________________
૫૧૮
શ્રીમદ્ રાજચંદ્ર એમ આવ્યા કરે છે કે જે તે માર્ગ વધારે પ્રચાર પામે છે તેમ કરવું, નહીં તે તેમાં વર્તતી પ્રજાને મૂળલક્ષપણે દોરવી. આ કામ ઘણું વિકટ છે. વળી જૈનમાર્ગ પિતે જ સમજ તથા સમજાવે કઠણ છે. સમજાવતાં આડાં કારણે આવીને ઘણું ઊભાં રહે, તેવી સ્થિતિ છે. એટલે તેવી પ્રવૃત્તિ કરતાં ડર લાગે છે. તેની સાથે એમ પણ રહે છે કે જે આ કાર્ય આ કાળમાં અમારાથી કંઈ પણ બને તે બની શકે નહીં તે હાલ તે મૂળમાર્ગ સન્મુખ થવા માટે બીજાનું પ્રયત્ન કામ આવે તેવું દેખાતું નથી. ઘણું કરીને મળમાર્ગ બીજાના લક્ષમાં નથી, તેમ તે હેત દ્રષ્ટાંત ઉપદેશવામાં પરમશ્રત આદિ ગુણો જોઈએ છે, તેમ જ અંતરંગ કેટલાક ગુણો જોઈએ છે, તે અત્ર છે એવું દૃઢ ભાસે છે.
એ રીતે જે મૂળમાર્ગ પ્રગટતામાં આપ્યું હોય તે પ્રગટ કરનારે સર્વસંગપરિત્યાગ કરવો યેગ્ય; કેમકે તેથી ખરેખર સમર્થ ઉપકાર થવાને વખત આવે. વર્તમાન દશા જોતાં, સત્તાનાં કર્મો પર દ્રષ્ટિ દેતાં કેટલાક વખત પછી તે ઉદયમાં આવે સંભવે છે. અમને સહજસ્વરૂપ જ્ઞાન છે. જેથી રોગસાધનની એટલી અપેક્ષા નહીં હોવાથી તેમાં પ્રવૃત્તિ કરી નથી. તેમ તે સર્વસંગપરિત્યાગમાં અથવા વિશુદ્ધ દેશપરિત્યાગમાં સાધવા યોગ્ય છે. એથી લોકેને ઘણે ઉપકાર થાય છે; જોકે વાસ્તવિક ઉપકારનું કારણ તે આત્મજ્ઞાન વિના બીજું કઈ નથી.
હાલ બે વર્ષ સુધી તે તે ગસાધન વિશેષ કરી ઉદયમાં આવે તેમ દેખાતું નથી. તેથી ત્યાર પછીની કલ્પના કરાય છે, અને ૩ થી ૪ વર્ષ તે માર્ગમાં ગાળવામાં આવ્યાં હોય તે ૩૬ મે વર્ષે સર્વસંગપરિત્યાગી ઉપદેશકને વખત આવે, અને લોકોનું શ્રેય થવું હોય તે થાય.
નાની વયે માર્ગને ઉદ્ધાર કરવા સંબંધી જિજ્ઞાસા વર્તતી હતી, ત્યાર પછી જ્ઞાનદશા આવ્યું કમે કરીને તે ઉપશમ જેવી થઈ; પણ કોઈ કઈ લેક પરિચયમાં આવેલા, તેમને કેટલીક વિશેષતા ભાસવાથી કંઈક મૂળમાર્ગ પર લક્ષ આવેલે, અને આ બાજુ તે સેંકડો અથવા હજારે માણસો પ્રસંગમાં આવેલા, જેમાંથી કંઈક સમજણવાળા તથા ઉપદેશક પ્રત્યે આસ્થાવાળા એવા સે એક માણસ નીકળે. એ ઉપરથી એમ જોવામાં આવ્યું કે લોકો તરવાના કામી વિશેષ છે, પણ તેમને તે યેગ બાઝતું નથી. જે ખરેખર ઉપદેશક પુરુષને જોગ બને તે ઘણા જીવ મૂળમાર્ગ પામે તેવું છે, અને દયા આદિને વિશેષ ઉદ્યોત થાય એવું છે. એમ દેખાવાથી કંઈક ચિત્તમાં આવે છે કે આ કાર્ય કઈ કરે તે ઘણું સારું, પણ દ્રષ્ટિ કરતાં તે પુરુષ ધ્યાનમાં આવતું નથી, એટલે કંઈક લખનાર પ્રત્યે જ દૃષ્ટિ આવે છે, પણ લખનારને જન્મથી લક્ષ એ છે કે એ જેવું એકકે જોખમવાળું પદ નથી, અને પિતાની તે કાર્યની યથાયેગ્યતા જ્યાં સુધી ન વર્તે ત્યાં સુધી તેની ઈચ્છા માત્ર પણ ન કરવી, અને ઘણું કરીને હજુ સુધી તેમ વર્તવામાં આવ્યું છે. માર્ગનું કંઈ પણ સ્વરૂપ કંઈકને સમજાવ્યું છે, તથાપિ કોઈને એક વ્રતપચ્ચખાણ આપ્યું નથી, અથવા તમે મારા શિષ્ય છે, અને અમે ગુરુ છીએ એ ઘણું કરીને પ્રકાર દર્શિત થયે નથી. કહેવાનો હેતુ એ છે કે સર્વસંગપરિત્યાગ થયે તે કાર્યની પ્રવૃત્તિ સહજસ્વભાવે ઉદયમાં આવે તે કરવી એવી માત્ર કલ્પના છે. તેનો ખરેખરે આગ્રહ નથી, માત્ર અનુકંપાદિ તથા જ્ઞાનપ્રભાવ વર્તે છે તેથી ક્યારેક તે વૃત્તિ ઊઠે છે, અથવા અલ્પાંશે અંગમાં તે વૃત્તિ છે, તથાપિ તે સ્વવશ છે. અમે ધારીએ છીએ તેમ સર્વસંગપરિત્યાગાદિ થાય તે હજારે માણસ મૂળમાર્ગને પામે, અને હજારે માણસ તે સન્માર્ગને આરાધી સદગતિને પામે એમ અમારાથી થવું સંભવે છે. અમારા સંગમાં ત્યાગ કરવાને ઘણા જીવને વૃત્તિ થાય એવો અંગમાં ત્યાગ છે. ધર્મ સ્થાપવાનું માન મેટું છેતેની સ્પૃહાથી પણ વખતે આવી વૃત્તિ રહે, પણ આત્માને ઘણી વાર તાવી જતાં તે સંભવ હવેની દશામાં છે જ દેખાય છે, અને કંઈક સત્તાગત રહ્યો હશે તે તે ક્ષીણ થશે એમ અવશ્ય ભાસે છે, કેમકે યથાયોગ્યતા વિના, દેહ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org