________________
વર્ષ ર૯ મું
૫૧૭ ઉપાય કરવા ઘટે. તે ગ્ય પ્રકારે સિદ્ધ થયે જ્ઞાનને ઉપદેશ સુલભપણે પરિણમે છે, અને યથાર્થ વિચાર તથા જ્ઞાનને હેતુ થાય છે.
૪. જ્યાં સુધી ઓછી ઉપાધિવાળાં ક્ષેત્રે આજીવિકા ચાલતી હોય ત્યાં સુધી વિશેષ મેળવવાની કલ્પનાએ મુમુક્ષુએ કોઈ એક વિશેષ અલૌકિક હેતુ વિના વધારે ઉપાધિવાળાં ક્ષેત્રે જવું ન ઘટે કેમકે તેથી ઘણું સવૃત્તિઓ મળી પડી જાય છે, અથવા વર્ધમાન થતી નથી.
૫. ગવાસિષ્ઠનાં પ્રથમનાં બે પ્રકરણ અને તેવા ગ્રંથને મુમુક્ષુએ વિશેષ કરી લક્ષ કરવા એગ્ય છે.
૭૦૭ વડવા, ભાદરવા સુદ ૧૧, ગુરુ, ૧૯૫૨ બ્રહ્મરંધાદિને વિષે થતા ભાસ વિષે પ્રથમ મુંબઈ કાગળ મળ્યો હતો. હાલ બીજે તે વિષેની વિગતો અત્રે કાગળ મળે છે. તે તે ભાસ થવા સંભવે છે, એમ જણાવવામાં કંઈક સમજણભેદથી વ્યાખ્યાભેદ થાય. શ્રી વૈજનાથજીને તમને સમાગમ છે, તે તેઓ દ્વારા તે માર્ગને યથાશક્તિ વિશેષ પુરુષાર્થ થતું હોય તે કર યોગ્ય છે. વર્તમાનમાં તે માર્ગ પ્રત્યે અમારો વિશેષ ઉપગ વર્તતે નથી. તેમ પત્ર દ્વારા તે માર્ગને ઘણું કરીને વિશેષ લક્ષ કરાવી શકાતું નથી; જેથી તમને શ્રી વૈજનાથજીને સમાગમ છે તે યથાશક્તિ તે સમાગમને લાભ લેવામાં વૃત્તિ રાખે તે અડચણ નથી.
આત્માના કંઈક ઉજવળપણને અર્થે, તેનું અસ્તિત્વ તથા માહાભ્યાદિ પ્રતીતિમાં આવવાને અર્થે તથા આત્મજ્ઞાનના અધિકારીપણને અર્થે તે સાધન ઉપકારી છે, એ સિવાય બીજી રીતે ઘણું કરીને ઉપકારી નથી, એટલે લક્ષ અવશ્ય રાખે યેગ્ય છે. એ જ વિનંતિ.
સહજાન્મસ્વરૂપ યથાયોગ્ય પ્રણામ પ્રાપ્ત થાય.
રાળજ, ભાદરવા, ૧૯૫૨ બીજા જેઠ સુદ ૧ શનિએ આપના પ્રત્યે લખેલું પત્ર ધ્યાન પહોંચે તે અત્ર મોકલી ૪૪૪૧ જેમ ચાલ્યું આવ્યું છે, તેમ ચાલ્યું આવે અને મને કોઈ પ્રતિબંધથી વર્તવાનું કારણ નથી, એ ભાવાર્થ આપે લખે તે વિષે સંક્ષેપમાં જાણવા અર્થે નીચે લખ્યું છે –
જૈન દર્શનની રીતિએ જોતાં સમ્યગ્દર્શન અને વેદાંતની રીતિએ જોતાં કેવળજ્ઞાન અમને સંભવે છે. જૈનમાં કેવળજ્ઞાનનું સ્વરૂપ લખ્યું છે, તે જ માત્ર સમજાવું મુશ્કેલ થઈ પડે છે. વળી વર્તમાનમાં તે જ્ઞાનને તેણે જ નિષેધ કર્યો છે, જેથી તત્સંબંધી પ્રયત્ન કરવું પણ સફળ ન દેખાય.
જૈનપ્રસંગમાં અમારે વધારે નિવાસ થયો છે તે કોઈ પણ પ્રકારે તે માર્ગને ઉદ્ધાર અમ જેવાને દ્વારે વિશેષ કરીને થઈ શકે, કેમકે તેનું સ્વરૂપ વિશેષ કરીને સમજાયું હોય એ આદિ. વર્તમાનમાં જૈનદર્શન એટલું બધું અવ્યવસ્થિત અથવા વિપરીત સ્થિતિમાં જોવામાં આવે છે કે, તેમાંથી જાણે જિનને Xxxx૧ ગયું છે, અને લેકે માર્ગ પ્રરૂપે છે. બાહ્ય કુટારે બહુ વધારી દીધે છે, અને અંતર્માનું ઘણું કરી જ્ઞાન વિચ્છેદ જેવું થયું છે. વેદોક્ત માર્ગમાં બર્સે ચારસે વર્ષે કઈ કોઈ મોટા આચાર્ય થયા દેખાય છે કે જેથી લાખો માણસને વેદોક્ત રીતિ સચેત થઈ પ્રાપ્ત થઈ હોય. વળી સાધારણ રીતે કોઈ કોઈ આચાર્ય અથવા તે માર્ગને જાણુ સારા પુરુષ એમ ને એમ થયા કરે છે, અને જૈનમાર્ગમાં ઘણું વર્ષ થયાં તેવું બન્યું દેખાતું નથી. જૈનમાર્ગમાં પ્રજા પણ ઘણી થડી રહી છે, અને તેમાં સંકડે ભેદ વર્તે છે, એટલું જ નહીં પણ “મૂળમાર્ગની સન્મુખની વાત પણ તેમને કાને નથી પડતી, અને ઉપદેશકના લક્ષમાં નથી, એવી સ્થિતિ વર્તે છે. તેથી ચિત્તમાં
૧. અહીં અક્ષર ગુટી ગયા છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org