SearchBrowseAboutContactDonate
Page Preview
Page 600
Loading...
Download File
Download File
Page Text
________________ વર્ષ ર૯ મું ૫૧૫ તેઓ મિક્ષસાધન આરાધશે જ એ નિશ્ચય કરી તેની ઉત્પત્તિ માટે ગ્રહાશ્રમમાં પડવું, અને વળી તેની ઉત્પત્તિ થશે એ પણ માની વાળવું અને કદાપિ તે સંગો બન્યા તે જેમ હાલ પુત્રોત્પત્તિ માટે આ પુરુષને અટકવું પડ્યું હતું તેમ તેને પણ અટકવું થાય તેથી તે કોઈને ઉત્કૃષ્ટ ત્યાગરૂપ મોક્ષસાધન પ્રાપ્ત થવાને જોગ ન આવવા દેવા જેવું થાય. વળી કોઈ કેઈ ઉત્તમ સંસ્કારવાન પુરુષના ગૃહસ્થાશ્રમ પહેલાંના ત્યાગથી વંશવૃદ્ધિ અટકવાને વિચાર લઈએ તે તેવા ઉત્તમ પુરુષના ઉપદેશથી અનેક જીવ જે મનુષ્યાદિ પ્રાણુને નાશ કરતાં ડરતા નથી તેઓ ઉપદેશ પામી વર્તમાનમાં તેવી રીતે મનુષ્યાદિનો નાશ કરતાં કેમ ના અટકે? તથા શુભવૃત્તિ પામવાથી ફરી મનુષ્યપણું કેમ ન પામે ? અને એ રીતે મનુષ્યનું રક્ષણ તથા વૃદ્ધિ પણ સંભવે. અલૌકિક દૃષ્ટિમાં તે મનુષ્યની હાનિ વૃદ્ધિ આદિને મુખ્ય વિચાર નથી; કલ્યાણ અકલ્યાણનો મુખ્ય વિચાર છે. એક રાજા જ અલૌકિક દ્રષ્ટિ પામે તે પિતાના મેહે હજારો મનુષ્યપ્રાણીને યુદ્ધમાં નાશ થવાને હેતુ દેખી ઘણી વાર વગર કારણે તેવાં યુદ્ધો ઉત્પન્ન ન કરે, તેથી ઘણા માણસને બચાવ થાય અને તેથી વંશવૃદ્ધિ થઈ ઘણા માણસો વધે એમ પણ વિચાર કેમ ન લઈ શકાય ? ઈદ્રિયે અતૃપ્ત હેય, વિશેષ મેહપ્રધાન હોય, મેહરાગ્યે માત્ર ક્ષણિક વૈરાગ્ય ઊગ્યો હોય અને યથાતથ્ય સત્સંગને જોગ ન હોય તે તેને સાધુપણું આપવું પ્રાયે પ્રશસ્ત કહી ન શકાય, એમ કહીએ તે વિરોધ નહીં, પણ ઉત્તમ સંસ્કારવાળા અને મહાધ, એમણે સર્વેએ ગૃહસ્થાશ્રમ ભગવીને જ ત્યાગ કરે એવો પ્રતિબંધ કરતાં તે આયુષ્યાદિનું અનિયમિતપણું, પ્રાપ્ત જેગે તેને દૂર કરવાપણું એ આદિ ઘણા વિધથી મેક્ષસાધનને નાશ કરવા બરાબર થાય, અને જેથી ઉત્તમપણું ઠરતું હતું તે ન થયું તે પછી મનુષ્યપણાનું ઉત્તમપણું પણ શું છે? એ આદિ અનેક પ્રકારે વિચાર કરવાથી લૌકિક દ્રષ્ટિ ટળી અલૌકિક દ્રષ્ટિએ વિચાર જાગૃતિ થશે. વડના ટેટા કે પીપળના ટેટાનું રક્ષણ પણ કંઈ તેના વંશવૃદ્ધિને અર્થે કરવાના હેતુથી અભક્ષ્ય કહ્યું નથી. તેમાં કમળપણું હોય છે ત્યારે અનંતકાયપણાને સંભવ છે. તેથી તથા તેને બદલે બીજી ઘણી ચીજોથી ચાલી શકે તેવું છે છતાં તે જ ગ્રહણ કરવી એ વૃત્તિનું ઘણું ક્ષુદ્રપણું છે, તેથી અભક્ષ્ય કહ્યાં છે, તે યથાતથ્ય લાગવા યોગ્ય છે. પાણીના ટીપામાં અસંખ્યાત જીવ છે એ વાત ખરી છે, પણ તેવું પાણી પીવાથી પાપ નથી એમ કહ્યું નથી. વળી તેને બદલે ગૃહસ્થાદિને બીજી વસ્તુથી ચાલી શકતું નથી તેથી અંગીકાર કરાય છે, પણ સાધુને તે તે પણ લેવાની આજ્ઞા પ્રાયે આપી નથી. જ્યાં સુધી બને ત્યાં સુધી જ્ઞાની પુરુષનાં વચનને લૌકિક દૃષ્ટિના આશયમાં ન ઉતારવા યોગ્ય છે અને અલૌકિક દ્રષ્ટિએ વિચારવા યોગ્ય છે. તે અલૌકિક દ્રષ્ટિનાં કારણે સામા જીવને હૈયે જે બેસાડી શકવાની શક્તિ હોય તે બેસાડવાં, નહીં તે પિતાનું એ વિષેમાં વિશેષ જાણપણું નથી એમ જણાવવું તથા મેક્ષમાર્ગમાં કેવળ લૌકિક વિચાર હેતે નથી એ આદિ કારણે યથાશક્તિ દર્શાવી બનતું સમાધાન કરવું, નહીં તે બને ત્યાં સુધી તેવા પ્રસંગથી દૂર રહેવું એ ઠીક છે. ૭૦૫ વડવા, ભાદ્રપદ સુદ ૧૧, ગુરુ, ૧૯૫૨ આજ દિવસ પર્વતમાં આ આત્માથી મન, વચન, કાયાને વેગે તમારા સંબંધી જે કંઈ અવિનય, આશાતના કે અપરાધ થયેલ હોય તે ખરા અંતઃકરણથી નમ્રતા ભાવે મસ્તક નમાવીને બે હાથ જોડી ખમાવું છું. તમારા સમીપવાસી ભાઈઓને તે જ પ્રમાણે ખમાવું . Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001415
Book TitleShrimad Rajchandra
Original Sutra AuthorN/A
AuthorGovardhandas
PublisherShrimad Rajchandra Ashram
Publication Year2006
Total Pages1032
LanguageGujarati
ClassificationBook_Gujarati, Spiritual, Discourse, Philosophy, Worship, Sermon, & Rajchandra
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy