________________
શ્રીમદ્ રાજચંદ્ર
વળી આખા માર્ગ જ્ઞાનીની આજ્ઞામાં સમાય છે એમ વારંવાર કહ્યું છે. ‘આચારાંગસૂત્ર’માં કહ્યું છે કે *→ (સુધર્માસ્વામી જંબુસ્વામીને ઉપદેશે છે, કે જગત આખાનું જેણે દર્શન કર્યું છે એવા મહાવીર ભગવાન તેણે અમને આમ કહ્યું છે. ) ગુરુને આધીન થઈ વર્તતા એવા અનંતા પુરુષ માર્ગ પામીને મોક્ષ પ્રાપ્ત થયા.
૫૩૨
‘ઉત્તરાધ્યયન”, ‘સૂયગડાંગાદિ'માં ઠામ ઠામ એ જ કહ્યું છે. (૯) આત્મજ્ઞાન સમદર્શિતા, વિચરે ઉદયપ્રયાગ; અપૂર્વ વાણી પરમશ્રુત, સદ્ગુરુ લક્ષણ યાગ્ય. ૧૦
આત્મજ્ઞાનને વિષે જેમની સ્થિતિ છે, એટલે પરભાવની ઇચ્છાથી જે રહિત થયા છે; તથા શત્રુ, મિત્ર, હર્ષ, શાક. નમસ્કાર, તિરસ્કારાદિ ભાવ પ્રત્યે જેને સમતા વર્તે છે; માત્ર પૂર્વે ઉત્પન્ન થયેલાં એવાં કર્માંના ઉદયને લીધે જેમની વિચરવા આદિ ક્રિયા છે; અજ્ઞાની કરતાં જેની વાણી પ્રત્યક્ષ જુદી પડે છે, અને ષટ્કર્શનના તાત્પર્યંને જાણે છે, તે સદ્ગુરુનાં ઉત્તમ લક્ષણા છે. ૧૦ સ્વરૂપસ્થિત ઇચ્છારહિત, વિચરે પૂર્વપ્રયાગ, અપૂર્વ વાણી, પરમશ્રુત, સદ્ગુરુલક્ષણ ચેગ્ય.
આત્મસ્વરૂપને વિષે જેની સ્થિતિ છે, વિષય અને માન પૂજાદિ ઇચ્છાથી રહિત છે, અને માત્ર પૂર્વે ઉત્પન્ન થયેલાં એવાં કર્મના પ્રયાગથી જે વિચરે છે; જેમની વાણી અપૂર્વ છે, અર્થાત્ નિજઅનુભવસહિત જેનેા ઉપદેશ હાવાથી અજ્ઞાનીની વાણી કરતાં પ્રત્યક્ષ જુદી પડે છે, અને પરમશ્રુત એટલે ષટ્કર્શનના યથાસ્થિત જાણુ હાય, એ સદ્ગુરુનાં ચેાગ્ય લક્ષણ છે.
અત્રે સ્વરૂપસ્થિત એવું પ્રથમ પદ કહ્યું તેથી જ્ઞાનદશા કહી. ઇચ્છારહિતપણું કહ્યું તેથી ચારિત્રદશા કહી. ઇચ્છારહિત હોય તે વિચરી કેમ શકે ? એવી આશંકા, પૂર્વપ્રયાગ એટલે પૂર્વનાં અંધાયેલાં પ્રારબ્ધથી વિચરે છે; વિચરવા આદિની બાકી જેને કામના નથી,’ એમ કહી નિવૃત્ત કરી. અપૂર્વ વાણી એમ કહેવાથી વચનાતિશયતા કહી, કેમકે તે વિના મુમુક્ષુને ઉપકાર ન થાય. પરમશ્રુત કહેવાથી ષટ્કર્શન અવિરુદ્ધ દશાએ જાણનાર કહ્યા, એટલે શ્રુતજ્ઞાનનું વિશેષપણું દર્શાવ્યું.
આશંકા :— વર્તમાનકાળમાં સ્વરૂપસ્થિત પુરુષ હાય નહીં, એટલે જે સ્વરૂપસ્થિત વિશેષણવાળા સદ્ગુરુ કહ્યા છે, તે આજે હાવા ચેાગ્ય નથી.
સમાધાન :- વર્તમાનકાળમાં કદાપિ એમ કહેલું હાય તા કહેવાય કે ‘કેવળભૂમિકાને વિષે એવી સ્થિતિ અસંભવિત છે, પણ આત્મજ્ઞાન જ ન થાય એમ કહેવાય નહીં; અને આત્મજ્ઞાન તે સ્વરૂપસ્થિતિ છે.
આશંકા :— આત્મજ્ઞાન થાય તે વર્તમાનકાળમાં મુક્તિ થવી જોઈએ અને જિનાગમમાં ના
કહી છે.
સમાધાન :— એ વચન કદાપિ એકાંતે એમ જ છે એમ ગણીએ, તેાપણુ તેથી એકાવતારીપણાના નિષેધ થતા નથી, અને એકાવતારીપણું આત્મજ્ઞાન વિના પ્રાપ્ત થાય નહીં.
આશંકા :- ત્યાગ વૈરાગ્યાદિના ઉત્કૃષ્ટપણાથી તેને એકાવતારીપણું કહ્યું હશે.
સમાધાન :— પરમાર્થથી ઉત્કૃષ્ટ ત્યાગવૈરાગ્ય વિના એકાવતારીપણું થાય જ નહીં, એવા સિદ્ધાંત છે; અને વર્તમાનમાં પણ ચેાથા, પાંચમા અને છઠ્ઠા ગુણસ્થાનકના કશે। નિષેધ છે નહીં અને ચેાથે ગુરુસ્થાનકેથી જ આત્મજ્ઞાનના સંભવ થાય છે; પાંચમે વિશેષ સ્વરૂપસ્થિતિ થાય છે, છઠ્ઠું ઘણા અંશે સ્વરૂપસ્થિતિ થાય છે, પૂર્વપ્રેરિત પ્રમાદના ઉદયથી માત્ર કંઈક પ્રમાદદશા આવી જાય છે. પણ ૧. જુઆ આંક ૮૩૭,
તે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org