________________
૫૧૦
શ્રીમદ્ રાજચંદ્ર
વર્તમાન એકપર્યાયરૂપ છે. એકપર્યાયરૂપ હાવાથી તે દ્રવ્યરૂપ ઠરતું નથી, તેા પછી અસ્તિકાયરૂપ ગણવાને વિકલ્પ પણ સંભવતા નથી.
૨. મૂળ અષ્ઠાયિક જીવનું સ્વરૂપ ઘણું સૂક્ષ્મ હેાવાથી વિશેષપણે સામાન્ય જ્ઞાને તેના બેધ થવા કઠણ છે, તાપણુ‘ષદર્શનસમુચ્ચય' ગ્રંથ હાલ પ્રસિદ્ધ થયા છે, તેમાં ૧૪૧ થી ૧૪૩ સુધીનાં પૃષ્ઠમાં તેનું સ્વરૂપ કંઇક સમજાવ્યું છે. તે વિચારવાનું અને તે વિચારશે..
૩. અગ્નિ અથવા ખીજા બળવાન શસ્ત્રથી અાયિક મૂળ જીવ નાશ પામે, એમ સમજાય છે. અત્રેથી વરાળાદ્વિરૂપે થઇ જે ઊંચે આકાશમાં વાદળાંરૂપે અંધાય છે, તે વરાળાદિરૂપે થવાથી અચિત થવા ચેાગ્ય લાગે છે, પણ વાદળારૂપે થવાથી ફી સચિતપણું પામવા યેાગ્ય છે. તે વરસાદરૂપે જમીન પર પડ્યે પણ સચિત હેાય છે. માટી આદિની સાથે મળવાથી પણ તે સચિત રહી શકવા યેાગ્ય છે. સામાન્યપણે અગ્નિ જેવું માટી બળવાન શસ્ત્ર નથી, એટલે તેવું હોય ત્યારે પણ સચિતપણું સંભવે છે.
૪. બીજ' જ્યાં સુધી વાવવાથી ઊગવાની યેાગ્યતાવાળું છે ત્યાં સુધી નિર્જીવ હાય નહીં; સજીવ જ કહી શકાય. અમુક અવિધ પછી એટલે સામાન્યપણે બીજ (અન્નાદિનાં) ત્રણ વર્ષ સુધી સજીવ રહી શકે છે; તેથી વચ્ચે તેમાંથી જીવ ચવી જાય ખરા, પણ તે અવધિ વીત્યા પછી તે નિર્જીવ એટલે નિર્મીંજ થવા યેાગ્ય કહ્યું છે. કદાપિ બીજ જેવા આકાર તેના હેાય પણ તે વાવવાથી ઊગવાની યેાગ્યતારહિત થાય. સર્વે બીજની અવધિ ત્રણ વર્ષની સંભવતી નથી; કેટલાંક ખીજની સંભવે છે.
૫. ફ્રેંચ વિદ્વાને શેાધેલા યંત્રની વિગતનું વર્તમાન ખીસ્યું તે વાંચ્યું છે. તેમાં આત્મા જોવાનું યંત્ર તેનું નામ આપ્યું છે, તે યથાર્થ નથી. એવા કઈ પણ પ્રકારના દર્શનની વ્યાખ્યામાં આત્માના સમાવેશ થવા યેગ્ય નથી; તમે પણ તેને આત્મા જોવાનું યંત્ર સમજ્યા નથી, એમ જાણીએ છીએ; તથાપિ કાર્યણ કે તેજ શરીર દેખાવા યાગ્ય છે કે કંઈ બીજો ભાસ થવા યેાગ્ય છે, તે જાણવાની જિજ્ઞાસા જણાય છે. કાર્યણ કે તૈજસ્ શરીર પણ તે રીતે દેખાવા ચગ્ય નથી. પણ ચક્ષુ, પ્રકાશ, તે યંત્ર, મરનારના દેહ, અને તેની છાયા કે કોઈ આભાસવિશેષથી તેવા દેખાવ થવા સંભવે છે. તે યંત્ર વિષે વધારે વ્યાખ્યા પ્રસિદ્ધિમાં આવ્યે પૂર્વાપર આ વાત જાણવામાં ઘણું કરીને આવશે. હવાના પરમાણુએ દેખાવા વિષેમાં પણ કંઇક તેના લખવાની વ્યાખ્યા કે જોયેલા સ્વરૂપની વ્યાખ્યા કરવામાં પર્યાયાંતર લાગે છે. હવાથી ગતિ પામેલા કોઈ પરમાણુસ્કંધ (વ્યાવહારિક પરમાણુ, કંઈક વિશેષ પ્રયાગે દૃષ્ટિગોચર થઈ શકવા યાગ્ય હેાય તે) દૃષ્ટિગોચર થવા સંભવે છે; હજુ તેની વધારે કૃતિ પ્રસિદ્ધ થયે સમાધાન વિશેષપણે કરવું યેાગ્ય લાગે છે.
૭૦૨ રાળજ, શ્રાવણ વદ ૧૪, રિવ, ૧૯૫૨
વિચારવાન પુરુષા તે કૈવલ્યદશા થતાં સુધી મૃત્યુને નિત્ય સમીપ જ સમજીને પ્રવર્તે છે.
ભાઈ શ્રી અનુપચંદ મલુકચંદ્ર પ્રત્યે, શ્રી ભૃગુકચ્છ.
ઘણું કરીને ઉત્પન્ન કરેલાં એવાં કર્મની રહસ્યભૂત મતિ મૃત્યુ વખતે વર્તે છે. ક્વચિત્ માંડ પરિચય થયેલ એવા પરમાર્થ તે એક ભાવ; અને નિત્ય પરિચિત નિજકલ્પનાદિ ભાવે રૂઢિધર્મનું ગ્રહણુ એવા ભાવ, એમ ભાવ બે પ્રકારના થઇ શકે. સદ્વિચારે યથાર્થ આત્મદૃષ્ટિ કે વાસ્તવ ઉદાસીનતા તે સર્વ જીવ સમૂહ જોતાં કોઈક વિરલ જીવને ક્વચિત્ ક્વચિત્ હાય છે; અને બીજો, ભાવ અનાદિ પરિચિત છે, તે જ પ્રાયે સર્વ જીવમાં જોવામાં આવે છે, અને દેહાંત પ્રસંગે પણ તેનું પ્રાબલ્ય જોવામાં આવે છે, એમ જાણી મૃત્યુ સમીપ આવ્યું તથારૂપ પરિણતિ કરવાના
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org