________________
. પ૪
શ્રીમદ્ રાજચંદ્ર પ્રથમ ગણપતિ આદિની સ્તુતિ કરી છે તેથી, તેમ જ પાછળ જગતના પદાર્થોને આત્મારૂપ વર્ણવીને ઉપદેશ કર્યો છે તેથી, તેમ જ તેમાં વેદાંતનું મુખ્યપણું વર્ણવ્યું છે તે વગેરેથી કંઈ પણ ભય ન પામતાં, અથવા વિક૯૫ નહીં પામતાં, આત્માર્થ વિના ગ્રંથકર્તાના વિચારોનું અવગાહન કરવા યોગ્ય છે. આત્માર્થ વિચારવામાં તેથી ક્રમે કરીને સુલભતા થાય છે.
શ્રી દેવકરણજીને વ્યાખ્યાન કરવાનું રહે છે, તેથી અહંભાવાદિનો ભય રહે છે, તે સંભવિત છે.
જેણે જેણે સદ્ગુરુને વિષે તથા તેમની દશાને વિષે વિશેષપણું દીઠું છે, તેને તેને ઘણું કરીને અહંભાવ તથારૂપ પ્રસંગ જેવા પ્રસંગમાં ઉદય થતું નથી અથવા તરત સમાય છે. તે અહંભાવને જે આગળથી ઝેર જે પ્રતીત કર્યો હોય, તે પૂર્વાપર તેનો સંભવ ઓછો થાય. કંઈક અંતરમાં ચાતુર્યાદિ ભાવે મીઠાશ સૂક્ષ્મપરિણતિએ પણ રાખી હોય, તે તે પૂર્વાપર વિશેષતા પામે છે, પણ ઝેર જ છે, નિશ્ચય ઝેર જ છે, પ્રગટ કાળકૂટ ઝેર છે, એમાં કઈ રીતે સંશય નથી; અને સંશય થાય, તે તે સંશય માનવ નથી; તે સંશયને અજ્ઞાન જ જાણવું છે, એવી તીવ્ર ખારાશ કરી મૂકી હોય, તે તે અહંભાવ ઘણું કરી બળ કરી શકતા નથી. વખતે તે અહંભાવને રોકવાથી નિરહંભાવતા થઈ તેને પાછો અહંભાવ થઈ આવવાનું બને છે, તે પણ આગળ ઝેર, ઝેર અને ઝેર માની રાખી વર્તાયું હોય તે આત્માર્થને બાધ ન થાય.
તમ સર્વ મુમુક્ષુઓને નમસ્કાર યથાવિધિ પ્રાપ્ત થાય.
૭૧૭ શ્રી આણંદ, આસો સુદ ૩, શુક્ર, ૧ર આત્માથી ભાઈ શ્રી મેહનલાલ પ્રત્યે, ડરબન
- તમારે લખેલે કાગળ મળ્યું હતું. આ કાગળથી ટૂંકામાં ઉત્તર લખે છે. નાતાલમાં સ્થિતિ કરવાથી તમારી કેટલીક સવૃત્તિઓ વિશેષતા પામી છે, એમ પ્રતીતિ થાય છે, પણ તમારી તેમ વર્તવાની ઉત્કૃષ્ટ ઈચ્છા તેમાં હેતુભૂત છે. રાજકોટ કરતાં નાતાલ કેટલીક રીતે તમારી વૃત્તિને ઉપકાર કરી શકે એવું ક્ષેત્ર ખરું, એમ માનવામાં હાનિ નથી, કેમકે તમારી સરળતા સાચવવામાં અંગત વિઘને ભય રહી શકે એવા પ્રપંચમાં અનુસરવાનું દબાણ નાતાલમાં ઘણું કરીને નહીં, પણ જેની સદ્દવૃત્તિઓ વિશેષ બળવાન ન હોય અથવા નિર્બળ હોય, અને તેને ઇગ્લેંડાદિ દેશમાં સ્વતંત્રપણે રહેવાનું હોય, તે અભક્ષ્યાદિ વિષેમાં તે દોષિત થાય એમ લાગે છે. જેમ તમને નાતાલક્ષેત્રમાં પ્રપંચને વિશેષ યોગ નહીં હોવાથી તમારી સવૃત્તિઓ વિશેષતા પામી, તેમ રાજકેટ જેવામાં કઠણ પડે એ યથાર્થ છે; પણ કઈ સારા આર્યક્ષેત્રમાં સત્સંગાદિ યાગમાં તમારી વૃત્તિઓ નાતાલ કરતાં પણ વિશેષતા પામત એમ સંભવે છે. તમારી વૃત્તિઓ જોતાં તમને નાતાલ અનાર્યક્ષેત્રરૂપે અસર કરે એવું મારી માન્યતામાં ઘણું કરીને નથી; પણ સત્સંગાદિ વેગની ઘણું કરીને પ્રાપ્તિ ન થાય તેથી કેટલુંક આત્મનિરાકરણ ન થાય તે રૂપ હાનિ માનવી કંઈક વિશેષ ચૅગ્ય લાગે છે.
અત્રેથી “આર્ય આચારવિચાર” સાચવવા સંબંધી લખ્યું હતું તે આવા ભાવાર્થમાં લખ્યું હતું – આર્ય આચાર એટલે મુખ્ય કરીને દયા, સત્ય, ક્ષમાદિ ગુણનું આચરવું તે; અને “આર્ય વિચાર” એટલે મુખ્ય કરીને આત્માનું અસ્તિત્વ, નિત્યત્વ, વર્તમાનકાળ સુધીમાં તે સ્વરૂપનું અજ્ઞાન, તથા તે અજ્ઞાન અને અભાનનાં કારણો, તે કારણેની નિવૃત્તિ, અને તેમ થઈ અવ્યાબાધ આનંદસ્વરૂપ અભાન એવા નિજ પદને વિષે સ્વાભાવિક સ્થિતિ થવી તે. એમ સંક્ષેપે મુખ્ય અર્થથી તે શબ્દો લખ્યા છે.
૧. મહાત્મા ગાંધીજી
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org