________________
૫૬૧
વર્ષ ૩૦ મું જે ચેતન જડ ભાવે, અવલેક્યા છે મુની સર્વ તેવી અંતર આસ્થા, પ્રગટ્ય દર્શન કહ્યું છે તત્ત્વ. ૩ સમ્યક પ્રમાણપૂર્વક, તે તે ભાવે જ્ઞાન વિષે ભાસે; સમ્યમ્ જ્ઞાન કહ્યું તે, સંશય, વિભ્રમ, મેહ ત્યાં નાગ્યે. ૪ વિષયારંભ-નિવૃત્તિ, રાગ-દ્વેષને અભાવ જ્યાં થાય; સહિત સમ્યક્દર્શન, શુદ્ધ ચરણ ત્યાં સમાધિ સદુપાય. ૫ ત્રણે અભિન્ન સ્વભાવે, પરિણમી આત્મસ્વરૂપ જ્યાં થાય; પૂર્ણ પરમપદપ્રાપ્તિ, નિશ્ચયથી ત્યાં અનન્ય સુખદાય. ૬ જીવ, અજીવ પદાર્થો, પુણ્ય, પાપ, આસવ તથા બંધ; સંવર, નિર્જરા, મોક્ષ, તત્ત્વ કહ્યાં નવ પદાર્થ સંબંધ. ૭ જીવ અજીવ વિષે તે, નવ તત્વને સમાવેશ થાય; વસ્તુ વિચાર વિશેષે, ભિન્ન પ્રબેધ્યા મહાન મુનિરાય. ૮
૭૨૫ વવાણિયા, કા. વદ ૨, રવિ, ૧૫૩ જ્ઞાનીઓએ મનુષ્યપણું ચિંતામણિરત્નતુલ્ય કહ્યું છે, તે વિચારો તે પ્રત્યક્ષ જણાય તેવું છે. વિશેષ વિચારતાં તે તે મનુષ્યપણુને એક સમય પણ ચિંતામણિરત્નથી પરમ માહાસ્યવાન અને મૂલ્યવાન દેખાય છે અને જે દેહાર્થમાં જ તે મનુષ્યપણું વ્યતીત થયું છે તે એક ફૂટી બદામની કિંમતનું નથી, એમ નિઃસંદેહ દેખાય છે.
૭૨૬ વવાણિયા, કા. વદ ૦)), શુક્ર, ૧૯૫૩
% સવજ્ઞાય નમ: દેહન અને પ્રારબ્ધદય જ્યાં સુધી બળવાન હોય ત્યાં સુધી દેહ સંબંધી કુટુંબ, કે જેનું ભરણપોષણ કરવાને સંબંધ છૂટે તે ન હોય અર્થાત્ આગરવાસ પર્યત જેનું ભરણપોષણ કરવું ઘટતું હોય તેનું ભરણપોષણ માત્ર મળતું હોય તે તેમાં સંતોષ પામીને મુમુક્ષુ જીવ આત્મહિતને જ વિચાર કરે, તથા પુરુષાર્થ કરે. દેહ અને દેહસંબંધી કુટુંબના માહાભ્યાદિ અર્થે પરિગ્રહાદિની પરિણામપૂર્વક સ્મૃતિ પણ ન થવા દે; કેમકે તે પરિગ્રહાદિની પ્રાપ્તિ આદિ કાર્ય એવાં છે, કે આત્મહિતને અવસર જ ઘણું કરીને પ્રાપ્ત થવા ન દે.
૭૨૭ વવાણિયા, માગશર સુદ ૧, શનિ, ૧૯૫૩
છે સર્વજ્ઞાય નમ: આયુષ્ય અલ્પ અને અનિયત પ્રવૃત્તિ, અસીમ બળવાન અસત્સંગ, પૂર્વનું ઘણું કરીને અનારાધકપણું, બળવીર્યની હીનતા, એવાં કારણેથી રહિત કોઈક જ જીવ હશે, એવા આ કાળને વિષે પૂર્વે કયારે પણ નહીં જાણેલે, નહીં પ્રતીત કરેલે, નહીં આરાધલે તથા નહીં સ્વભાવસિદ્ધ થયેલૈં એ “મા”” પ્રાપ્ત કરે દુષ્કર હોય એમાં આશ્ચર્ય નથી, તથાપિ જેણે તે પ્રાપ્ત કરવા સિવાય બીજે કઈ લક્ષ રાખ્યું જ નથી તે આ કાળને વિષે પણ અવશ્ય તે માર્ગને પામે છે.
લૌકિક કારમાં અધિક હર્ષ-વિષાદ મુમુક્ષુ જીવ કરે નહીં.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org