________________
પપ૬
શ્રીમદ્ રાજચંદ્ર સાચા અથવા નિપુણ વૈદ્ય નથી, સદ્ગુરુ આજ્ઞાએ ચાલવા સમાન બીજું કોઈ પચ્ચ નથી, અને વિચાર તથા નિદિધ્યાસન જેવું કંઈ તેનું ઔષધ નથી. ૧૨૯
જે ઈચ્છા પુરમાર્થ તે, કરે સત્ય પુરુષાર્થ
ભવસ્થિતિ આદિ નામ લઈ, છેદો નહિ આત્માર્થ. ૧૩૦ જે પરમાર્થને ઈચ્છતા હે, તે સાથે પુરુષાર્થ કરે, અને ભવસ્થિતિ આદિનું નામ લઈને આત્માર્થને છેદો નહીં. ૧૩૦
નિશ્ચયવાણી સાંભળી, સાધન તજવાં નય;
નિશ્ચય રાખી લક્ષમાં, સાધન કરવાં સાય. ૧૩૧ આત્મા અબંધ છે, અસંગ છે, સિદ્ધ છે એવી નિશ્ચયમુખ્ય વાણી સાંભળીને સાધન તજવાં યોગ્ય નથી. પણ તથારૂપ નિશ્ચય લક્ષમાં રાખી સાધના કરીને તે નિશ્ચયસ્વરૂપે પ્રાપ્ત કરવું. ૧૩૧
નય નિશ્ચય એકાંતથી, આમાં નથી કહેલ;
એકાંતે વ્યવહાર નહિ, બન્ને સાથે રહેલ. ૧૩૨ અત્રે એકાંતે નિશ્ચયનય કહ્યો નથી, અથવા એકાંતે વ્યવહારનય કહ્યો નથી, બેય જ્યાં જ્યાં જેમ ઘટે તેમ સાથે રહ્યાં છે. ૧૩૨
ગ૭મતની જે કલ્પના, તે નહિ સદ્વ્યવહાર;
ભાન નહીં નિજરૂપનું, તે નિશ્ચય નહિ સાર. ૧૩૩ ગ૭ મતની કલ્પના છે તે સદ્વ્યવહાર નથી, પણ આત્માથીના લક્ષણમાં કહી તે દશા અને મક્ષેપાયમાં જિજ્ઞાસુનાં લક્ષણ આદિ કહ્યાં તે સદ્વ્યવહાર છે, જે અત્રે તે સંક્ષેપમાં કહેલ છે. પિતાના સ્વરૂપનું ભાન નથી, અર્થાત્ જેમ દેહ અનુભવમાં આવે છે, તે આત્માને અનુભવ થયે નથી, દેહાધ્યાસ વર્તે છે, અને જે વૈરાગ્યાદિ સાધન પામ્યા વિના નિશ્ચય પિકાર્યો કરે છે, તે નિશ્ચય સારભૂત નથી. ૧૩૩
આગળ જ્ઞાની થઈ ગયા, વર્તમાનમાં હોય;
થાશે કાળ ભવિષ્યમાં, માર્ગભેદ નહિ કેય. ૧૩૪ ભૂતકાળમાં જે જ્ઞાની પુરુષ થઈ ગયા છે. વર્તમાનકાળમાં જે છે, અને ભવિષ્યકાળમાં થશે, તેને કેઈને માર્ગને ભેદ નથી, અર્થાત્ પરમાર્થે તે સૌને એક માર્ગ છે; અને તેને પ્રાપ્ત કરવા
ગ્ય વ્યવહાર પણ તે જ પરમાર્થસાધકરૂપે દેશ કાળાદિને લીધે ભેદ કહ્યો હોય છતાં એક ફળ ઉત્પન્ન કરનાર હોવાથી તેમાં પણ પરમાર્થે ભેદ નથી. ૧૩૪
સર્વ જીવ છે સિદ્ધ સમ, જે સમજે તે થાય;
ગુરુઆજ્ઞા જિનદશા, નિમિત્ત કારણ માંય. ૧૩૫ સર્વ જીવને વિષે સિદ્ધ સમાન સત્તા છે, પણ તે તે જે સમજે તેને પ્રગટ થાય. તે પ્રગટ થવામાં સદ્દગુરુની આજ્ઞાથી પ્રવર્તવું, તથા સદૂગુરુએ ઉપદેશેલી એવી જિનદશાને વિચાર કર, તે બેય નિમિત્ત કારણ છે. ૧૩૫
ઉપાદાનનું નામ લઈ, એ જે તજે નિમિત્ત
પામે નહિ સિદ્ધત્વને, રહે ભ્રાંતિમાં સ્થિત. ૧૩૬ સદ્દગુરુઆજ્ઞા આદિ તે આત્મસાધનનાં નિમિત્ત કારણ છે, અને આત્માના જ્ઞાન દર્શનાદિ ઉપાદાન કારણ છે, એમ શાસ્ત્રમાં કહ્યું છે, તેથી ઉપાદાનનું નામ લઈ જે કઈ તે નિમિત્તને તજશે તે સિદ્ધપણાને નહીં પામે, અને બ્રાંતિમાં વર્યા કરશે, કેમકે સાચા નિમિત્તના નિષેધાર્થે તે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org