________________
વર્ષ ૩૦ મું
૭૨૨
વવાણિયા, કા. સુદ ૧૦, શનિ, ૧૯૫૩
માતુશ્રીને શરીરે તાવ આવવાથી તથા કેટલાક વખત થયાં અત્રે આવવા વિષે તેમની વિશેષ આકાંક્ષા હેાવાથી ગયા સેામવારે અત્રેથી આજ્ઞા થવાથી નિડયાદથી ભામવારે રવાને થવાનું થયું હતું. બુધવારે બપોરે અત્રે આવવું થયું છે.
શરીરને વિષે વેદનીયનું અશાતાપણે પરિણમવું થયું હાય તે વખતે શરીરના વિપરિણામી સ્વભાવ વિચારી તે શરીર અને શરીરને સંબંધે પ્રાપ્ત થયેલાં સ્ત્રીપુત્રાદિ પ્રત્યેના મેહ વિચારવાન પુરુષા છેડી દે છે; અથવા તે મેહને મંદ કરવામાં પ્રવર્તે છે.
‘આત્મસિદ્ધિશાસ્ર’વિશેષ વિચારવા યાગ્ય છે.
શ્રી અચળ વગેરેને યથા
૭૨૩
વવાણિયા, કા. સુદ ૧૧, વિ, ૧૯૫૩ લાકની વૃષ્ટિને જ્યાં સુધી આ જીવ વગે નહીં તથા તેમાંથી અંતવૃત્તિ છૂટી ન જાય ત્યાં સુધી જ્ઞાનીની દૃષ્ટિનું વાસ્તવિક માહાત્મ્ય લક્ષગત ન થઈ શકે એમાં સંશય નથી.
વવાણિયા, કાન્તિક, ૧૯૫૩
Jain Education International
૭૨૪
ગીતિ
પંથ પરમપદ એધ્યા, જેડ પ્રમાણે પરમ વીતરાગે; તે અનુસરી કહીશું, પ્રણમીને તે પ્રભુ ભક્તિ રાગે. મૂળ પરમપદ કારણુ, સમ્યક્ દર્શન જ્ઞાન ચરણુ પૂર્ણ; પ્રણમે એક સ્વભાવે, શુદ્ધ સમાધિ ત્યાં પરિપૂર્ણ
*
૨
* શ્રીમના દેહાત્સર્ગ પછી તેનાં વચનાના સંગ્રહ કરવામાં આવ્યા ત્યારે આ વિષયની ૩૬ કે ૫૦ ગીતિ હતી, પણ પાછળથી સંભાળપૂર્વક નહીં રહ્યાથી બાકીની ગુમ થઈ છે.
૧
For Private & Personal Use Only
www.jainelibrary.org