્વત્તાય નમ: કેટલાક ગાદિ પર ઔષધાદિ સંપ્રાપ્ત થયે અસર કરે છે, કેમકે તે રોગાદિના હેતુને કર્મબંધ કંઈ પણ તેવા પ્રકાર હોય છે. ઔષધાદિ નિમિત્તથી તે યુગલ વિસ્તારમાં પ્રસરી જઈને અથવા ખસી જઈને વેદનીયના ઉદયનું નિમિત્તપણું છોડી દે છે. તેવી રીતે નિવૃત્ત થવા યોગ્ય તે રેગાદિ સંબંધી કર્મબંધ ન હોય તે તેના પર ઔષધાદિની અસર થતી નથી, અથવા ઔષધાદિ પ્રાપ્ત થતાં નથી, કે સમ્યક ઔષધાદિ પ્રાપ્ત થતાં નથી.
અમુક કર્મબંધ કેવા પ્રકારનો છે તે તથારૂપ જ્ઞાનદ્રષ્ટિ વિના જાણવું કઠણ છે. એટલે ઔષધાદિ વ્યવહારની પ્રવૃત્તિ એકાંતે નિષેધી ન શકાય. પિતાના દેહના સંબંધમાં કોઈ એક પરમ આત્મદ્રષ્ટિવાળા પુરુષ તેમ વર્તે છે, એટલે ઔષધાદિ ગ્રહણ ન કરે તે તે યોગ્ય છે; પણ બીજા સામાન્ય જીવે તેમ વર્તવા જાય તે તે એકાંતિક દ્રષ્ટિથી કેટલીક હાનિ કરે; તેમાં પણ પિતાને આશ્રિત રહેલા એવા છે પ્રત્યે અથવા બીજા કેઈ જીવ પ્રત્યે રેગાદિ કારણેમાં તે ઉપચાર કરવાના વ્યવહારમાં વર્તી શકે તેવું છે છતાં ઉપચારાદિ કરવાની ઉપેક્ષા કરે તે અનુકંપા માર્ગ છોડી દેવા જેવું થાય. કઈ જીવ ગમે તે પીડાતે હોય તે પણ તેની આસનાવાસના કરવાનું તથા ઔષધાદિ વ્યવહાર છેડી દેવામાં આવે તે તેને આર્તધ્યાનના હેતુ થવા જેવું થાય. ગૃહસ્થવ્યવહારમાં એવી એકાંતિક દૃષ્ટિ કરતાં ઘણું વિરોધ ઉત્પન્ન થાય.
- ત્યાગવ્યવહારમાં પણ એકાંતે ઉપચારાદિને નિષેધ જ્ઞાનીએ કર્યો નથી. નિગ્રંથને સ્વપરિગ્રહિત શરીરે રેગાદિ થાય ત્યારે ઔષધાદિ ગ્રહણ કરવામાં એવી આજ્ઞા છે કે જ્યાં સુધી આર્તધ્યાન ન ઊપજવા યોગ્ય દ્રષ્ટિ રહે ત્યાં સુધી ઔષધાદિ ગ્રહણ ન કરવું, અને તેવું વિશેષ કારણ દેખાય તે નિરવધ ઔષધ દિ ગ્રહણ કરતાં આજ્ઞાને અતિક્રમ નથી, અથવા યથાસૂત્ર ઔષધાદિ ગ્રહણ કરતાં આજ્ઞાને અતિકમ નથી; અને બીજા નિગ્રંથને શરીરે રેગાદિ થયું હોય ત્યારે તેની વૈયાવચ્ચાદિ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org