________________
વર્ષ ૩૦ મું
પ૭૫
પ્રથમ સ્તવનમાં ભગવાનમાં વૃત્તિ લીન થવારૂપ હર્ષ બતાવ્યો, પણ તે વૃત્તિ અખંડ અને પૂર્ણપણે લીન થાય તે જ આનંદઘનપદની પ્રાપ્તિ થાય, જેથી તે વૃત્તિના પૂર્ણપણાની ઈચ્છા કરતા છતાં આનંદઘન બીજા તીર્થંકર શ્રી અજિતનાથની સ્તવના કરે છે. જે પૂર્ણપણની ઈચ્છા છે, તે પ્રાપ્ત થવામાં જે જે વિદ્મ દીઠાં તે સંક્ષેપે ભગવાનને આનંદઘનજી આ બીજા સ્તવનમાં નિવેદન કરે છે અને પિતાનું પુરુષત્વ મંદ દેખી બેદખિન્ન થાય છે એમ જણાવી પુરુષત્વ જાગ્રત રહે એવી ભાવના ચિતવે છે.
હે સખી! બીજા તીર્થંકર એવા અજિતનાથ ભગવાને પૂર્ણ લીનતાને માર્ગ દર્શાવ્યો છે તે, અર્થાત્ જે સમ્યક ચરણરૂપ માર્ગ પ્રકા છે તે, જેઉં છું, તે અજિત એટલે મારા જેવા નિર્બળ વૃત્તિના મુમુક્ષુથી જીતી ન શકાય એવે છે. ભગવાનનું અજિત એવું નામ છે તે તે સત્ય છે, કેમકે મોટા મોટા પરાક્રમી પુરુષ કહેવાય છે તેનાથી પણ જે ગુણના ધામરૂપ પંથને જય થયે નથી, તે ભગવાને જય કર્યો હોવાથી ભગવાનનું તે અજિત નામ સાર્થક જ છે, અને અનંત ગુણના ધામરૂપ તે માર્ગને જીતવાથી ભગવાનનું ગુણધામપણું સિદ્ધ છે. હે સખી, પણ મારું નામ પુરુષ કહેવાય છે, તે સત્ય નથી. ભગવાનનું નામ અજિત છે. જેમ તે તદુરૂપ ગુણને લીધે છે તેમ મારું નામ પુરુષ તદ્દારૂપ ગુણને લીધે નથી. કેમકે પુરુષ તે તેનું નામ કહેવાય કે જે પુરુષાર્થસહિત હેય, સ્વપરાક્રમ સહિત હોય, પણ હું તે તેમ નથી. માટે ભગવાનને કહું છું કે હે ભગવાન! તમારું નામ અજિત તે તે સાચું છે પણ મારું નામ પુરુષ તે તે બેઠું છે. કેમકે રાગ, દ્વેષ, અજ્ઞાન, ક્રોધ, માન, માયા, લેભ આદિ દોષને તમે જ કર્યો તેથી તમે અજિત કહેવાવાયેગ્ય છે, પણ તે જ દોએ મને જીતી લીધું છે, માટે મારું નામ પુરુષ શેનું કહેવાય? ૧
હે સખી! તે માર્ગ પામવાને માટે દિવ્ય નેત્ર જોઈએ. ચર્મ નેત્રે કરીને જેતે છતે તે સમસ્ત સંસાર ભર્યો છે. તે પરમ તત્વને વિચાર થવાને માટે જે દિવ્ય નેત્ર જોઈએ તે દિવ્ય નેત્રને, નિશ્ચય કરીને વર્તમાનકાળમાં વિગ થઈ પડ્યો છે.
હે સખી! તે અજિત ભગવાને અજિત થવાને અર્થે લીધેલ માર્ગ કંઈ આ ચર્મચક્ષુથી દેખાય નહીં. કેમકે તે માર્ગ દિવ્ય છે, અને અંતરાત્મદ્રષ્ટિથી જ અવલોકન કરી શકાય એવે છે. જેમ એક ગામથી બીજે ગામ જવાને પૃથ્વીતળ પર સડક વગેરે માર્ગ હોય છે, તેમ આ માર્ગ કંઈ એક ગામથી બીજે ગામ જવાના માર્ગની પેઠે બાહ્ય માર્ગ નથી, અથવા ચર્મચક્ષુએ જોતાં તે જણાય એવું નથી, ચર્મચક્ષુથી કંઈ તે અતીંદ્રિય માર્ગ ન દેખાય. ૨
[ અપૂર્ણ ]
૭૫૪
સંવત ૧૯૫૩ હે જ્ઞાતપુત્ર ભગવન! કાળની બલિહારી છે. આ ભારતના હીનપુણ્યી મનુષ્યને તારું સત્ય, અખંડ અને પૂર્વાપર અવિરેજ શાસન કયાંથી પ્રાપ્ત થાય ? થવામાં આવાં વિદ્ગો ઉત્પન્ન થયાં; તારાં બોધેલાં શાસ્ત્ર કલ્પિત અર્થથી વિરાધ્યાં, કેટલાંક સમૂળગાં ખંડ્યાં. ધ્યાનનું કાર્ય, સ્વરૂપનું કારણ એ જે તારી પ્રતિમા તેથી કટાક્ષદ્રષ્ટિએ લાખેગમે કે વળ્યાં; તારા પછી પરંપરાએ જે આચાર્ય ૧. બીજી શ્રી અજિતજિન સ્તવન –
પંથડો નિહાળું રે બીજા જિન તણે રે, અજિત અજિત ગુણધામ; જે તે જીત્યા રે, તેણે હું જીતિ રે, પુરુષ કિર્ફે મુજ નામ? પંથડો. ૧ ચરમ નયણુ કરી મારગ જેવતાં રે, ભૂલ્યો સયલ સંસાર; જેણે નયણે કરી મારગ જેવિયે રે, નયણે તે દિવ્ય વિચાર. પંથડો ૨
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org