________________
પ૧૪
શ્રીમદ્ રાજચંદ્ર છે, તે લખ્યું નથી. લખવા ગ્ય નહીં લાગવાથી લખ્યું નથી. કેમકે તે ભેદ વિચારમાત્ર છે, અને તેમાં કાંઈ તે ઉપકાર સમાયે દેખાતું નથી.
નાના પ્રકારના પ્રશ્નોત્તરને લક્ષ એકમાત્ર આત્માર્થ પ્રત્યે થાય તે આત્માને ઘણે ઉપકાર થવાને સંભવ રહે.
રાળજ, ભાદરવા સુદ ૮, ૧૯૫૨ લૌકિક દ્રષ્ટિ અને અલૌકિક દ્રષ્ટિમાં મોટો ભેદ છે. લૌકિક દ્રષ્ટિમાં વ્યવહારનું મુખ્યપણું છે, અને અલૌકિક દ્રષ્ટિમાં પરમાર્થનું મુખ્યપણું છે.
મનુષ્યદેહનું જૈન અને બીજા બધા માર્ગમાં વિશેષપણું અને અમૂલ્યપણું કહ્યું છે તે સત્ય છે, પણ જે તેથી મેક્ષસાધન કરી શકાય તે જ તેનું વિશેષપણું અને અમૂલ્યપણું છે. •
મનુષ્યાદિ વંશની વૃદ્ધિ કરવી એ વિચાર લૌકિક દ્રષ્ટિને છે, પણ મનુષ્યને યથાતથ્ય યુગ થયે કલ્યાણનો અવશ્ય નિશ્ચય કરવો તથા પ્રાપ્તિ કરવી એ વિચાર અલૌકિક દ્રષ્ટિને છે.
જે એમ જ ડરાવવામાં આવ્યું હોય કે ક્રમે કરીને જ સર્વ સંગ-પરિત્યાગ કરે છે તે યથાસ્થિત વિચાર કહેવાય નહીં. કેમકે પૂર્વે કલ્યાણનું આરાધન કર્યું છે એવા કંઈક ઉત્તમ છે નાની વયથી જ ઉત્કૃષ્ટ ત્યાગ પામ્યા છે. શકદેવજી, જડભરતાદિના પ્રસંગ બીજા દર્શનમાં તે અર્થે દ્રષ્ટાંતરૂપ છે. જો એ જ નિયમ બાંધ્યું હોય કે ગૃહસ્થાશ્રમ આરાધ્યા વિના ત્યાગ થાય જ નહીં તે પછી તેવા પરમ ઉદાસીન પુરુષને ત્યાગને નાશ કરાવી કામગમાં દોરવા બરાબર ઉપદેશ કહેવાય; અને મેક્ષસાધન કરવારૂપ જે મનુષ્યભવનું ઉત્તમપણું હતું, તે ટાળીને, સાધન પ્રાપ્ત થયે, સંસાર-સાધનને હેતુ કર્યો કહેવાય.
વળી એકાંતે એ નિયમ બાંધ્યા હોય કે બ્રહ્મચર્યાશ્રમ, ગૃહસ્થાશ્રમાદિ ક્રમે કરી આટલાં આટલાં વર્ષ સુધી સેવીને પછી ત્યાગી થવું તે તે પણ સ્વતંત્ર વાત નથી. તથારૂપ આયુષ્ય ન હોય તે ત્યાગને અવકાશ જ ન આવે.
વળી જે અપુત્રપણે ત્યાગ ન કરાય એમ ગણુએ તે તે કંઈકને વૃદ્ધાવસ્થા સુધીમાં પણ પુત્ર થતા નથી, તે માટે શું સમજવું? જ જૈનમાર્ગને પણ એ એકાંત સિદ્ધાંત નથી કે ગમે તે વયમાં ગમે તેવા માણસે ત્યાગ કરે; તથારૂપ સત્સંગ સગુરુને ભેગા થયે, વિશેષ વૈરાગ્યવાન પુરુષ, સપુરુષને આશ્રયે ત્યાગ નાની વયમાં કરે છે તેથી તેણે તેમ કરવું ઘટારથ નથી એમ જિન સિદ્ધાંત નથી. તેમ કરવું યંગ્ય છે એમ જિન સિદ્ધાંત છે, કેમકે અપૂર્વ એવાં સાધને પ્રાપ્ત થયે ભેગાદિ સાધને ભેગવવાના વિચારમાં પડવું અને તેની પ્રાપ્તિ અર્થે પ્રયત્ન કરી તેને અમુક વર્ષ સુધી ભેગવવાં જ, એ તે. જે મેક્ષસાધનથી મનુષ્યપણાનું ઉત્તમપણું હતું, તે ટાળી પશુવત્ કરવા જેવું થાય.
દ્વિયાદિ શાંત થયાં નથી, જ્ઞાની પુરુષની દૃષ્ટિમાં હજુ જે ત્યાગ કરવાને ગ્ય નથી એવા મંદ વૈરાગ્યવાન અથવા મેહરાગ્યવાનને ત્યાગ લેવે પ્રશસ્ત જ છે એમ કંઈ જિન સિદ્ધાંત નથી.
પ્રથમથી જ જેને સત્સંગાદિક જેગ ન હોય, તથા પૂર્વના ઉત્તમ સંસ્કારવાળ વૈરાગ્ય ન હોય તે પુરુષ કદાપિ આશ્રમપૂર્વક પ્રવર્તે છે તેથી તેણે એકાંતે ભૂલ કરી છે એમ ન કહી શકાય જોકે તેણે પણ રાત્રિદિવસ ઉત્કૃષ્ટ ત્યાગની જાગૃતિ રાખતાં પૂર્વક ગૃહસ્થાશ્રમાદિ કરવું પ્રશસ્ત છે.
ઉત્તમ સંસ્કારવાળા પુરુષો ગૃહસ્થાશ્રમ કર્યા સિવાય ત્યાગ કરે તેથી મનુષ્ય પ્રાણીની વૃદ્ધિ અટકે, અને તેથી મોક્ષ સાધનનાં કારણ અટકે એ વિચારવું અલ્પ દ્રષ્ટિથી યેગ્ય દેખાય, કેમકે પ્રત્યક્ષ મનુષ્યદેહ જે મોક્ષસાધનને હેતુ થતું હતું તેને રેકને પુત્રાદિની કલ્પનામાં પડી, વળી
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org