________________
શ્રીમદ્ રાજચંદ્ર
આત્મા સત્ ચૈતન્યમય, સર્વાભાસ રહિત; જેથી કેવળ પામિયે, માક્ષપંથ તે રીત. ૧૦૧
‘સત્' એટલે ‘અવિનાશી', અને ચૈતન્યમય’ એટલે ‘સર્વભાવને પ્રકાશવારૂપ સ્વભાવમય’ ‘અન્ય સર્વ વિભાવ અને દેહાદિ સંયેાગના આભાસથી રહિત એવા’, ‘કેવળ’ એટલે ‘શુદ્ધ આત્મા’ પામીએ તેમ પ્રવર્તાય તે મેાક્ષમાર્ગ છે. ૧૦૧
પર
કર્મ અનંત પ્રકારનાં, તેમાં મુખ્ય આ;
તેમાં મુખ્ય માહીંય, હણાય તે કહું પાઠ. ૧૦૨
કર્મ અનંત પ્રકારનાં છે, પણ તેના મુખ્ય જ્ઞાનાવરણાદિ આઠ પ્રકાર થાય છે. તેમાં પણ મુખ્ય માહનીય કર્મ છે. તે મેહનીય કર્મ હણાય તેના પાઠ કહું છું. ૧૦૨ કર્મ માનીય ભેદ બે, દર્શન ચારિત્ર નામ;
હણે ખેાધ વીતરાગતા, અચૂક ઉપાય આમ. ૧૦૩
તે માહનીય કર્મ બે ભેદે છેઃ— એક ‘દર્શનમેહનીય' એટલે પરમાર્થને વિષે અપરમાર્થબુદ્ધિ અને અપરમાર્થને વિષે પરમાર્થબુદ્ધિરૂપ’; બીજી ‘ચારિત્રમેહનીય’; ‘તથારૂપ પરમાર્થને પરમાર્થ જાણીને આત્મસ્વભાવમાં જે સ્થિરતા થાય, તે સ્થિરતાને રાધક એવા પૂર્વસંસ્કારરૂપ કષાય અને નાકષાય’ તે ચારિત્રમેહનીય.
દર્શનમેહનીયને આત્મધ, અને ચારિત્રમાડુનીયને વીતરાગપણું નાશ કરે છે. આમ તેના અચૂક ઉપાય છે, કેમકે મિથ્યાબાધ તે દર્શનમાહનીય છે; તેના પ્રતિપક્ષ સત્યાત્મબોધ છે. અને ચારિત્રમેહનીય રાગાદિક પરિણામરૂપ છે, તેના પ્રતિપક્ષ વીતરાગભાવ છે. એટલે અંધકાર જેમ પ્રકાશ થવાથી નાશ પામે છે, – તે તેના અચૂક ઉપાય છે, – તેમ એધ અને વીતરાગતા દર્શનમેહનીય અને ચારિત્રમેહનીયરૂપ અંધકાર ટાળવામાં પ્રકાશસ્વરૂપ છે; માટે તે તેના અચૂક ઉપાય છે. ૧૦૩ કર્મબંધ ક્રોધાદ્ધિથી, હુણે ક્ષમાદિક તેહુ;
પ્રત્યક્ષ અનુભવ સર્વને, એમાં શૈા સંદેહ ? ૧૦૪
ક્રોધાદિ ભાવથી કર્મબંધ થાય છે, અને ક્ષમાદિક ભાવથી તે હણાય છે; અર્થાત્ ક્ષમા રાખવાથી ક્રોધ રોકી શકાય છે, સરળતાથી માયા રોકી શકાય છે, સંતેષથી લાભ રાકી શકાય છે; એમ રતિ, અરતિ આદિના પ્રતિપક્ષથી તે તે દોષા રોકી શકાય છે, તે જ કર્મબંધના નિરોધ છે; અને તે જ તેની નિવૃત્તિ છે. વળી સર્વને આ વાતના પ્રત્યક્ષ અનુભવ છે, અથવા સર્વને પ્રત્યક્ષ અનુભવ થઈ શકે એવું છે. ક્રોધાદિ રોકયાં રોકાય છે, અને જે કર્મબંધને રશકે છે, તે અકર્મદશાના માર્ગ છે. એ માર્ગ પરલાકે નહીં, પણ અત્રે અનુભવમાં આવે છે, તે એમાં સંદેહ શા કરવા? ૧૦૪ ડી મત દર્શન તણા, આગ્રહ તેમ વિકલ્પ;
કહ્યો માર્ગ આ સાધશે, જન્મ તેહના અલ્પ. ૧૦૫
આ મારા મત છે, માટે મારે વળગી જ રહેવું, અથવા આ મારું દર્શન છે, માટે ગમે તેમ મારે તે સિદ્ધ કરવું એવા આગ્રહ અથવા એવા વિકલ્પને છેડીને આ જે માર્ગ કહ્યો છે, તે સાધશે, તેના અલ્પ જન્મ જાણવા.
અહીં ‘જન્મ’ શબ્દ બહુવચનમાં વાપર્યાં છે, તે એટલું જ દર્શાવવાને કે ક્વચિત્ તે સાધન અધૂરાં રહ્યાં તેથી, અથવા જઘન્ય કે મધ્યમ પરિણામની ધારાથી આરાધન થયાં હાય, તેથી સર્વ કર્મ ક્ષય થઈ ન શકવાથી બીજો જન્મ થવાના સંભવ છે; પણ તે બહુ નહીં; બહુ જ અલ્પ. સમકિત આવ્યા પછી જો વમે નહીં, તો ઘણામાં ઘણા પંદર ભવ થાય', એમ જિને કહ્યું છે, અને ‘જે ઉત્કૃષ્ટપણે આરાધે તેના તે ભવે પણ મોક્ષ થાય'; અત્રે તે વાતને વિરાધ નથી. ૧૦૫
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org