________________
૫૫૫
વર્ષ ર૯ મું અથવા નિજ પરિણામ જે, શુદ્ધ ચેતનારૂપ;
કર્તા ભક્તા તેહને, નિર્વિકલ્પ સ્વરૂપ. ૧૨૨ અથવા આત્મપરિણામ જે શુદ્ધ ચૈતન્યસ્વરૂપ છે, તેને નિર્વિકલ્પસ્વરૂપે કર્તાક્તા થયે. ૧૨૨
મેક્ષ કહ્યો નિજશુદ્ધતા, તે પામે તે પંથ;
સમજાવ્ય સંક્ષેપમાં, સકળ માર્ગ નિગ્રંથ. ૧૨૩ આત્માનું શુદ્ધપદ છે તે મોક્ષ છે અને જેથી તે પમાય તે તેને માર્ગ છે શ્રી સદૂગુરુએ કૃપા કરીને નિગ્રંથને સર્વ માર્ગ સમજાવ્યો. ૧૨૩
અહે! અહો! શ્રી સદગુરુ, કરણસિંધુ અપાર;
આ પામર પર પ્રભુ કર્યો, અહો ! અહો ! ઉપકાર. ૧૨૪ અહો! અહો! કરુણાના અપાર સમુદ્રસ્વરૂપ આત્મલક્ષમીએ યુક્ત સદ્દગુરુ, આપ પ્રભુએ આ પામર જીવ પર આશ્ચર્યકારક એ ઉપકાર કર્યો. ૧૨૪
શું પ્રભુચરણ કને ધરું, આત્માથી સૌ હીન
તે તે પ્રભુએ આપિ, વતું ચરણાધીન. ૧૨૫ હું પ્રભુના ચરણ આગળ શું ધરું? (સદ્ગુરુ તે પરમ નિષ્કામ છે એક નિષ્કામ કરુણાથી માત્ર ઉપદેશના દાતા છે, પણ શિષ્યધર્મ શિષ્ય આ વચન કહ્યું છે.) જે જે જગતમાં પદાર્થ છે, તે સૌ આત્માની અપેક્ષાએ નિમૂલ્ય જેવા છે, તે આત્મા તે જેણે આ તેના ચરણસમીપે હું બીજું શું ધરું? એક પ્રભુના ચરણને આધીન હતું એટલું માત્ર ઉપચારથી કરવાને હું સમર્થ છું. ૧૨૫
આ દેહાદિ આજથી, તે પ્રભુ આધીન;
[દાસ, દાસ હું દાસ છું, તેહ પ્રભુને દીન. ૧૨૬ આ દેહ, “આદિ શબ્દથી જે કંઈ મારું ગણાય છે તે, આજથી કરીને સગુરુ પ્રભુને આધીન વર્તો, હું તેહ પ્રભુને દાસ છું, દાસ છું, દીન દાસ છું. ૧૨૬
ષટૂ સ્થાનક સમજાવીને, ભિન્ન બતાવ્યો આપ;
મ્યાન થકી તરવારવતું, એ ઉપકાર અમાપ. ૧૨૭ છયે સ્થાનક સમજાવીને હે સદ્દગુરુ દેવ! આપે દેહાદિથી આત્માને, જેમ મ્યાનથી તરવાર જુદી કાઢીને બતાવીએ તેમ સ્પષ્ટ જુદો બતાવ્યો, આપે મપાઈ શકે નહીં એ ઉપકાર કર્યો. ૧૨૭
ઉપસંહાર દર્શન ષટે સમાય છે, આ ષટું સ્થાનક માંહી;
વિચારતાં વિસ્તારથી, સંશય રહે ન કાંઈ. ૧૨૮ છયે દર્શન આ છ સ્થાનકમાં સમાય છે. વિશેષ કરીને વિચારવાથી કઈ પણ પ્રકારને સંશય રહે નહીં. ૧૨૮
આત્મબ્રાંતિ સમ રેગ નહિ, સદ્ગુરુ ઘેદ્ય સુજાણ;
ગુરુ આજ્ઞા સમ પથ્ય નહિ, ઔષધ વિચાર ધ્યાન. ૧૨૯ આત્માને પિતાના સ્વરૂપનું ભાન નહીં એ બીજો કોઈ રોગ નથી, સદ્ગુરુ જેવા તેને કોઈ ૧. આ “આત્મસિદ્ધિશાસ્ત્ર શ્રી સોભાગભાઈ આદિ માટે રચ્યું હતું તે આ વધારાની ગાથાથી જણાશે.
શ્રી સુભાગ્ય ને શ્રી અચળ, આદિ મુમુક્ષુ કાજ, તથા ભવ્યતિત કારણે, કહ્યો બોધ સુખસાજ.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org