________________
૫૨
શ્રીમદ્ રાજચંદ્ર
૭૨૮ વવાણિયા, માગશર સુદ ૬, ગુરુ, ૧૯૫૩ શ્રી માણેકચંદને દેહ છૂટવા સંબંધી ખબર જાણ્યા.
સર્વ દેહધારી જી મરણ પાસે શરણરહિત છે. માત્ર તે દેહનું યથાર્થ સ્વરૂપ પ્રથમથી જાણી તેનું મમત્વ છેદીને નિજસ્થિરતાને અથવા જ્ઞાનીના માર્ગની યથાર્થ પ્રતીતિને પામ્યા છે તે જ જીવ તે મરણકાળે શરણસહિત છતાં ઘણું કરીને ફરી દેહ ધારણ કરતા નથી, અથવા મરણકાળે દેહના મમત્વભાવનું અલ્પત્વ હેવાથી પણ નિર્ભય વર્તે છે. દેહ છૂટવાને કાળ અનિયત હોવાથી વિચારવાન પુરુષે અપ્રમાદપણે પ્રથમથી જ તેનું મમત્વ નિવૃત્ત કરવાને અવિરુદ્ધ ઉપાય સાધે છે; અને એ જ તમારે, અમારે, સૌએ લક્ષ રાખવા યોગ્ય છે. પ્રીતિબંધનથી ખેદ થવા યોગ્ય છે, તથાપિ એમાં બીજે કોઈ ઉપાય નહીં હોવાથી તે ખેદને વૈરાગ્યસ્વરૂપમાં પરિણમન કરે એ જ વિચારવાનને કર્તવ્ય છે.
૭૨૯ વવાણિયા, માર્ગશીર્ષ સુદ ૧૦, સેમ, ૧૫૩
સર્વજ્ઞાય નમ: ગવાસિષ્ઠનાં પ્રથમનાં બે પ્રકરણ, “પંચીકરણ”, “દાસબેધ” તથા “વિચારસાગર એ ગ્રંથે તમારે વિચારવા પેગ્ય છે. એમને કઈ ગ્રંથ તમે પૂર્વે વાંચ્યું હોય તે પણ ફરી વાંચગ્ય છે, તેમ જ વિચારે યોગ્ય છે. જૈનપદ્ધતિને એ ગ્રંથ નથી એમ જાણુને તે ગ્રંથ વિચારતાં ક્ષાભ પામવો યોગ્ય નથી.
લેકદ્રષ્ટિમાં જે જે વાત કે વસ્તુઓ મોટાઈવાળી મનાય છે, તે તે વાતે અને વસ્તુઓ, શોભાયમાન ગૃહાદિ આરંભ, અલંકારાદિ પરિગ્રહ, લેકદ્રષ્ટિનું વિચક્ષણપણું, લોકમાન્ય ધર્મશ્રદ્ધાવાનપણું પ્રત્યક્ષ ઝેરનું ગ્રહણ છે, એમ યથાર્થ જણાયા વિના ધારે છે તે વૃત્તિને લક્ષ ન થાય. પ્રથમ તે વાતે અને વસ્તુઓ પ્રત્યે ઝેરદૃષ્ટિ આવવી કઠણ દેખી કાયર ન થતાં પુરુષાર્થ કર ગ્ય છે.
૭૩૦ વવાણિયા, માર્ગશીર્ષ સુદ ૧૨, ૧૫૩
સર્વજ્ઞાય નમ: આત્મસિદ્ધિની ટકાનાં પાનાં મળ્યાં છે.
જે સફળતાને માર્ગ સમજાય તે આ મનુષ્યદેહને એક સમય પણ સર્વોત્કૃષ્ટ ચિંતામણિ છે, એમાં સંશય નથી.
૭૩૧ વવાણિયા, માગશર સુદ ૧૨, ૧૫૩
સર્વાય નમ: વૃત્તિને લક્ષ તથારૂપ સર્વસંગપરિત્યાગ પ્રત્યે વર્તતે છતાં જે મુમુક્ષુને પ્રારબ્ધવિશેષથી તે યેગને અનુક્રય રહ્યા કરે, અને કુટુંબાદિને પ્રસંગ તથા આજીવિકાદિ કારણે પ્રવૃત્તિ રહે, જે યથાન્યાયથી કરવી પડે, પણ તે ત્યાગના ઉદયને પ્રતિબંધક જાણું સખેદપણે કરે તે મુમુક્ષુએ પૂર્વોપાર્જિત શુભાશુભ કર્માનુસાર આજીવિકાદિ પ્રાપ્ત થશે એમ વિચારી માત્ર નિમિત્તરૂપ પ્રયત્ન કરવું ઘટે, પણ ભયાકુળ થઈ ચિંતા કે ન્યાયત્યાગ કરવાં ન ઘટે, કેમકે તે તે માત્ર વ્યાસેહ છે; એ શમાવવા યંગ્ય છે. પ્રાપ્તિ શુભાશુભ પ્રારબ્ધાનુસાર છે. પ્રયત્ન વ્યાવહારિક નિમિત્ત છે, એટલે કરવું ઘટે, પણ ચિંતા તે માત્ર આત્મગુણોધક છે.
૭૩૨ વવાણિયા, માગશર વદ ૧૧, બુધ, ૧૯૫૩ શ્રી લલ્લુજી આદિ મુનિઓને નમસ્કાર પ્રાપ્ત થાય. આરંભ તથા પરિગ્રહની પ્રવૃત્તિ આત્મહિતને ઘણા પ્રકારે રોધક છે, અથવા સત્સમાગમના યુગમાં
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org