________________
વર્ષ ૨૯ મું
૫૪૫ જે ચેતન કરતું નથી, નથી થતાં તે કર્મ
તેથી સહજ સ્વભાવ નહિ, તેમ જ નહિ ખૈવધર્મ. ૭૫ આત્મા જે કર્મ કરતો નથી, તે તે થતાં નથી, તેથી સહજ સ્વભાવે એટલે અનાયાસે તે થાય એમ કહેવું ઘટતું નથી, તેમ જ તે જીવને ધર્મ પણ નહીં, કેમકે સ્વભાવને નાશ થાય નહીં, અને આત્મા ન કરે તે કર્મ થાય નહીં, એટલે એ ભાવ ટળી શકે છે, માટે તે આત્માને સ્વાભાવિક ધર્મ નહીં. ૭૫
કેવળ હોત અસંગ જે, ભાસત તને ન કેમ?
અસંગ છે પરમાર્થથી, પણ નિજભાને તેમ. ૭૬ કેવળ જે અસંગ હોત, અર્થાત ક્યારે પણ તેને કર્મનું કરવાપણું ન હોત તે તને પિતાને તે આત્મા પ્રથમથી કેમ ન ભાસત? પરમાર્થથી તે આત્મા અસંગ છે, પણ તે તે જ્યારે સ્વરૂપનું ભાન થાય ત્યારે થાય. ૭૬
કર્તા ઈશ્વર કોઈ નહિ, ઈશ્વર શુદ્ધ સ્વભાવ;
અથવા પ્રેરક તે ગયે, ઈશ્વર દેષપ્રભાવ. ૭૭ જગતને અથવા જેનાં કર્મને ઈશ્વર કર્તા કઈ છે નહીં, શુદ્ધ આત્મસ્વભાવ જેનો થયે છે તે ઈશ્વર છે, અને તેને જે પ્રેરક એટલે કર્મકર્તા ગણીએ તે તેને દોષને પ્રભાવ થયે ગણુ જોઈએ; માટે ઈશ્વરની પ્રેરણું જીવન કર્મ કરવામાં પણ કહેવાય નહીં. ૭૭
હવે તમે અનાયાસથી તે કર્મો થતાં હોય, એમ કહ્યું તે વિચારીએ. અનાયાસ એટલે શું? આત્માએ નહીં ચિંતવેલું? અથવા આત્માનું કંઈ પણ કર્તુત્વ છતાં પ્રવર્તેલું નહીં? અથવા ઈશ્વરાદિ કઈ કર્મ વળગાડી દે તેથી થયેલું? અથવા પ્રકૃતિ પરાણે વળગે તેથી થયેલું? એવા મુખ્ય ચાર વિકલ્પથી અનાયાસકર્તાપણું વિચારવા ગ્ય છે. પ્રથમ વિક૯૫ આત્માએ નહીં ચિતવેલું એવે છે. જો તેમ થતું હોય તે તે કર્મનું ગ્રહવાપણું રહેતું જ નથી, અને જ્યાં ગ્રહવાપણું રહે નહીં ત્યાં કર્મનું હોવાપણું સંભવતું નથી, અને જીવ તે પ્રત્યક્ષ ચિંતવન કરે છે, અને ગ્રહણગ્રહણ કરે છે, એમ અનુભવ થાય છે.
જેમાં તે કઈ રીતે પ્રવર્તત જ નથી, તેવા ક્રોધાદિ ભાવ તેને સંપ્રાપ્ત થતા જ નથી; તેથી એમ જણાય છે કે નહીં ચિંતવેલાં અથવા આત્માથી નહીં પ્રવર્તેલાં એવાં કર્મોનું ગ્રહણ તેને થવા યેગ્ય નથી, એટલે એ બન્ને પ્રકારે અનાયાસ કર્મનું ગ્રહણ સિદ્ધ થતું નથી.
ત્રીજો પ્રકાર ઈશ્વરાદિ કોઈ કર્મ વળગાડી દે તેથી અનાયાસ કર્મનું ગ્રહણ થાય છે એમ કહીએ તે તે ઘટતું નથી. પ્રથમ તે ઈશ્વરનું સ્વરૂપ નિર્ધારવું ઘટે છે અને એ પ્રસંગ પણ વિશેષ સમજવા યોગ્ય છે; તથાપિ અત્રે ઈશ્વર કે વિષગુ આદિ કર્તાને કઈ રીતે સ્વીકાર કરી લઈએ છીએ, અને તે પર વિચાર કરીએ છીએ :–
જો ઈશ્વરાદિ કર્મના વળગાડનાર હોય તે તે જીવ નામને વચ્ચે કોઈ પણ પદાર્થ રહ્યો નહીં, કેમકે પ્રેરણાદિ ધર્મે કરીને તેનું અસ્તિત્વ સમજાતું હતું, તે પ્રેરણાદિ તે ઈશ્વરકૃત કર્યા, અથવા ઈશ્વરના ગુણુ ઠર્યા તે પછી બાકી જીવનું સ્વરૂપ શું રહ્યું કે તેને જીવ એટલે આત્મા કહીએ? એટલે કર્મ ઈશ્વરપ્રેરિત નહીં પણ આત્માનાં પિતાનાં જ કરેલાં હોવા ગ્ય છે.
તેમ ચેાથે વિકલ્પ પ્રકૃત્યાદિ પરાણે વળગવાથી કર્મ થતાં હોય? તે વિકલ્પ પણ યથાર્થ નથી. કેમકે પ્રકૃત્યાદિ જડ છે, તેને આત્મા ગ્રહણ ન કરે તે તે શી રીતે વળગવા યોગ્ય થાય? અથવા દ્રવ્યકર્મનું બીજું નામ પ્રકૃતિ છે; એટલે કર્મનું કર્તાપણું કર્મને જ કહેવા બરાબર થયું. તે તે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org