SearchBrowseAboutContactDonate
Page Preview
Page 648
Loading...
Download File
Download File
Page Text
________________ વર્ષ ૩૦ મું ૫૬૩ એક વિશેષ અંતરાયનું કારણ જાણીને તેના ત્યાગરૂપે બાહ્યસંયમ જ્ઞાની પુરુષેએ ઉપદે છે, જે પ્રાયે તમને પ્રાપ્ત છે. વળી યથાર્થ ભાવસંયમની જિજ્ઞાસાથી પ્રવર્તે છે, માટે અમૂલ્ય અવસર પ્રાપ્ત થયે જાણું સન્શાસ્ત્ર, અપ્રતિબંધતા, ચિત્તની એકાગ્રતા, સપુરુષનાં વચનની અનુપ્રેક્ષા દ્વારા તે સફળ કરવી યોગ્ય છે. ૭૩૩ વવાણિયા, માગશર વદ ૧૧, બુધ, ૧૯૫૩ વૈરાગ્ય અને ઉપશમના વિશેષાર્થે “ભાવનાબોધ', વેગવાસિષ્ઠનાં પ્રથમનાં બે પ્રકરણો', પંચીકરણ” એ આદિ ગ્રંથે વિચારવા ગ્ય છે. જીવમાં પ્રમાદ વિશેષ છે, માટે આત્માર્થનાં કાર્યમાં જીવે નિયમિત થઈને પણ તે પ્રમાદ ટાળવું જોઈએ, અવશ્ય ટાળવું જોઈએ. ૭૩૪ વવાણિયા, માગશર વદ ૧૧, બુધ, ૧૯૫૩ શ્રી સુભાગ્યાદિ પ્રત્યે લખાયેલા પત્રમાંથી જે પરમાર્થ સંબંધી પડ્યો હોય તેની હાલ બને તે એક જુદી પ્રત લખશે. સૌરાષ્ટ્રમાં ક્યાં સુધી હાલ સ્થિતિ થશે તે લખાવું અશકય છે. અત્રે થોડા દિવસ સ્થિતિ હજુ થશે એમ સંભવે છે. ૭૩૫ વવાણિયા, પિષ સુદ ૧૦, ભેમ, ૧૯૫૩ વિષમભાવનાં નિમિત્ત બળવાનપણે પ્રાપ્ત થયાં છતાં જે જ્ઞાની પુરુષ અવિષમ ઉપગે વર્યાં છે, વર્તે છે, અને ભવિષ્યકાળે વર્તે તે સર્વને વારંવાર નમસ્કાર.. ઉત્કૃષ્ટમાં ઉત્કૃષ્ટ વ્રત, ઉત્કૃષ્ટમાં ઉત્કૃષ્ટ તપ, ઉત્કૃષ્ટમાં ઉત્કૃષ્ટ નિયમ, ઉત્કૃષ્ટમાં ઉત્કૃષ્ટ લબ્ધિ, ઉત્કૃષ્ટમાં ઉત્કૃષ્ટ એશ્વર્ય, એ જેમાં સહેજે સમાય છે એવા નિરપેક્ષ અવિષમ ઉપગને નમસ્કાર. એ જ ધ્યાન. ૭૩૬ વવાણિયા, પિષ સુદ ૧૧, બુધ, ૧૯૫૩ રાગદ્વેષનાં પ્રત્યક્ષ બળવાન નિમિત્તા પ્રાપ્ત થયે પણ જેને આત્મભાવ કિંચિત્માત્ર પણ ક્ષોભ પામતું નથી, તે જ્ઞાનીના જ્ઞાનને વિચાર કરતાં પણ મહા નિર્જરા થાય, એમાં સંશય નથી. ૭૩૭ વવાણિયા, પિષ વદિ ૪, શુક, ૧૫૩ આરંભ અને પરિગ્રહને ઇચ્છાપૂર્વક પ્રસંગ હોય તે આત્મલાભને વિશેષ ઘાતક છે, અને વારંવાર અસ્થિર, અપ્રશસ્ત પરિણામને હેતુ છે, એમાં તે સંશય નથી, પણ જ્યાં અનિચ્છાથી ઉદયના કોઈ એક યુગથી પ્રસંગ વર્તતે હોય ત્યાં પણ આત્મભાવના ઉત્કૃષ્ટપણને બાધ કરનાર તથા આત્મસ્થિરતાને અંતરાય કરનાર, તે આરંભપરિગ્રહને પ્રસંગ પ્રાયે થાય છે, માટે પરમ કૃપાળુ જ્ઞાનીપુરુષએ ત્યાગમાર્ગ ઉપદે છે, તે મુમુક્ષુ જીવે દેશે અને સર્વથા અનુસરવા યોગ્ય છે. ૭૩૮ વવાણિયા, સં. ૧૯૫૩ અપૂર્વ અવસર એ ક્યારે આવશે ? કયારે થઈશું બાહ્યાંતર નિગ્રંથ છે? ૧. આ કાવ્યને નિષ્ણુત સમય મળતો નથી. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001415
Book TitleShrimad Rajchandra
Original Sutra AuthorN/A
AuthorGovardhandas
PublisherShrimad Rajchandra Ashram
Publication Year2006
Total Pages1032
LanguageGujarati
ClassificationBook_Gujarati, Spiritual, Discourse, Philosophy, Worship, Sermon, & Rajchandra
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy