________________
વર્ષ ર૦ મું
૫૨૧ જૈનદર્શનના સહજ પ્રકારોતરથી બે ભેદ છે, દિગંબર અને શ્વેતાંબર. પાંચે આસ્તિક દર્શનને જગત અનાદિ અભિમત છે. બૌદ્ધ, સાંખ્ય, જૈન અને પૂર્વમીમાંસાને અભિપ્રાયે સૃષ્ટિકર્તા એ કઈ ઈશ્વર નથી.
નૈયાયિકને અભિપ્રાયે તટસ્થપણે ઈશ્વર કર્તા છે. વેદાંતને અભિપ્રાય આત્માને વિષે જગત વિવર્તરૂપ એટલે કલ્પિતપણે ભાસે છે અને તે રીતે ઈશ્વર કલ્પિતપણે કર્તા સ્વીકાર્યો છે.
ગને અભિપ્રાયે નિયંતાપણે ઈશ્વર પુરુષ વિશેષ છે.
બૌદ્ધને અભિપ્રાય ત્રિકાળ અને વસ્તુસ્વરૂપ આત્મા નથી, ક્ષણિક છે. શૂન્યવાદી બૌદ્ધને અભિપ્રાયે વિજ્ઞાનમાત્ર છે; અને વિજ્ઞાનવાદી બૌદ્ધને અભિપ્રાયે દુખાદિ તત્વ છે. તેમાં વિજ્ઞાન સ્કંધ ક્ષણિકપણે આત્મા છે.
નૈયાયિકને અભિપ્રાયે સર્વવ્યાપક એવા અસંખ્ય જીવ છે. ઈશ્વર પણ સર્વવ્યાપક છે. આત્માદિને મનના સાન્નિધ્યથી જ્ઞાન ઊપજે છે.
સાંખ્યને અભિપ્રાયે સર્વવ્યાપક એવા અસંખ્ય આત્મા છે. તે નિત્ય, અપરિણામી અને ચિન્માત્ર સ્વરૂપ છે.
જૈનને અભિપ્રાયે અનંત દ્રવ્ય આત્મા છે, પ્રત્યેક જુદા છે. જ્ઞાનદર્શનાદિ ચેતના સ્વરૂપ, નિત્ય, અને પરિણામી પ્રત્યેક આત્મા અસંખ્યાતપ્રદેશી સ્વશરીરવગાહવતી માન્ય છે.
પૂર્વમીમાંસાને અભિપ્રાયે જીવ અસંખ્ય છે, ચેતન છે. ઉત્તરમીમાંસાને અભિપ્રાયે એક જ આત્મા સર્વવ્યાપક અને સચ્ચિદાનંદમય ત્રિકાળાબાધ્ય છે.
૭૧૨ આણંદ, ભા. વદ ૧૨, રવિ, ૧૯૫૨ કાગળ મળે છે. “મનુષ્યાદિ પ્રાણુની વૃદ્ધિ સંબંધે તમે જે પ્રશ્ન લખેલ તે પ્રશ્ન જ કારણથી લખાયું હતું, તેવું કારણ તે પ્રશ્ન મળેલ તેવામાં સંભવ્યું હતું. એવાં પ્રશ્નથી આત્માર્થ સિદ્ધ થત નથી, અથવા વૃથા કાળક્ષેપ જેવું થાય છે, તેથી આત્માર્થ પ્રત્યે લક્ષ થવા તમને, તેવાં પ્રશ્ન પ્રત્યે કે તેવા પ્રસંગે પ્રત્યે તમારે ઉદાસીન રહેવું એગ્ય છે, એમ જણાવ્યું હતું તેમ તેવા પ્રશ્નના ઉત્તર લખવા જેવી અત્રે વર્તમાન દશા ઘણું કરી વર્તતી નથી, એમ જણાવ્યું હતું. અનિયમિત અને અલ્પ આયુષ્યવાળા આ દેહે આત્માર્થને લક્ષ સૌથી પ્રથમ કર્તવ્ય છે.
૭૧૩
આણંદ, આશ્વિન, ૧૯૫૨
આસ્તિક એવાં મૂળ પાંચ દર્શન આત્માનું નિરૂપણ કરે છે, તેમાં ભેદ જોવામાં આવે છે, તેનું સમાધાન :--
દિન પ્રતિદિન જૈનદર્શન ક્ષીણ થતું જોવામાં આવે છે, અને વર્ધમાનસ્વામી થયા પછી ડાંએક વર્ષમાં તેમાં નાના પ્રકારના ભેદ થયા દેખાય છે તે આદિનાં શાં કારણ?
હરિભદ્રાદિ આચાર્યોએ નવીન યોજનાની પિઠે શ્રુતજ્ઞાનની ઉન્નતિ કરી દેખાય છે, પણ લેકસમુદાયમાં જૈનમાર્ગ વધારે પ્રચાર પામ્ય દેખાતું નથી, અથવા તથારૂપ અતિશય સંપન્ન ધર્મ પ્રવર્તક પુરુષનું તે માર્ગમાં ઉત્પન્ન થવું ઓછું દેખાય છે તેનાં શાં કારણે ?
હવે વર્તમાનમાં તે માર્ગની ઉન્નતિ થવી સંભવે છે કે કેમ? અને થાય તે શી શી રીતે થવી સંભવિત દેખાય છે, અર્થાત્ તે વાત કયાંથી જન્મ પામી કેવી રીતે, કેવા દ્વારે, કેવી સ્થિતિમાં પ્રચાર
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org