________________
૫૯૨
શ્રીમદ્ રાજચંદ્ર ૫ તેથી ધર્મ અને અધર્મ દ્રવ્ય ગમન તથા સ્થિતિનાં કારણ છે, પણ આકાશ નથી. આ પ્રમાણે લેકને સ્વભાવ છેતા જી પ્રત્યે સર્વજ્ઞ વીતરાગદેવે કહ્યો છે.
૯૬ ધર્મ, અધર્મ અને (ક) આકાશ અપૃથભૂત (એકક્ષેત્રાવગાહી) અને સરખાં પરિમાણવાળાં છે. નિશ્ચયથી ત્રણે દ્રવ્યની પૃથફ ઉપલબ્ધિ છે; પિતપોતાની સત્તાથી રહ્યાં છે. એમ એક્તા અનેક્તા છે.
- ૯૭ આકાશ, કાળ, જીવ, ધર્મ અને અધર્મ એ દ્રવ્યો મૂર્તતારહિત છે, અને પુદ્ગલદ્રવ્ય મૂર્ત છે. તેમાં જીવ દ્રવ્ય ચેતન છે.
- ૯૮ જીવ અને પુદ્ગલ એકબીજાને ક્રિયામાં સહાયક છે. બીજા દ્રવ્યો (તે પ્રકારે) સહાયક નથી. જીવ પુદ્ગલદ્રવ્યનાં નિમિત્તથી ક્રિયાવાન હોય છે. કાળના કારણથી પુદ્ગલ અનેક સ્કંધપણે પરિણમે છે.
૯૯ જીવને જે ઇન્દ્રિયગ્રાહ્ય વિષય છે તે પુગલદ્રવ્ય મૂર્તિ છે, બાકીનાં અમૂર્ત છે. મન પિતાના વિચારના નિશ્ચિતપણાથી બન્નેને જાણે છે.
૧૦૦ કાળ પરિણામથી ઉત્પન્ન થાય છે. પરિણામ કાળથી ઉત્પન્ન થાય છે. બન્નેને એમ સ્વભાવ છે. “નિશ્ચયકાળથી “ક્ષણભંગુરકાળ હોય છે.
૧૦૧ કાળ એ શબ્દ સદ્દભાવને બેધક છે, તેમાં એક નિત્ય છે, બીજો ઉત્પન્નવ્યયવાળે છે, અને દીર્ઘતર સ્થાયી છે.
- ૧૦૨ એ કાળ, આકાશ, ધર્મ, અધર્મ અને પુગલ તથા જીવ એ બધાંને દ્રવ્ય એવી સંજ્ઞા છે. કાળને અસ્તિકાય એવી સંજ્ઞા નથી.
૧૦૩ એમ નિગ્રંથનાં પ્રવચનનું રહસ્ય એવે, આ પંચાસ્તિકાયના સ્વરૂપવિવેચનને સંક્ષેપ તે જે યથાર્થપણે જાણુને, રાગ અને દ્વેષથી મુક્ત થાય તે સર્વ દુઃખથી પરિમુક્ત થાય.
૧૦૪ આ પરમાર્થને જાણીને જે મેહના હણનાર થયા છે અને જેણે રાગદ્વેષને શાંત કર્યા છે તે જીવ સંસારની દીર્ધ પરંપરાને નાશ કરી શુદ્ધાત્મપદમાં લીન થાય.
ઇતિ પંચાસ્તિકાય પ્રથમ અધ્યાય,
» જિનાય નમ: નમ: શ્રી ગુરવે - ૧૫ મોક્ષના કારણે શ્રી ભગવાન મહાવીરને ભક્તિપૂર્વક મસ્તક નમાવી તે ભગવાનને કહેલે પદાર્થપ્રભેદરૂપ મોક્ષને માર્ગ કહું છું.
- ૧૦૬ સમ્યકત્વ, આત્મજ્ઞાન અને રાગદ્વેષથી રહિત એવું ચારિત્ર, સમ્યબુદ્ધિ જેને પ્રાપ્ત થયેલ છે. એવા ભવ્યજીવને મોક્ષમાર્ગ હોય.
- ૧૦૭ તત્વાર્થની પ્રતીતિ તે “સમ્યકત્વ', તત્ત્વાર્થનું જ્ઞાન તે “જ્ઞાન”, અને વિષયના વિમૂઢ માર્ગ પ્રત્યે શાંતભાવ તે “ચારિત્ર.
- ૧૦૮ “જીવ, “અજીવ’, ‘પુણ્ય”, “પાપ”, “આસવ”, “સંવર', “નિર્જરા”, “બંધ’, અને “મોક્ષ એ ભાવે તે “તત્ત્વ છે.
૧૦૯ સંસારસ્થ” અને “સંસારરહિત” એમ બે પ્રકારના જીવે છે. અને ચૈતન્ય પગ લક્ષણ છે. સંસારી દેહ સહિત અને અસંસારી દેહરહિત જીવે છે.
૧૧૦ પૃથ્વી, પાણી, અગ્નિ, વાયુ અને વનસ્પતિ એ જીવસંશ્રિત છે. તે જીવને મોહનું પ્રબળપણું છે અને સ્પર્શઇન્દ્રિયના વિષયનું તેને જ્ઞાન છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org