________________
વર્ષ ર૦ મું
૫૧૦ છૂટી જાય તેવી દ્રઢ કલ્પના હોય તે પણ, માર્ગ ઉપદેશ નહીં, એમ આત્મનિશ્ચય નિત્ય વર્તે છે. એક એ બળવાન કારણથી પરિગ્રહાદિ ત્યાગ કરવાનું વિચારી રહ્યા કરે છે. મારા મનમાં એમ રહે છે કે વેદોક્ત ધર્મ પ્રકાશ અથવા સ્થાપ હોય તે મારી દશા યથાયોગ્ય છે. પણ જિનેક્ત ધર્મ સ્થાપ હોય તે હજુ તેટલી યેગ્યતા નથી, તે પણ વિશેષ યોગ્યતા છે, એમ લાગે છે.
૭૦૯
રાળજ, ભાદરવા, ૧૯૫૨ ૧. હે નાથ ! કાં ધર્મોન્નતિ કરવારૂપ ઇચ્છા સહજપણે સમાવેશ પામે તેમ થાઓ; કાં તે તે ઈચ્છા અવશ્ય કાર્યરૂપ થાઓ. અવશ્ય કાર્યરૂપ થવી બહુ દુષ્કર દેખાય છે. કેમકે અલ્પ અલ્પ વાતમાં મતભેદ બહુ છે, અને તેનાં મૂળ ઘણાં ઊંડાં ગયેલાં છે. મૂળમાર્ગથી લેકે લાખે ગાઉ દૂર છે એટલું જ નહીં પણ મૂળમાર્ગની જિજ્ઞાસા તેમને ઉત્પન્ન કરાવવી હોય, તેપણુ ઘણું કાળને પરિચય થયે પણ થવી કઠણ પડે એવી તેમની દુરાગ્રહાદિથી જડપ્રધાન દશ વર્તે છે. ૨. ઉન્નતિનાં સાધનોની સ્મૃતિ કરું છું –
બધબીજનું સ્વરૂપનિરૂપણ મૂળમાર્ગ પ્રમાણે ઠામ ઠામ થાય. ઠામ ઠામ મતભેદથી કંઈ જ કલ્યાણ નથી એ વાત ફેલાય. પ્રત્યક્ષ સદગુરુની આજ્ઞાએ ધર્મ છે એમ વાત લક્ષમાં આવે. દ્રવ્યાનુયેગ,-આત્મવિદ્યાપ્રકાશ થાય. ત્યાગ વૈરાગ્યના વિશેષપણાથી સાધુઓ વિચરે. નવતત્ત્વપ્રકાશ. સાધુધર્મપ્રકાશ. શ્રાવકધર્મપ્રકાશ. વિચાર, ઘણ જેને પ્રાપ્તિ.
૭૧૦ વડવા, ભાદરવા સુદ ૧૫, સેમ, ૧૯૫૨ આત્મા
आत्मा સચ્ચિદાનંદ
सच्चिदानंद જ્ઞાનાપેક્ષાએ સર્વવ્યાપક, સચ્ચિદાનંદ એ હું આત્મા એક છું એમ વિચારવું, ધ્યાવવું. નિર્મળ, અત્યંત નિર્મળ, પરમ શુદ્ધ, ચૈતન્યઘન, પ્રગટ આત્મસ્વરૂપ છે. સર્વને બાદ કરતાં કરતાં જે અબાધ્ય અનુભવ રહે છે તે આત્મા છે. જે સર્વને જાણે છે તે આત્મા છે. જે સર્વ ભાવને પ્રકાશે છે તે આત્મા છે. ઉપગમય આત્મા છે. અવ્યાબાધ સમાધિસ્વરૂપ આત્મા છે. આત્મા છે. આત્મા અત્યંત પ્રગટ છે, કેમકે સ્વસંવેદન પ્રગટ અનુભવમાં છે. તે આત્મા નિત્ય છે, અનુત્પન્ન અને અમિલન સ્વરૂપ હોવાથી. ભ્રાંતિપણે પરભાવને કર્તા છે. તેને ફળને ભેક્તા છે. ભાન થયે સ્વભાવપરિણામી છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org