________________
૫૫૪
શ્રીમદ્ રાજચંદ્ર કેટિ વર્ષનું સ્વમ પણ, જાગ્રત થતાં સમાય;
તેમ વિભાવ અનાદિનો, જ્ઞાન થતાં દૂર થાય. ૧૧૪ કરોડો વર્ષનું સ્વમ હોય તે પણ જાગ્રત થતાં તરત શમાવે છે, તેમ અનાદિનો વિભાવ છે તે આત્મજ્ઞાન થતાં દૂર થાય છે. ૧૧૪
છૂટે દેહાધ્યાસ તે, નહિ તં તું કર્મ
નહિ ભક્તા તું તેહને, એ જ ધર્મને મર્મ. ૧૧૫ હે શિષ્ય ! દેહમાં જે આત્મતા મનાઈ છે, અને તેને લીધે સ્ત્રીપુત્રાદિ સર્વમાં અહેમમત્વપણું વર્તે છે, તે આત્મતા જે આત્મામાં જ મનાય, અને તે દેહાધ્યાસ એટલે દેહમાં આત્મબુદ્ધિ તથા આત્મામાં દેહબુદ્ધિ છે તે છૂટે, તે તું કર્મને કર્તા પણ નથી, અને ભોક્તા પણ નથી; અને એ જ ધર્મને મર્મ છે. ૧૧૫
* એ જ ધર્મથી મિક્ષ છે, તું છે મેક્ષ સ્વરૂપ;
અનંત દર્શન જ્ઞાન તું, અવ્યાબાધ સ્વરૂપ. ૧૧૬ એ જ ધર્મથી મેક્ષ છે, અને તે જ ક્ષસ્વરૂપ છે; અર્થાત્ શુદ્ધ આત્મપદ એ જ મેક્ષ છે. તું અનંત જ્ઞાન દર્શન તથા અવ્યાબાધ સુખસ્વરૂપ છે. ૧૧૬
શુદ્ધ બુદ્ધ ચૈતન્યઘન, સ્વયંતિ સુખધામ;
બીજું કહીએ કેટલું? કર વિચાર તે પામ. ૧૧૭ તું દેહાદિક સર્વ પદાર્થથી જુદો છે. કોઈમાં આત્મદ્રવ્ય ભળતું નથી, કેઈ તેમાં ભળતું નથી, દ્રવ્ય દ્રવ્ય પરમાર્થથી સદાય ભિન્ન છે, માટે તું શુદ્ધ છે, બોધસ્વરૂપ છે, ચૈતન્યપ્રદેશાત્મક છે; સ્વયંતિ એટલે કઈ પણ તને પ્રકાશતું નથી, સ્વભાવે જ તું પ્રકાશસ્વરૂપ છે, અને અવ્યાબાધ સુખનું ધામ છે. બીજું કેટલું કહીએ? અથવા ઘણું શું કહેવું? ટૂંકામાં એટલું જ કહીએ છીએ, જે વિચાર કરે તે પદને પામીશ. ૧૧૭
નિશ્ચય સર્વે જ્ઞાનને, આવી અત્ર સમાય;
ધરી મૌનતા એમ કહીં, સહજસમાધિ માંય. ૧૧૮ સર્વે જ્ઞાનીઓને નિશ્ચય અત્રે આવીને સમાય છે; એમ કહીને સદ્ગુરુ મૌનતા ધરીને સહજ સમાધિમાં સ્થિત થયા, અર્થાત્ વાણુગની અપ્રવૃત્તિ કરી. ૧૧૮
શિષ્યબોધબીજપ્રાપ્તિકથન સદ્દગુરુના ઉપદેશથી, આવ્યું અપૂર્વ ભાન;
નિજપદ નિજમાંહી લહ્યું, દૂર થયું અજ્ઞાન. ૧૧૯ શિષ્યને સગુરુના ઉપદેશથી અપૂર્વ એટલે પૂર્વે કઈ દિવસ નહીં આવેલું એવું ભાન આવ્યું, અને તેને પિતાનું સ્વરૂપ પિતાને વિષે યથાતથ્ય ભાસ્યું, અને દેહાત્મબુદ્ધિરૂપ અજ્ઞાન દૂર થયું. ૧૧૯
- ભાસ્ય નિજસ્વરૂપ તે, શુદ્ધ ચેતનારૂપ
અજર, અમર, અવિનાશ ને, દેહાતીત સ્વરૂપ. ૧૨૦ પિતાનું સ્વરૂપ શુદ્ધ ચૈતન્યસ્વરૂપ, અજર, અમર, અવિનાશી અને દેહથી સ્પષ્ટ જુદું ભાસ્યું. ૧૨૦
કર્તા ભક્તા કર્મને, વિભાવ વર્તે જ્યાંય;
વૃત્તિ વહી નિજભાવમાં, થયે અકર્તા ત્યાંય. ૧૨૧ જ્યાં વિભાવ એટલે મિથ્યાત્વ વર્તે છે, ત્યાં મુખ્ય નથી કર્મનું કર્તાપણું અને ભક્તાપણું છે, આત્મસ્વભાવમાં વૃત્તિ વહી તેથી અકર્તા થયા. ૧૨૧
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org