________________
પર૦
શ્રીમદ્ રાજચંદ્ર સર્વથા સ્વભાવપરિણામ તે મોક્ષ છે. સદ્દગુરુ, સત્સંગ, સશાસ્ત્ર, સવિચાર અને સંયમાદિ તેનાં સાધન છે. આત્માના અસ્તિત્વથી માંડી નિર્વાણ સુધીનાં પદ સાચાં છે, અત્યંત સાચાં છે, કેમકે પ્રગટ
અનુભવમાં આવે છે. બ્રાંતિપણે આત્મા પરભાવને કર્તા હોવાથી શુભાશુભ કર્મની ઉત્પત્તિ થાય છે. કર્મ સફળ હોવાથી તે શુભાશુભ કર્મ આત્મા ભેગવે છે. ઉત્કૃષ્ટ શુભથી ઉત્કૃષ્ટ અશુભ સુધીના સર્વ ન્યૂનાધિક પર્યાય ભેગવવારૂપ ક્ષેત્ર અવશ્ય છે. નિજ સ્વભાવ જ્ઞાનમાં કેવળ ઉપગે, તન્મયાકાર, સહજ સ્વભાવે, નિવિકલ્પપણે આત્મા
પરિણમે તે કેવળજ્ઞાન છે. તથારૂપ પ્રતીતિપણે પરિણમે તે સમ્યકત્વ છે. નિરંતર તે પ્રતીતિ વત્ય કરે તે ક્ષાયિક સમ્યક્ત્વ કહીએ છીએ. ક્વચિત્ મંદ, ક્વચિત્ તીવ્ર, ક્વચિત્ વિસર્જન, ક્વચિત્ સ્મરણરૂપ એમ પ્રતીતિ રહે તેને
ક્ષપશમ સમ્યક્ત્વ કહીએ છીએ. તે પ્રતીતિને સત્તાગત આવરણ ઉદય આવ્યાં નથી, ત્યાં સુધી ઉપશમ સમ્યક્ત્વ કહીએ છીએ. આત્માને આવરણ ઉદય આવે ત્યારે તે પ્રતીતિથી પડી જાય તેને સાસ્વાદન સમ્યકત્વ
કહીએ છીએ. અત્યંત પ્રતીતિ થવાના યેગમાં સત્તાગત અલ્પ પુદ્ગલનું વેદવું જ્યાં રહ્યું છે તેને વેદક
સમ્યકત્વ કહીએ છીએ. તથારૂપ પ્રતીતિ થયે અન્યભાવ સંબંધી અહંમમત્વાદિ, હર્ષ, શેક કમે કરી ક્ષય થાય. મનરૂપ ગમાં તારતમ્યસહિત જે કઈ ચારિત્ર આરાધે તે સિદ્ધિ પામે છે. અને જે સ્વરૂપ
સ્થિરતા ભજે તે સ્વભાવસ્થિતિ પામે છે. નિરંતર સ્વરૂપલાભ, સ્વરૂપાકાર ઉપયોગનું પરિણમન એ આદિ સ્વભાવ અંતરાય કર્મના
ક્ષયે પ્રગટે છે. કેવળ સ્વભાવપરિણામી જ્ઞાન તે કેવળજ્ઞાન છે . કેવળજ્ઞાન છે.
૭૧૧
રાળજ, ભાદ્રપદ, ૧૯૫૨ બૌદ્ધ, નૈયાયિક, સાંખ્ય, જૈન અને મીમાંસા એ પાંચ આસ્તિક દર્શને એટલે બંધક્ષાદિ ભાવને સ્વીકારનારાં દર્શને છે. નૈયાયિકના અભિપ્રાય જે જ વૈશેષિકને અભિપ્રાય છે, સાંખ્ય જેવો જ વેગને અભિપ્રાય છે, સહજ ભેદ છે તેથી તે દર્શન જુદાં ગળ્યાં નથી. પૂર્વ અને ઉત્તર એમ મીમાંસાદર્શનના બે ભેદ છે; પૂર્વમીમાંસા અને ઉત્તરમીમાંસામાં વિચારને ભેદ વિશેષ છે; તથાપિ મીમાંસા શબ્દથી બેયને ઓળખાણ થાય છે; તેથી અત્રે તે શબ્દથી બેય સમજવાં. પૂર્વમીમાંસાનું જૈમિની અને ઉત્તરમીમાંસાનું “વેદાંત” એમ નામ પણ પ્રસિદ્ધ છે. ને બૌદ્ધ અને જૈન સિવાયનાં બાકીનાં દર્શને વેદને મુખ્ય રાખી પ્રવર્તે છે; માટે વેદાશ્રિત દર્શન છે, અને વેદાર્થ પ્રકાશી પિતાનું દર્શન સ્થાપવાનો પ્રયત્ન કરે છે. બૌદ્ધ અને જૈન વેદાશ્રિત નથી, સ્વતંત્ર દર્શન છે.
આત્માદિ પદાર્થને નહીં સ્વીકારતું એવું ચાર્વાક નામે છઠું દર્શન છે.
બૌદ્ધ દર્શનના મુખ્ય ચાર ભેદ છે :- ૧. સૌત્રાંતિક, ૨. માધ્યમિક, ૩. શૂન્યવાદી અને ૪. વિજ્ઞાનવાદી. તે જુદે જુદે પ્રકારે ભાવની વ્યવસ્થા માને છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org