________________
૫૩૮
શ્રીમદ્ રાજચંદ્ર જ્યાં પ્રગટે સુવિચારણા, ત્યાં પ્રગટે નિજ જ્ઞાન,
જે જ્ઞાને ક્ષય મેહ થઈ, પામે પદ નિર્વાણ. ૪૧ જ્યાં સુવિચારદશા પ્રગટે ત્યાં આત્મજ્ઞાન ઉત્પન્ન થાય, અને તે જ્ઞાનથી મેહને ક્ષય કરી નિર્વાણપદને પામે. ૪૧
ઊપજે તે સુવિચારણા, મોક્ષમાર્ગ સમજાય;
ગુરુશિષ્યસંવાદથી, ભાખું ષપદ આંહી. ૪૨ જેથી તે સુવિચારદશા ઉત્પન્ન થાય, અને મોક્ષમાર્ગ સમજવામાં આવે તે છ પદરૂપે ગુરુશિષ્યના સંવાદથી કરીને અહીં કહું છું. ૪૨
ષપદનામકથન આત્મા છે, તે નિત્ય છે', કર્તા નિજકર્મ,
છે ભક્તા”, “વળાઁ “મેક્ષ છે, “મેક્ષ ઉપાય સુધર્મ'. ૪૩ આત્મા છે, તે આત્મા નિત્ય છે, તે આત્મા પિતાના કર્મને કર્તા છે, “તે કર્મને ભક્તા છે, “તેથી મેલ થાય છે, અને તે મેક્ષને ઉપાય એ સધર્મ છે. ૪૩
ષસ્થાનક સંક્ષેપમાં, ષટ્રદર્શન પણ તેહ
સમજાવા પરમાર્થને, કહ્યાં જ્ઞાનીએ એહ. ૪૪ એ છ સ્થાનક અથવા છ પદ અહીં સંક્ષેપમાં કહ્યાં છે, અને વિચાર કરવાથી ષટદર્શન પણ તે જ છે. પરમાર્થ સમજવાને માટે જ્ઞાની પુરુષે એ છ પદે કહ્યાં છે. ૪૪
શંકા-શિષ્ય ઉવાચ (આત્માના હેવાપણુરૂપ પ્રથમ સ્થાનકની શિષ્ય શંકા કહે છે :-)
નથી દૃષ્ટિમાં આવતે, નથી જણાતું રૂપ
બીજો પણ અનુભવ નહીં, તેથી ન જીવસ્વરૂપ. ૪૫ દ્રષ્ટિમાં આવતું નથી, તેમ જેનું કંઈ રૂપ જણાતું નથી, તેમ સ્પશદિ બીજા અનુભવથી પણ જણાવાપણું નથી, માટે જીવનું સ્વરૂપ નથી; અર્થાત્ જીવ નથી. ૪૫
અથવા દેહ જ આતમા, અથવા ઈન્દ્રિય પ્રાણ;
મિથ્યા જુદો માન, નહીં જુદું એંધાણ. ૪૬ અથવા દેહ છે તે જ આત્મા છે, અથવા ઈન્દ્રિયે છે તે આત્મા છે, અથવા શ્વાસોચ્છવાસ છે તે આત્મા છે, અર્થાત એ સૌ એકના એક દેહરૂપે છે, માટે આત્માને જુદે માનવે તે મિથ્યા છે, કેમકે તેનું કશું જુદું એંધાણ એટલે ચિહ્યું નથી. ૪૬
વળી જે આત્મા હોય તે, જણાય તે નહિ કેમ?
જણાય છે તે હોય તે, ઘટ પટ આદિ જેમ. ૪૭ અને જે આત્મા હોય તે તે જણાય શા માટે નહીં? જે ઘટ, પટ આદિ પદાર્થો છે તે જેમ જણાય છે, તેમ આત્મા હોય તે શા માટે ન જણાય? ૪૭
| માટે છે નહિ આતમા, મિથ્યા મેક્ષ ઉપાય;
એ અંતર શંકા તણે, સમજાવો સદુપાય. ૪૮ માટે આત્મા છે નહીં, અને આત્મા નથી એટલે તેના મોક્ષને અર્થે ઉપાય કરવા તે ફેકટ છે, એ મારા અંતરની શંકાને કંઈ પણ સદુપાય સમજાવે એટલે સમાધાન હેય તે કહે. ૪૮
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org