________________
૫૩૬
શ્રીમદ રાજચંદ્ર પ્રત્યક્ષ સદૂગુરુને કયારેક વેગ મળે તે દુરાગ્રહાદિક તેની વાણી સાંભળીને તેનાથી અવળી રીતે ચાલે, અર્થાત્ તે હિતકારી વાણીને ગ્રહણ કરે નહીં, અને પિતે ખરેખર દૃઢ મુમુક્ષુ છે એવું માન મુખ્યપણે મેળવવાને અર્થે અસદ્દગુરુ સમીપે જઈને પિતે તેના પ્રત્યે પિતાનું વિશેષ દૃઢપણું જણાવે. ૨૬
દેવાદિ ગતિ ભંગમાં, જે સમજે શ્રુતજ્ઞાન,
માને નિજ મત વેષને, આગ્રહ મુક્તિનિદાન. ૨૭ દેવ-નારકાદિ ગતિના “ભાંગા” આદિનાં સ્વરૂપ કોઈક વિશેષ પરમાર્થહેતુથી કહ્યાં છે, તે હેતુને જાણ નથી, અને તે ભંગજાળને શ્રુતજ્ઞાન જે સમજે છે, તથા પોતાના મતને, વેષને આગ્રહ રાખવામાં જ મુક્તિને હેતુ માને છે. ૨૭
લઠું સ્વરૂપ ન વૃત્તિનું, ગધુ વ્રત અભિમાન,
ગ્રહે નહીં પરમાર્થને, લેવા લૌકિક માન. ૨૮ વૃત્તિનું સ્વરૂપ શું? તે પણ તે જાણતા નથી, અને હું વ્રતધારી છું એવું અભિમાન ધારણ કર્યું છે. ક્વચિત્ પરમાર્થના ઉપદેશને વેગ બને તેપણ લેકમાં પિતાનું માન અને પૂજાસત્કારાદિ, જતાં રહેશે, અથવા તે માનાદિ પછી પ્રાપ્ત નહીં થાય એમ જાણીને તે પરમાર્થને ગ્રહણ કરે નહીં. ૨૮
અથવા નિશ્ચય નય ગ્રહે, માત્ર શબ્દની માંય,
લેપે સદ્વ્યવહારને, સાધન રહિત થાય. ૨૯ અથવા “સમયસાર” કે “ગવાસિષ્ઠ જેવા ગ્રંથે વાંચી તે માત્ર નિશ્ચયનયને ગ્રહણ કરે. કેવી રીતે ગ્રહણ કરે? માત્ર કહેવારૂપે અંતરંગમાં તથારૂપ ગુણની કશી સ્પર્શના નહીં, અને સદૂગુરુ, સશાસ્ત્ર તથા વૈરાગ્ય, વિવેકાદિ સાચા વ્યવહારને લપે, તેમ જ પે
તેમ જ પિતાને જ્ઞાની માની લઈને સાધનરહિત વર્તે. ૨૯
જ્ઞાનદશા પામે નહીં, સાધનદશા ન કાંઈ;
પામે તેને સંગ છે, તે બૂડે ભવ માંહી. ૩૦ તે જ્ઞાનદશ પામે નહીં, તેમ વૈરાગ્યાદિ સાધનદશા પણ તેને નથી, જેથી તેવા જીવને સંગ બીજા જે જીવને થાય તે પણ ભવસાગરમાં ડૂબે. ૩૦
એ પણ જીવ મતાર્થમાં, નિજમાનાદિ કાજ;
પામે નહિ પરમાર્થને, અનૂ-અધિકારીમાં જ. ૩૧ એ જીવ પણ મતાર્થમાં જ વર્તે છે, કેમકે ઉપર કહ્યા જીવ, તેને જેમ કુળધર્માદિથી મતાર્થતા છે, તેમ આને જ્ઞાની ગણાવવાના માનની ઈચ્છાથી પિતાના શુષ્કમતને આગ્રહ છે, માટે તે પણ પરમાર્થને પામે નહીં, અને અનઅધિકારી એટલે જેને વિષે જ્ઞાન પરિણામ પામવા ગ્ય નહીં એવા જીમાં તે પણ ગણાય. ૩૧
નહિ કષાય ઉપશાંતતા, નહિ અંતર વેરાગ્ય;
સરળપણું ન મધ્યસ્થતા, એ મતાથ દુભાંગ્ય. ૩૨ જેને ક્રોધ, માન, માયા, લેભરૂપ કષાય પાતળા પડ્યા નથી, તેમ જેને અંતરરાગ્ય ઉત્પન્ન થયે નથી, આત્મામાં ગુણ ગ્રહણ કરવારૂપ સરળપણું જેને રહ્યું નથી, તેમ સત્યાસત્ય તુલના કરવાને જેને અપક્ષપાતવૃષ્ટિ નથી, તે મતાથી જીવ દુર્ભાગ્ય એટલે જન્મ, જરા, મરણને છેદવાવાળા મેક્ષમાર્ગને પામવા યોગ્ય એવું તેનું ભાગ્ય ન સમજવું. ૩૨
લક્ષણ કહ્યાં મતાથનાં, મતાર્થ જાવા કાજ હવે કહું આત્માથનાં, આત્મ-અર્થ સુખસાજ, ૩૩.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org