SearchBrowseAboutContactDonate
Page Preview
Page 638
Loading...
Download File
Download File
Page Text
________________ વર્ષ ર૯ મું ૫૫૩ ષદનાં પદ્મશ્ન તે, પૂક્યાં કરી વિચાર; તે પદની સર્વાગત, મોક્ષમાર્ગ નિર્ધાર. ૧૦૬ હે શિષ્ય ! તેં છ પદનાં છ પ્રશ્નો વિચાર કરીને પૂક્યાં છે, અને તે પદની સર્વાગતામાં મેક્ષમાર્ગ છે, એમ નિશ્ચય કર. અર્થાત્ એમાંનું કોઈ પણ પદ એકાંતે કે અવિચારથી ઉત્થાપતાં મોક્ષમાર્ગ સિદ્ધ થતું નથી. ૧૦૬ જાતિ, વેષને ભેદ નહિ, કહ્યો માર્ગ જે હોય, સાધે તે મુક્તિ લહે, એમાં ભેદ ન કેય. ૧૦૭ જે મેક્ષને માર્ગ કહ્યો તે હોય તે ગમે તે જાતિ કે વેષથી મેક્ષ થાય, એમાં કંઈ ભેદ નથી. જે સાધે તે મુક્તિપદ પામે, અને તે મેક્ષમાં પણ બીજા કશા પ્રકારને ઊંચનીચત્વાદિ ભેદ નથી, અથવા આ વચન કહ્યાં તેમાં બીજે કંઈ ભેદ એટલે ફેર નથી. ૧૦૭ કષાયની ઉપશાંતતા, માત્ર મેક્ષઅભિલાષ; ભવે ખેદ અંતર દયા, તે કહીંએ જિજ્ઞાસ. ૧૦૮ ક્રોધાદિ કષાય જેના પાતળા પડ્યા છે, માત્ર આત્માને વિષે મેક્ષ થવા સિવાય બીજી કોઈ ઈચ્છા નથી, અને સંસારના ભેગ પ્રત્યે ઉદાસીનત વર્તે છે તેમ જ પ્રાણ પર અંતરથી દયા વર્તે છે, તે જીવને મોક્ષમાર્ગને જિજ્ઞાસુ કહીએ, અર્થાત્ તે માર્ગ પામવા ગ્ય કહીએ. ૧૦૮ તે જિજ્ઞાસુ જીવને, થાય સદ્ગુરુબેધ; તે પામે સમકિતને, વર્તે અંતરશોધ. ૧૦૯ - તે જિજ્ઞાસુ જીવને જે સદ્દગુરુને ઉપદેશ પ્રાપ્ત થાય તે તે સમકિતને પામે, અને અંતરની શોધમાં વર્તે. ૧૦૯ મત દર્શન આગ્રહ તજી, વર્તે સદ્ગુરુલક્ષ લહે શુદ્ધ સમકિત છે, જેમાં ભેદ ન પક્ષ. ૧૧૦ મત અને દર્શનને આગ્રહ છોડી દઈ જે સદગુરુને લક્ષે વર્તે, તે શુદ્ધ સમકિતને પામે કે જેમાં ભેદ તથા પક્ષ નથી. ૧૧૦ વર્ત નિજસ્વભાવને, અનુભવ લક્ષ પ્રતીત; વૃત્તિ વહે નિજભાવમાં, પરમાર્થે સમકિત. ૧૧૧ આત્મસ્વભાવને જ્યાં અનુભવ, લક્ષ, અને પ્રતીત વર્તે છે, તથા વૃત્તિ આત્માના સ્વભાવમાં વહે છે, ત્યાં પરમાર્થે સમકિત છે. ૧૧૧ વર્ધમાન સમક્તિ થઈ, ટાળે મિથ્યાભાસ ઉદય થાય ચારિત્રને, વીતરાગપદ વાસ. ૧૧૨ તે સમકિત વધતી જતી ધારાથી હાસ્ય શેકાદિથી જે કંઈ આત્માને વિષે મિથ્યાભાસ ભાસ્યા છે તેને ટાળે, અને સ્વભાવ સમાધિરૂપ ચારિત્રને ઉદય થાય, જેથી સર્વ રાગદ્વેષના ક્ષયરૂપ વીતરાગપદમાં સ્થિતિ થાય. ૧૧૨. કેવળ નિજસ્વભાવનું, અખંડ વર્તે જ્ઞાન કહએ કેવળજ્ઞાન તે, દેહ છતાં નિર્વાણ. ૧૧૩ સર્વ આભારહિત આત્મસ્વભાવનું જ્યાં અખંડ એટલે જ્યારે પણ ખંડિત ન થાય, મંદ ન થાય, નાશ ન પામે એવું જ્ઞાન વર્તે તેને કેવળજ્ઞાન કહીએ છીએ. જે કેવળજ્ઞાન પામ્યાથી ઉત્કૃષ્ટ જીવન્મુક્તદશારૂપ નિર્વાણ, દેહ છતાં જ અત્રે અનુભવાય છે. ૧૧૩ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001415
Book TitleShrimad Rajchandra
Original Sutra AuthorN/A
AuthorGovardhandas
PublisherShrimad Rajchandra Ashram
Publication Year2006
Total Pages1032
LanguageGujarati
ClassificationBook_Gujarati, Spiritual, Discourse, Philosophy, Worship, Sermon, & Rajchandra
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy