________________
વર્ષ ૩૦ મું
૫૯૧ ૭૮ વિવક્ષાએ કરીને મૂર્ત, ચાર ધાતુનું કારણ જે છે તે પરમાણુ જાણવા યોગ્ય છે તે પરિણમી છે, પિતે અશબ્દ છે, પણ શબ્દનું કારણ છે.
૭૯ સ્કંધથી શબ્દ ઉત્પન્ન થાય છે. અનંત પરમાણુઓના મેલાપ, તેને સંઘાત, સમૂહ તેનું નામ “સ્કંધ”. તે સ્કંધે પરસ્પર સ્પર્શાવાથી, અથડાવાથી નિશ્ચય કરીને “શબ્દ ઉત્પન્ન થાય છે.
૮૦ તે પરમાણુ નિત્ય છે, પિતાના રૂપાદિ ગુણોને અવકાશ, આધાર આપે છે, પિતે એકપ્રદેશી હોવાથી એક પ્રદેશથી ઉપરાંત અવકાશને પ્રાપ્ત થતું નથી, બીજા દ્રવ્યને અવકાશ (આકાશની પિઠે) આપતું નથી, સ્કંધના ભેદનું કારણ છે – સ્કંધના ખંડનું કારણ છે, સ્કંધનો કર્તા છે, કાળના પરિમાણ (માપ) સંખ્યા-(ગણના)ને હેતુ છે.
૮૧ એક રસ, એક વર્ણ, એક ગંધ અને બે સ્પર્શ, શબ્દની ઉત્પત્તિનું કારણ, અને એકપ્રદેશાત્મકપણે અશબ્દ, સ્કંધપરિણમિત છતાં વ્યતિરિક્ત દ્રવ્ય તે પરમાણુ જાણો.
૮૨ ઈન્દ્રિએ કરી ઉપગ્ય, તેમ જ કાયા, મન અને કર્મ આદિ જે જે અનંત એવા મૂર્ત પદાર્થો છે તે સર્વ પુદ્ગલદ્રવ્ય જાણવું.
૮૩ ધર્માસ્તિકાય અરસ, અવર્ણ, અગંધ, અશબ્દ અને અસ્પર્શ છે, સકળલેકપ્રમાણ છે, અખંડિત, વિસ્તીર્ણ અને અસંખ્યાતપ્રદેશાત્મક દ્રવ્ય છે.
૮૪ અનંત અગુરુલઘુગુણપણે તે નિરંતર પરિણમિત છે. ગતિક્રિયાયુક્ત જીવાદિને કારણભૂત છે, પિતે અકાર્ય છે, અર્થાત્ કેઈથી ઉત્પન્ન થયેલું તે દ્રવ્ય નથી.
૮૫ જેમ મત્સ્યની ગતિને જળ ઉપકાર કરે છે, તેમ જીવ અને પુદ્ગલદ્રવ્યની ગતિને ઉપકાર કરે છે તે “ધર્માસ્તિકાય જાણે.
૮૬ જેમ ધર્માસ્તિકાય દ્રવ્ય છે તેમ અધમસ્તિકાય પણ છે એમ જાણે. સ્થિતિક્રિયાયુક્ત જીવ, પુદ્ગલને તે પૃથ્વીની પેઠે કારણભૂત છે.
૮૭ ધર્માસ્તિકાય અને અધર્માસ્તિકાયને લીધે લેક અલેકને વિભાગ થાય છે. એ ધર્મ અને અધર્મ દ્રવ્ય પિતપોતાના પ્રદેશથી કરીને જુદાં જુદાં છે. પિતે હલનચલન ક્રિયાથી રહિત છે; અને લેકપ્રમાણ છે.
૮૮ ધર્માસ્તિકાય જીવ, પુદ્ગલને ચલાવે છે એમ નથી; જીવ, પુદ્ગલ ગતિ કરે છે તેને સહાયક છે.
૯૦ સર્વ જીવોને તથા બાકીના પુદ્ગલાદિને સંપૂર્ણ અવકાશ આપે છે તેને કાકાશ” કહીએ છીએ.
૧ જીવ, પુદ્ગલસમૂહ, ધર્મ અને અધર્મ એ દ્રવ્યો લેકથી અનન્ય છે; અર્થાત્ લેકમાં છે, લેકથી બહાર નથી. આકાશ લેકથી પણ બહાર છે, અને તે અનંત છે, જેને “અલેક' કહીએ છીએ.
૯૨ જે ગમન અને સ્થિતિનું કારણ આકાશ હેત તે ધર્મ અને અધર્મદ્રવ્યના અભાવને લીધે સિદ્ધ ભગવાનનું અલેકમાં પણ ગમન હેત.
૯૩ જે માટે સિદ્ધ ભગવાનનું સ્થાન ઊર્બલેકાંતે સર્વજ્ઞ વીતરાગદેવે કહ્યું છે, તેથી ગમન અને સ્થાનનું કારણ આકાશ નથી એમ જાણે.
૯૪ જો ગમનને હેતુ આકાશ હોત અથવા સ્થાનને હેતુ આકાશ હોત, તે અલકની હાનિ થાય અને લેકના અંતની વૃદ્ધિ પણ થાય.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org