SearchBrowseAboutContactDonate
Page Preview
Page 679
Loading...
Download File
Download File
Page Text
________________ ૫૯૪ શ્રીમદ્ રાજચંદ્ર ૧૩૦ સંસારચકવાલમાં તે ભાવે કરીને પરિભ્રમણ કરતા જેમાં કોઈ ને સંસાર અનાદિસાંત છે, અને કેઈને અનાદિઅનંત છે, એમ ભગવાન સર્વ કહ્યું છે. ૧૩૧ અજ્ઞાન, રાગદ્વેષ અને ચિત્તપ્રસન્નતા જે જે ભાવમાં વર્તે છે, તેથી શુભ કે અશુભ પરિણામ થાય છે. ૧૩૨ જીવને શુભ પરિણામથી પુણ્ય થાય છે, અને અશુભ પરિણામથી પાપ થાય છે. તેનાથી શુભાશુભ પુદ્ગલના ગ્રહણરૂપ કર્મપણું પ્રાપ્ત થાય છે. ૧૩૩, ૧૩૪, ૧૩૫, ૧૩૬ ૧૩૭ તૃષાતુરને, ક્ષુધાતુરને, રોગીને અથવા બીજા દુઃખી મનને જીવને તેનું દુઃખ મટાડવાના ઉપાયની ક્રિયા કરવામાં આવે તેનું નામ “અનુકંપા”. ૧૩૮ ક્રોધ, માન, માયા અને લેભની મીઠાશ જીવને ક્ષેભ પમાડે છે અને પાપભાવની ઉત્પત્તિ કરે છે. ૧૩૯ ઘણા પ્રમાદવાળી ક્રિયા, ચિત્તની મલિનતા, ઈન્દ્રિયવિષયમાં લુબ્ધતા, બીજા જીવને દુઃખ દેવું, તેને અપવાદ બેલ એ આદિ વર્તનથી જીવ પાપ-આસવ કરે છે. ૧૪૦ ચાર સંજ્ઞા, કૃષ્ણાદિ ત્રણ લેશ્યા, ઈન્દ્રિયવશતા, આર્ત અને રૌદ્રધ્યાન, દુષ્ટભાવવાળી ધર્મક્રિયામાં મોહ એ “ભાવ પાપ-આસવ” છે, ૧૪૧ ઇદ્રિ, કષાય અને સંજ્ઞાને જય કરવાવાળ કલ્યાણકારી માર્ગ જીવને જે કાળે વર્તે છે તે કાળે જીવને પાપ-આસવરૂપ છિદ્રને નિરોધ છે એમ જાણવું. ૧૪૨ જેને સર્વ દ્રવ્ય પ્રત્યે રાગ, દ્વેષ તેમજ અજ્ઞાન વર્તતું નથી એવા સુખદુઃખને વિષે સમાનદ્રષ્ટિના ધણું નિગ્રંથ મહાત્માને શુભાશુભ આસવ નથી. ૧૪૩ જે સંયમીને જ્યારે યોગમાં પુણ્ય પાપની પ્રવૃત્તિ નથી ત્યારે તેને શુભાશુભકર્મકર્તુત્વને સંવર’ છે, “નિરોધ છે. ૧૪૪ ગને નિરોધ કરીને જે તપશ્ચર્યા કરે છે તે નિશ્ચય બહુ પ્રકારનાં કર્મોની નિર્જરા” કરે છે. ૧૪૫ જે આત્માર્થને સાધનાર સંવરયુક્ત, આત્મસ્વરૂપ જાણીને તપ ધ્યાન કરે છે તે મહાત્મા સાધુ કર્મરજને ખંખેરી નાખે છે. ૧૪૬ જેને રાગ, દ્વેષ તેમ જ મહ અને ગપરિણમન વર્તતાં નથી તેને શુભાશુભ કર્મને બાળીને ભસ્મ કરવાવાળે ધ્યાનરૂપી અગ્નિ પ્રગટે. ૧૪૭, ૧૪૮, ૧૪૯, ૧૫૦, ૧૫૧ ૧૫ર દર્શનશાનથી ભરપૂર, અન્ય દ્રવ્યના સંસર્ગથી રહિત એવું ધ્યાન નિર્જરા હેતુથી ધ્યાવે છે તે મહાત્મા “સ્વભાવસહિત” છે. ૧૫૩ જે સંવરયુક્ત સર્વ કર્મની નિર્જરા કરતે છતે વેદનીય અને આયુષ્યકર્મથી રહિત થાય તે મહાત્મા તે જ ભવે “મેક્ષ પામે. ૧૫૪ જીવને સ્વભાવ અપ્રતિહત જ્ઞાનદર્શન છે. તેનું અનન્યમય આચરણ (શુદ્ધનિશ્ચયમય એ સ્થિર સ્વભાવ) તે “નિર્મલ ચારિત્ર” સર્વજ્ઞ વીતરાગદેવે કહ્યું છે. ૧૫૫ વસ્તુપણે આત્માને સ્વભાવ નિર્મલ જ છે, ગુણ અને પર્યાય પરસમયપરિણામીપણે અનાદિથી પરિણમ્યા છે તે દૃષ્ટિથી અનિર્મલ છે. જે તે આત્મા સ્વસમયને પ્રાપ્ત થાય તે કર્મબંધથી રહિત થાય. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001415
Book TitleShrimad Rajchandra
Original Sutra AuthorN/A
AuthorGovardhandas
PublisherShrimad Rajchandra Ashram
Publication Year2006
Total Pages1032
LanguageGujarati
ClassificationBook_Gujarati, Spiritual, Discourse, Philosophy, Worship, Sermon, & Rajchandra
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy