SearchBrowseAboutContactDonate
Page Preview
Page 683
Loading...
Download File
Download File
Page Text
________________ પ૮ શ્રીમદ્ રાજચંદ્ર જ્ઞાનનું બીજું નામ અજ્ઞાન હોય તે જેમ જ્ઞાનથી મોક્ષ થાય એમ કહ્યું છે, તેમ અજ્ઞાનથી પણ મેક્ષ થવો જોઈએ; તેમ જ મુક્ત જીવમાં પણ જ્ઞાન કહ્યું છે, તેમ અજ્ઞાન પણ કહેવું જોઈએ; એમ આશંકા કરી છે, તેનું આ પ્રમાણે સમાધાન છે – આંટી પડવાથી ગૂંચાયેલું સૂત્ર અને આંટી નીકળી જવાથી વગર ગૂંચાયેલું સૂત્ર એ બન્ને સૂત્ર જ છે, છતાં આંટીની અપેક્ષાથી ગૂંચાયેલું સૂત્ર, અને વગર ગૂંચાયેલું સૂત્ર એમ કહેવાય છે, તેમ મિથ્યાત્વજ્ઞાન તે “અજ્ઞાન” અને “સમ્યગાન” તે “જ્ઞાન” એમ પરિભાષા કરી છે, પણ મિથ્યાત્વજ્ઞાન તે જડ અને સમ્યગુજ્ઞાન તે ચેતન એમ નથી. જેમ આંટીવાળું સૂત્ર અને આંટી વગરનું સૂત્ર બન્ને સૂત્ર જ છે, તેમ મિથ્યાત્વજ્ઞાનથી સંસારપરિભ્રમણ થાય અને સમ્યગ્રજ્ઞાનથી મોક્ષ થાય. જેમ અત્રેથી પૂર્વ દિશા તરફ દશ ગાઉ ઉપર એક ગામ છે, ત્યાં જવાને અર્થે નીકળેલે માણસ દિશાબ્રમથી પૂર્વને બદલે પશ્ચિમ તરફ ચાલ્યો જાય, તે તે પૂર્વ દિશાવાળું ગામ પ્રાપ્ત ન થાય; પણ તેથી તેણે ચાલવારૂપ ક્રિયા કરી નથી એમ કહી ન શકાય; તેમ જ દેહ અને આત્મા જુદા છતાં દેહ અને આત્મા એક જાણ્યા છે તે જીવ દેહબુદ્ધિએ કરી સંસારપરિભ્રમણ કરે છે, પણ તેથી તેણે જાણવારૂપ કાર્ય કર્યું નથી એમ કહી ન શકાય. પૂર્વથી પશ્ચિમમાં ચાલે છે, એ પૂર્વને પશ્ચિમ માનવારૂપ જેમ ભ્રમ છે, તેમ દેહ અને આત્મા જુદા છતાં બેયને એક માનવારૂપ ભ્રમ છે; પણ પશ્ચિમમાં જતાં, ચાલતાં જેમ ચાલવારૂપ સ્વભાવ છે, તેમ દેહ અને આત્માને એક માનવામાં પણ જાણવારૂપ સ્વભાવ છે. જેમ પૂર્વને બદલે પશ્ચિમને પૂર્વ માનેલ છે, તે ભ્રમ તથારૂપ હેતુસામગ્રી મળે સમજાવાથી પૂર્વ પૂર્વે જ સમજાય છે, અને પશ્ચિમ પશ્ચિમ જ સમજાય છે, ત્યારે તે ભ્રમ ટળી જાય છે, અને પૂર્વ તરફ ચાલવા લાગે છે, તેમ દેહ અને આત્માને એક માનેલ છે, તે સદૂગુરુ ઉપદેશાદિ સામગ્રી મળે અને જુદા છે, એમ યથાર્થ સમજાય છે, ત્યારે ભ્રમ ટળી જઈ આત્મા પ્રત્યે જ્ઞાને પગ પરિણમે છે. ભ્રમમાં પૂર્વને પશ્ચિમ અને પશ્ચિમને પૂર્વ માન્યા છતાં પૂર્વ તે પૂર્વ અને પશ્ચિમ તે પશ્ચિમ દિશા જ હતી, માત્ર ભ્રમથી વિપરીત ભાસતું હતું, તેમ અજ્ઞાનમાં પણ દેહ તે દેહ અને આત્મા તે આત્મા જ છતાં તેમ ભાસતા નથી એ વિપરીત ભાસવું છે. તે યથાર્થ સમજાયે, ભ્રમ નિવૃત્ત થવાથી દેહ દેહ જ ભાસે છે, અને આત્મા આત્મા જ ભાસે છે; અને જાણવારૂપ સ્વભાવ વિપરીતપણાને ભજતું હતું તે સમ્યફપણને ભજે છે. દિશાબ્રમ વસ્તુતાએ કંઈ નથી અને ચાલવારૂપ ક્રિયાથી ઇચ્છિત ગામ પ્રાપ્ત થતું નથી, તેમ મિથ્યાત્વ પણ વસ્તુતાએ કંઈ નથી, અને તે સાથે જાણવારૂપ સ્વભાવ પણ છે, પણ સાથે મિથ્યાત્વરૂપ ભ્રમ હોવાથી સ્વસ્વરૂપતામાં પરમસ્થિતિ થતી નથી. દિશાશ્રમ ટળેથી ઇચ્છિત ગામ તરફ વળતાં પછી મિથ્યાત્વ પણ નાશ પામે છે, અને સ્વસ્વરૂપ શુદ્ધ જ્ઞાનાત્મપદમાં સ્થિતિ થઈ શકે એમાં કંઈ સંદેહનું ઠેકાણું નથી. ૭૭૧ વવાણિયા, ચૈત્ર સુદ ૫, ૧૯૫૩ ૧ગયા કાગળમાં અત્રેથી ત્રણ પ્રકારનાં સમકિત જણાવ્યાં હતાં. તે ત્રણે સમકિતમાંથી ગમે તે સમતિ પામ્યાથી જીવ વધારેમાં વધારે પંદર ભવે મોક્ષ પામે. જઘન્ય તે ભવે પણ મેક્ષ થાય; અને જે તે સમકિત વમે, તે વધારેમાં વધારે અર્ધ પુદ્ગલપરાવર્તનકાળ સુધી સંસાર પરિભ્રમણ કરીને પણ મોક્ષ પામે. સમકિત પામ્યા પછી વધારેમાં વધારે અર્ધ પુદ્ગલપરાવર્તન સંસાર હેય. ક્ષયોપશમ સમકિત અથવા ઉપશમ સમકિત હોય, તે તે જીવ રમી શકે; પણ ક્ષાયિક સમકિત હોય તે તે વાય નહીં, ક્ષાયિક સમકિતી જીવ તે જ ભવે મોક્ષ પામે, વધારે ભવ કરે તે ત્રણ ભવ ૧. જુઓ પત્રાંક ૭૫૧. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001415
Book TitleShrimad Rajchandra
Original Sutra AuthorN/A
AuthorGovardhandas
PublisherShrimad Rajchandra Ashram
Publication Year2006
Total Pages1032
LanguageGujarati
ClassificationBook_Gujarati, Spiritual, Discourse, Philosophy, Worship, Sermon, & Rajchandra
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy