________________
પર૮
શ્રીમદ્ રાજચંદ્ર માનાદિ કામનાએ આત્મજ્ઞાની કહેવરાવું છું,’ એમ જે સમજવામાં આવતું નથી તે સમજે, અને વૈરાગ્યાદિ સાધને પ્રથમ તે આત્મામાં ઉત્પન્ન કરે કે જેથી આત્મજ્ઞાનની સન્મુખતા થાય. (૬)
- ત્યાગ વિરાગ ન ચિત્તમાં, થાય ન તેને જ્ઞાન
અટકે ત્યાગ વિરાગમાં, તે ભૂલે નિજભાન. ૭ જેના ચિત્તમાં ત્યાગ અને વૈરાગ્યાદિ સાધને ઉત્પન્ન થયાં ન હોય તેને જ્ઞાન ન થાય અને જે ત્યાગ વિરાગમાં જ અટકી રહી, આત્મજ્ઞાનની આકાંક્ષા ન રાખે, તે પિતાનું ભાન ભૂલે, અર્થાત્ અજ્ઞાનપૂર્વક ત્યાગરાગ્યાદિ હોવાથી તે પૂજાસત્કારાદિથી પરાભવ પામે, અને આત્માર્થ ચૂકી જાય. ૭
જેના અંતઃકરણમાં ત્યાગવૈરાગ્યાદિ ગુણે ઉત્પન્ન થયા નથી એવા જીવને આત્મજ્ઞાન ન થાય. કેમકે મલિન અંતઃકરણરૂપ દર્પણમાં આત્મપદેશનું પ્રતિબિંબ પડવું ઘટતું નથી. તેમ જ માત્ર ત્યાગવૈરાગ્યમાં રાચીને કૃતાર્થતા માને તે પણ પિતાના આત્માનું ભાન ભૂલે. અર્થાત્ આત્મજ્ઞાન નહીં હવાથી અજ્ઞાનનું સહચારીપણું છે, જેથી તે ત્યાગરાગ્યાદિનું માન ઉત્પન્ન કરવા અર્થે અને માનાર્થે સર્વ સંયમાદિ પ્રવૃત્તિ થઈ જાય; જેથી સંસારને ઉચ્છેદ ન થાય, માત્ર ત્યાં જ અટકવું થાય. અર્થાત્ તે આત્મજ્ઞાનને પામે નહીં. એમ ક્રિયાજડને સાધન-ક્રિયા અને તે સાધનનું જેથી સફળપણું થાય છે એવા આત્મજ્ઞાનને ઉપદેશ કર્યો અને શુષ્કજ્ઞાનીને ત્યાગ વૈરાગાદિ સાધનને ઉપદેશ કરી વાચા જ્ઞાનમાં કલ્યાણ નથી એમ પ્રે. (૭)
જ્યાં જ્યાં જે જે ગ્ય છે, તહાં સમજવું તે;
ત્યાં ત્યાં તે તે આચરે, આત્માથી જન એહ. ૮ જ્યાં જ્યાં જે જે યોગ્ય છે, ત્યાં ત્યાં તે તે સમજે, અને ત્યાં ત્યાં તે તે આચરે એ આત્માથી પુરુષનાં લક્ષણ છે. ૮ .
* જે જે ઠેકાણે જે જે એગ્ય છે એટલે જ્યાં ત્યાગવૈરાગ્યાદિ ચગ્ય હોય ત્યાં ત્યાગરાગ્યાદિ સમજે, જ્યાં આત્મજ્ઞાન મેગ્ય હોય ત્યાં આત્મજ્ઞાન સમજે, એમ જે જ્યાં જોઈએ તે ત્યાં સમજવું અને ત્ય તે તે પ્રમાણે પ્રવર્તવું, એ આત્માથી જીવનું લક્ષણ છે. અર્થાત મતાથી હોય કે માનાથી હોય તે ગ્ય માર્ગને ગ્રહણ ન કરે. અથવા ક્રિયામાં જ જેને દુરાગ્રહ થયે છે, અથવા શુષ્કજ્ઞાનના જ અભિમાનમાં જેણે જ્ઞાનીપણું માની લીધું છે, તે ત્યાગરાગ્યાદિ સાધનને અથવા આત્મજ્ઞાનને ગ્રહણ ન કરી શકે.
જે આત્માર્થી હોય તે જ્યાં જ્યાં જે જે કરવું ઘટે છે તે તે કરે અને જ્યાં જ્યાં જે જે સમજવું ઘટે છે તે તે સમજે; અથવા જ્યાં જ્યાં જે સમજવું ઘટે છે તે તે સમજે અને જ્યાં જે જે આચરવું ઘટે છે તે તે આચરે, તે આત્માથી કહેવાય.
અત્રે “સમજવું” અને “આચરવું” એ બે સામાન્ય પદે છે. પણ વિભાગ પદે કહેવા આશય એ પણ છે કે જે જે જ્યાં સમજવું ઘટે તે તે ત્યાં સમજવાની કામના જેને છે અને જે જે જ્યાં આચરવું ઘટે તે તે ત્યાં આચરવાની જેને કામના છે તે પણ આત્માથી કહેવાય. (૮)
સેવે સગુરુચરણને, ત્યાગી દઈ નિજાક્ષ
પામે તે પરમાર્થને, નિજપદને લે લક્ષ. ૯ પિતાના પક્ષને છેડી દઈ, જે સદ્ગુરુના ચરણને સેવે તે પરમાર્થને પામે, અને આત્મસ્વરૂપને લક્ષ તેને થાય. ૯
ઘણાને ક્રિયાજડત્વ વર્તે છે, અને ઘણાને શુષ્કજ્ઞાનીપણું વર્તે છે તેનું શું કારણ હોવું જોઈએ? એવી આશંકા કરી તેનું સમાધાન :- સદ્દગુરુના ચરણને જે પિતાને પક્ષ એટલે મત છેડી દઈ સેવે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org