________________
પરર
શ્રીમદ્ રાજચંદ્ર
પામવી સંભવિત દેખાય છે? ક્રી જાણે વર્ધમાનસ્વામીના વખત જેવા વર્તમાનકાળના ચેાગાદિ અનુસાર તે ધર્મ ઉદય પામે એવું દીર્ઘદૃષ્ટિથી સંભવે છે ? અને સંભવતું હેાય તે તે શાં શાં કારણુથી ? જૈનસૂત્ર હાલ વર્તમાનમાં છે, તેમાં તે દર્શનનું સ્વરૂપ ઘણું અધૂરું રહેલું જોવામાં આવે છે, તે વિરાધ શાથી ટળે ?
તે દર્શનની પરંપરામાં એમ કહ્યું છે કે વર્તમાનકાળમાં કેવળજ્ઞાન ન હેાય, અને કેવળજ્ઞાનના વિષય લેાકાલેાકને દ્રવ્યગુણુપર્યાયસહિત સર્વ કાળપરત્વે જાણવાને માન્યા છે તે યથાર્થ દેખાય છે? અથવા તે માટે વિચારતાં કંઈ નિર્ણય આવી શકે છે કે કેમ? તેની વ્યાખ્યા કંઈ ફેર દેખાય છે કે કેમ ? અને મૂળ વ્યાખ્યા પ્રમાણે કંઈ બીજો અર્થ થતા હાય તે તે અર્થાનુસાર વર્તમાનમાં કેવળજ્ઞાન ઊપજે કે કેમ ? અને તે ઉપદેશી શકાય કે કેમ ? તેમજ ખીજાં જ્ઞાનાની વ્યાખ્યા કહી છે તે પણ કંઈ ફેરવાળી લાગે છે કે કેમ ? અને તે શાં કારણેાથી ?
દ્રવ્ય ધર્માસ્તિકાય, અધર્માસ્તિકાય; આત્મા મધ્યમ અવગાહી, સંકોચવિકાસનું ભાજન; મહાવિદેહાર્દિ ક્ષેત્રની વ્યાખ્યા; તે કંઈ અપૂર્વ રીતે કે કહેલી રીતે ઘણા જ ખળવાન પ્રમાણસહિત સિદ્ધ થવા યેાગ્ય દેખાય છે કે કેમ ?
ગચ્છના મતમતાંતર ઘણી જ નજીવી નજીવી બાબતમાં બળવાન આગ્રહી થઈ જુદી જુદી રીતે દર્શનમેહનીયના હેતુ થઇ પડ્યા છે, તે સમાધાન કરવું બહુ વિકટ છે. કેમકે તે લોકોની મતિ વિશેષ આવરણને પામ્યા વિના એટલા અલ્પ કારણમાં બળવાન આગ્રહ ન હેાય.
અવિરતિ, દેશિવરતિ, સર્વવિરતિ એમાંના કયા આશ્રમવાળા પુરુષથી વિશેષ ઉન્નતિ થઈ શકવાને સંભવ રહે છે ? સર્વવિરતિ કેટલાંક કારણામાં પ્રતિબંધને લીધે પ્રવર્તી શકે નહીં; દેશિવરિત અને અવિરતિની તથારૂપ પ્રતીતિ થવી મુશ્કેલ અને વળી જૈનમાર્ગમાં પણ તે રીતના સમાવેશ આ છે. આ વિકલ્પ અમને શા માટે ઊઠે છે? અને તે શમાવી દેવાનું ચિત્ત છે તે શમાવી દઇએ ? [ અપૂર્ણ ]
સં. ૧૯૫૨
૭૧૪
ૐ જિનાય નમ:
ભગવાન જિને કહેલા લોકસંસ્થાનાદિ ભાવ આધ્યાત્મિક દૃષ્ટિથી સિદ્ધ થવા યાગ્ય છે. ચક્રવર્ત્યાદિનું સ્વરૂપ પણ આધ્યાત્મિક દ્રષ્ટિથી સમજાય એવું છે. મનુષ્ય-ઊઁચત્વ પ્રમાણુાતિમાં પણ તેવા સંભવ છે. કાળ પ્રમાણાદિ પણ તે જ રીતે ઘટ્યમાન છે. નિગેાદાદિ પણ તે જ રીતે ઘટ્યમાન થવા ચૈાગ્ય છે. સિદ્ધસ્વરૂપ પણ એ જ ભાવથી નિર્દિધ્યાસન થવા યેાગ્ય છે. -સંપ્રાપ્ત થવા યાગ્ય જણાય છે.
આધ્યાત્મિક છે.
અનેકાંત શબ્દના અર્થ
સર્વજ્ઞ શબ્દ સમજાવા બહુ ગૂઢ છે. ધર્મકથારૂપ ચરિત્રો આધ્યાત્મિક પરિભાષાથી અલંકૃત લાગે છે. જંબુદ્રીપાદિનું વર્ણન પણ અધ્યાત્મ પરિભાષાથી નિરૂપિત કર્યું લાગે છે, અલૈંદ્રિય જ્ઞાનના ભગવાન જિને એ ભેદ પાડ્યા છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org