SearchBrowseAboutContactDonate
Page Preview
Page 685
Loading...
Download File
Download File
Page Text
________________ ૬૦૦ શ્રીમદ્ રાજચંદ્ર કરવાનો પ્રકાર જ્યાં દર્શાવ્યો છે ત્યાં કંઈ પણ વિશેષ અનુકંપાદિ દ્રષ્ટિ રહે એવી રીતે દર્શાવ્યો છે. એટલે ગૃહસ્થવ્યવહારમાં એકાંતે તેનો ત્યાગ અશક્ય છે એમ સમજાશે. તે ઔષધાદિ કંઈ પણ પાપક્રિયાથી થયાં હોય, તે પણ તેથી પિતાનો ઔષધાદિપણને ગુણ દેખાડ્યા વિના ન રહે, અને તેમાં થયેલી પાપક્રિયા પણ પિતાનો ગુણ દેખાડ્યા વિના ન રહે. અર્થાત્ જેમ ઔષધાદિનાં પુદ્ગલમાં રોગાદિનાં પુગલને પરાભવ કરવાનો ગુણ છે, તેમ તે કરતાં કરવામાં આવેલી પાપક્રિયામાં પણ પાપપણે પરિણમવાનો ગુણ છે, અને તેથી કર્મબંધ થઈ યથાવસર તે પાપક્રિયાનું ફળ ઉદયમાં આવે. તે પાપક્રિયાવાળાં ઔષધાદિ કરવામાં, કરાવવામાં તથા અનુદન કરવામાં ગ્રહણ કરનાર જીવની જેવી જેવી દેહાદિ પ્રત્યે મૂછ છે, મનનું આકુળવ્યાકુળપણું છે, આર્તધ્યાન છે, તથા તે ઔષધાદિની પાપક્રિયા છે, તે સર્વ પિતાપિતાના સ્વભાવે પરિણમીને યથાવસરે ફળ આપે છે. જેમ રેગાદિનાં કારણરૂપ કર્મબંધ પિતાનો જે સ્વભાવ છે તે દર્શાવે છે, જેમ ઔષધાદિનાં પુગલ પિતાનો સ્વભાવ દર્શાવે છે, તેમ ઔષધાદિની ઉત્પત્તિ આદિમાં થયેલી ક્રિયા, તેના કર્તાની જ્ઞાનાદિ વૃત્તિ તથા તે ગ્રહણકર્તાનાં જેવાં પરિણામ છે, તેનું જેવું જ્ઞાનાદિ છે, વૃત્તિ છે, તેને પિતાનો સ્વભાવ દર્શાવવાને ગ્ય છે, તથારૂપ શુભ શુભ સ્વરૂપે અને અશુભ અશુભ સ્વરૂપે સફળ છે. - ગૃહસ્થવ્યવહારમાં પણ પિતાના દેહે રેગાદિ થયે જેટલી મુખ્ય આત્મદ્રષ્ટિ રહે તેટલી રાખવી અને આર્તધ્યાનનું યથાદ્રષ્ટિએ જોતાં અવશ્ય પરિણામ આવવા ગ્ય દેખાય અથવા આર્તધ્યાન ઊપજતું દેખાય તે ઔષધાદિ વ્યવહાર ગ્રહણ કરતાં નિરવદ્ય (નિષ્પા૫) ઔષધાદિની વૃત્તિ રાખવી. ક્વચિત્ પિતાને અર્થે અથવા પિતાને આશ્રિત એવા અથવા અનુકંપાયેગ્ય એવા પરજીવને અર્થે સાવધ ઔષધાદિનું ગ્રહણ થાય તે તેનું સાવદ્યપણું નિર્ધ્વસ (કૂર) પરિણામના હેતુ જેવું અથવા અધર્મ માર્ગને પશે તેવું તેવું ન જોઈએ, એ લક્ષ રાખવા યોગ્ય છે. | સર્વ જીવને હિતકારી એવી જ્ઞાની પુરુષની વાણીને કંઈ પણ એકાંત દ્રષ્ટિ ગ્રહણ કરીને અહિતકારી અર્થમાં ઉતારવી નહીં, એ ઉપગ નિરંતર સ્મરણમાં રાખવા યોગ્ય છે. ૭૭૩ વવાણિયા, ચૈત્ર સુદ ૧૫, શનિ, ૧૯૫૩ શ્રી સર્વજ્ઞાય નમ: જે વેદનીય પર ઔષધ અસર કરે છે, તે ઔષધ વેદનીયને બંધ વસ્તુતાએ નિવૃત્ત કરી શકે છે, એમ કહ્યું નથી, કેમકે તે ઔષધ અશુભકર્મરૂપવેદનીયને નાશ કરે તે અશુભકર્મ નિષ્ફળ થાય અથવા ઔષધ શુભ કર્મરૂપ કહેવાય. પણ ત્યાં એમ સમજવું કેગ્ય છે કે તે અશુભ કર્મ વેદનીય એવા પ્રકારની છે કે તેને પરિણામાંતર પામવામાં ઔષધાદિ નિમિત્ત કારણરૂપ થઈ શકે. મંદ કે મધ્યમ શુભ અથવા અશુભ બંધને કઈ એક સ્વજાતીય કર્મ મળવાથી ઉત્કૃષ્ટ બંધ પણ થઈ શકે છે. મંદ કે મધ્યમ બાંધેલા કેટલાએક શુભ બંધને કેઈ એક અશુભ કર્મવિશેષના પરાભવથી અશુભ પરિણમીપણું થાય છે. તેમજ તેવા અશુભ બંધને કઈ એક શુભકર્મને વેગથી શુભ પરિણામીપણું થાય છે. - મુખ્ય કરીને બંધ પરિણમાનુસાર થાય છે. કેઈ એક મનુષ્ય કેઈ એક મનુષ્યપ્રાણુને તીવ્ર પરિણામે નાશ કરવાથી તેણે નિકાચિત કર્મ ઉત્પન્ન કર્યું છતાં કેટલાક બચાવના કારણથી અને સાક્ષી આદિના અભાવથી રાજનીતિના ધોરણમાં તે કર્મ કરનાર મનુષ્ય છૂટી જાય તેથી કાંઈ તેને બંધ નિકાચિત નહીં હોય એમ સમજવા યોગ્ય નથી, તેના વિપાકને ઉદય થવાને વખત દૂર હોય તેથી પણ એમ બને. વળી કેટલાક અપરાધમાં રાજનીતિના ધોરણે શિક્ષા થાય છે તે પણ કર્તાના Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001415
Book TitleShrimad Rajchandra
Original Sutra AuthorN/A
AuthorGovardhandas
PublisherShrimad Rajchandra Ashram
Publication Year2006
Total Pages1032
LanguageGujarati
ClassificationBook_Gujarati, Spiritual, Discourse, Philosophy, Worship, Sermon, & Rajchandra
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy