________________
૫૩
વર્ષ ૩૦ મું ૧૧૧ તેમાં ત્રણ સ્થાવર છે. અ૫ ગવાળા અગ્નિ અને વાયુકાય તે ત્રસ છે. તે મનના પરિણામથી રહિત “એક ઈદ્રિય જીવ’ જાણવા
૧૧૨ એ પાંચ પ્રકારને જીવસમૂહ મનપરિણામથી રહિત અને એપ્રિય છે, એમ સર્વ કહ્યું છે.
૧૧૩ ઈડામાં જેમ પક્ષીને ગર્ભ વધે છે, જેમ મનુષ્યગર્ભમાં મૂછગત અવસ્થા છતાં જીવત છે, તેમ એકેદ્રિય જીવ પણ જાણવા.
૧૧૪ શબુક, શંખ, છીપ, કૃમિ એ આદિ જે છ રસ, અને સ્પર્શને જાણે છે તે બે ઇન્દ્રિય જ જાણવા.
૧૧૫ જ, માંકડ, કીડી, વીંછી આદિ અનેક પ્રકારના બીજા પણ કીડાઓ રસ, સ્પર્શ અને ગંધને જાણે છે, તે “ત્રણ ઇન્દ્રિય ... જાણવા
- ૧૧૬ ડાંસ, મચ્છર, માખી, ભમરી, ભમરા, પતંગ આદિ રૂપ, રસ, ગંધ અને સ્પર્શને જાણે છે તે “ચાર ઇન્દ્રિય જી” જાણવા.
૧૧૭ દેવ, મનુષ્ય, નારક, તિર્યચ, જળચર, સ્થલચર અને ખેચર તે વર્ણ, રસ, સ્પર્શ, ગંધ અને શબ્દને જાણે છે, તે બળવાન “પાંચ ઇન્દ્રિયવાળા જી” છે.
૧૧૮ દેવતાના ચાર નિકાય છે. મનુષ્ય કર્મ અને અકર્મ ભૂમિનાં એમ બે પ્રકારનાં છે. તિર્યંચના ઘણા પ્રકાર છે, તથા નારકી તેની પૃથ્વીઓની જેટલી જાતિ છે તેટલી જાતિના છે.
૧૧૯ પુર્વે બાંધેલું આયુષ ક્ષીણ થવાથી જીવ ગતિનામકર્મને લીધે આયુષ અને લેગ્યાના વશથી બીજા દેહમાં જાય છે.
૧૨૦ દેહાશ્રિત જીવોના સ્વરૂપને એ વિચાર નિરૂપણ કર્યો; તેના “ભવ્ય” અને “અભવ્ય” એવા બે ભેદ છે. દેહરહિત એવા “સિદ્ધભગવતે છે
૧૨૧ ઈદ્રિયે જીવ નથી, તથા કાયા પણ જીવ નથી પણ જીવન ગ્રહણ કરેલાં સાધનમાત્ર છે. વસ્તુતાએ તે જેને જ્ઞાન છે તેને જ જીવ કહીએ છીએ.
૧૨૨ જે સર્વ જાણે છે, દેખે છે, દુઃખ ભેદીને સુખ ઇચ્છે છે, શુભ અને અશુભને કરે છે અને તેનું ફળ ભોગવે છે તે “જીવે છે.
૧૨૩
૧૨૪ આકાશ, કાળ, પુદ્ગલ, ધર્મ અને અધર્મ દ્રવ્યને વિષે છેવત્વગુણ નથી, તેને અચૈતન્ય કહીએ છીએ, અને જીવને સચૈતન્ય કહીએ છીએ.
૧૨૫ સુખદુઃખનું વેદન, હિતમાં પ્રવૃત્તિ, અહિતમાં ભીતિ તે ત્રણે કાળમાં જેને નથી તેને સર્વજ્ઞ મહામુનિઓ “અજીવ” કહે છે.
૧૨૬ સંસ્થાન, સંઘાત, વર્ણ, રસ, સ્પર્શ, ગંધ અને શબ્દ એમ પુદ્ગલદ્રવ્યથી ઉત્પન્ન થતા ગુણપ ઘણા છે.
* ૧૨૭ અરસ, અરૂપ, અગંધ, અશબ્દ, અનિર્દિષ્ટ સંસ્થાન, અને વચનઅગોચર એ જેને ચૈતન્ય ગુણ છે તે “જીવ' છે. ( ૧૨૮ જે નિશ્ચય કરી સંસારસ્થિત જીવ છે તેના અશુદ્ધ પરિણામ હોય છે. તે પરિણામથી કર્મ ઉત્પન્ન થાય છે, તેથી સારી અને માઠી ગતિ થાય છે.
૧૨૯ ગતિની પ્રાપ્તિથી દેહ થાય છે, દેહથી ઇદ્ધિ અને ક્રિયેથી વિષય ગ્રહણ થાય છે, અને તેથી રાગ દ્વેષ ઉત્પન્ન થાય છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org