________________
વર્ષ ર૦ મું
૫૦૯ અનંતા છે. પાંચ પરમાણુઓ એકત્ર મળેલા એવા પંચાણુકર્કંધ અનંતા છે. એમ છ પરમાણુ, સાત પરમાણું, આઠ પરમાણુ, નવ પરમાણુ, દશ પરમાણુ એકત્ર મળેલા એવા અનંતા સ્કંધ છે. તેમ જ અગિયાર પરમાણુ, યાવત્ સે પરમાણુ, સંખ્યાત પરમાણુ, અસંખ્યાત પરમાણુ તથા અનંત પરમાણુ મળેલા એવા અનંતા સ્કંધ છે.
“ધર્મદ્રવ્ય એક છે. તે અસંખ્યાતપ્રદેશપ્રમાણ લેકવ્યાપક છે. “અધર્મદ્રવ્ય એક છે. તે પણ અસંખ્યાતપ્રદેશપ્રમાણુ લેકવ્યાપક છે. “આકાશદ્રવ્ય” એક છે. તે અનંતપ્રદેશપ્રમાણ છે, કલેકવ્યાપક છે. લેકપ્રમાણુ આકાશ અસંખ્યાતપ્રદેશાત્મક છે.
કાળદ્રવ્ય” એ પાંચ અસ્તિકાયને વર્તનારૂપ પર્યાય છે, એટલે ઉપચારિક દ્રવ્ય છે, વસ્તુતાએ તે પર્યાય જ છે; અને પળ, વિપળથી માંડી વર્ષાદિ પર્યંત જે કાળ સૂર્યની ગતિ પરથી સમજાય છે, તે “ચાર વહારિક કાળ” છે, એમ વેતાંબરાચાર્યો કહે છે. દિગંબરાચાર્યો પણ એમ કહે છે, પણ વિશેષમાં એટલું કહે છે, કે લેકાકાશના એકેક પ્રદેશે એકેક કાલાણ રહેલું છે, જે અવર્ણ, અગંધ, અરસ, અસ્પર્શ છે; અગુરુલઘુ સ્વભાવવાની છે. તે કાલાણુઓ વર્તના પર્યાય અને વ્યાવહારિક કાળને નિમિત્તોપકારી છે. તે કાલાણુઓ દ્રવ્ય કહેવા યંગ્ય છે, પણ “અસ્તિકાય કહેવા ગ્ય નથી; કેમકે એકબીજા તે અણુઓ મળીને ક્રિયાની પ્રવૃત્તિ કરતા નથી, જેથી બહુપ્રદેશાત્મક નહીં હોવાથી કાળદ્રવ્ય અસ્તિકાય કહેવાયેગ્ય નથી; અને વિવેચનમાં પણ પંચાસ્તિકાયમાં તેનું ગૌણરૂપે સ્વરૂપ કહીએ છીએ.
- “આકાશ અનંતપ્રદેશપ્રમાણ છે. તેમાં અસંખ્યાતપ્રદેશપ્રમાણમાં ધર્મ, અધર્મ દ્રવ્ય વ્યાપક છે. ધર્મ, અધર્મ દ્રવ્યને એ સ્વભાવ છે કે, જીવ અને પુગલ તેની સહાયતાના નિમિત્તથી ગતિ અને સ્થિતિ કરી શકે છે, જેથી ધર્મ, અધર્મ દ્રવ્યના વ્યાપકપણુ પર્યત જ જીવ અને પુદ્ગલની ગતિ, સ્થિતિ છે; અને તેથી લોકમર્યાદા ઉત્પન્ન થાય છે.
જીવ, પુદ્ગલ, અને ધર્મ, અધર્મ દ્રવ્યપ્રમાણ આકાશ એ પાંચ જ્યાં વ્યાપક છે તે લેક કહેવાય છે.
૭૦૦
કાવિઠા, શ્રાવણ વદ, ૧૯૫૨ શરીર કેવું છે? મેહનું છે. માટે અસંગભાવના રાખવી યોગ્ય છે.
૭૦૧ રાળજ, શ્રાવણ વદ ૧૩, શનિ, ૧૯૫૨ ૧ “અમુક પદાર્થના જવા આવવાદિના પ્રસંગમાં ધર્માસ્તિકાયાદિના અમુક પ્રદેશ ક્રિયા થાય છે; અને જે તે પ્રમાણે થાય તે વિભાગપણું થાય, જેથી તે પણ કાળના સમયની પેઠે અસ્તિકાય ન કહી શકાય. એ પ્રશ્નનું સમાધાન :- જેમ ધર્માસ્તિકાયાદિના સર્વ પ્રદેશ એક સમયે વર્તમાન છે, અર્થાત વિદ્યમાન છે, તેમ કાળના સર્વ સમય કંઈ એક સમયે વિદ્યમાન હોતા નથી, અને વળી દ્રવ્યના વર્તના પર્યાય સિવાય કાળનું કંઈ જુદું દ્રવ્યત્વ નથી, કે તેના અસ્તિકાયત્વને સંભવ થાય. અમુક પ્રદેશે ધર્માસ્તિકાયાદિને વિષે ક્રિયા થાય અને અમુક પ્રદેશે ન થાય તેથી કંઈ તેના અસ્તિકાયપણને ભંગ થતું નથી, માત્ર એકપ્રદેશાત્મક તે દ્રવ્ય હોય, અને સમૂહાત્મક થવાની તેમાં ગ્યતા ન હોય તે તેને અસ્તિકાયપણને ભંગ થાય, એટલે કે, તે તે “અસ્તિકાય” કહેવાય નહીં. પરમાણુ એકપ્રદેશાત્મક છે, પણ તેવાં બીજાં પરમાણુઓ મળી તે સમૂહાત્મકપણું પામે છે. માટે તે “અસ્તિકાય (પુદ્ગલાસ્તિકાય) કહેવાય છે. વળી એક પરમાણુમાં પણ અનંત પર્યાયાત્મકપણું છે, અને કાળના એક સમયમાં કંઈ અનંતપર્યાયાત્મકપણું નથી, કેમકે તે પોતે જ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org