________________
૫૦૮
શ્રીમદ્ રાજચંદ્ર સર્વજ્ઞને સર્વ કાળનું જ્ઞાન થાય છે એમ કહ્યું છે, તેને મુખ્ય અર્થ તે એમ છે કે, પંચાસ્તિકાય દ્રવ્યપર્યાયાત્મકપણે તેમને જ્ઞાનગોચર થાય છે, અને સર્વ પર્યાયનું જ્ઞાન તે જ સર્વ કાળનું જ્ઞાન કહેલું છે. એક સમયે સર્વજ્ઞ પણ એક સમય જ વર્તત દેખે છે, અને ભૂતકાળ કે ભાવિકાળને વર્તતે દેખે નહીં; જે તેને પણ વર્તતા દેખે તો તે પણ વર્તમાનકાળ જ કહેવાય. સર્વજ્ઞ ભૂતકાળને વતી ચૂક્યાપ અને ભાવિકાળને હવે પછી આમ વતેશે એમ દેખે છે.
ભૂતકાળ દ્રવ્યને વિષે સમાઈ ગયું છે, અને ભાવિકાળ સત્તાપણે રહ્યો છે, બેમાંથી એક વર્તવાપણે નથી, માત્ર એક સમયરૂપ એ વર્તમાનકાળ જ વર્તે છે; માટે સર્વજ્ઞને જ્ઞાનમાં પણ તે જ પ્રકારે ભાસ્યમાન થાય છે.
એક ઘડે હમણા જ હોય, તે ત્યાર પછીને બીજે સમયે નાશ પામી ગયે ત્યારે ઘડાપણે વિદ્યમાન નથી, પણ જનારને તે ઘડે જે હતું તે જ્ઞાનમાં ભાસ્યમાન થાય છે તેમ જ હમણાં એક માટીને પિંડ પડ્યો છે તેમાંથી થોડો વખત ગયે એક ઘડે નીપજશે એમ પણ જ્ઞાનમાં ભાસી શકે છે, તથાપિ માટીને પિંડ વર્તમાનમાં કંઈ ઘડાપણે વર્તત હેતે નથી, એ જ રીતે એક સમયમાં સર્વજ્ઞને ત્રિકાળજ્ઞાન છતાં પણ વર્તમાન સમય તે એક જ છે.
સૂર્યને લીધે જે દિવસરાત્રિરૂપ કાળ સમજાય છે તે વ્યવહાર કાળ છે, કેમકે સૂર્ય સ્વાભાવિક દ્રવ્ય નથી. દિગંબર કાળના અસંખ્યાત આણુ માને છે, પણ તેનું એકબીજાની સાથે સંધાન છે, એમ તેમને અભિપ્રાય નથી, અને તેથી કાળને અસ્તિકાયપણે ગણ્યો નથી. - પ્રત્યક્ષ સત્સમાગમમાં ભક્તિ વૈરાગ્યાદિ સાધનસહિત, મુમુક્ષુએ સદ્દગુરુઆજ્ઞાએ દ્રવ્યાનુગ વિચારવા ગ્ય છે.
અભિનંદનજિનની શ્રી દેવચંદ્રજીકૃત સ્તુતિનું પદ લખી અર્થ પુછાવ્યો તેમાં, “પુદૂગળઅનુભવત્યાગથી, કરવી જ શું પરતીત હો” એમ લખાયું છે, તેમ મૂળ નથી. પુદ્ગળઅનુભવત્યાગથી, કરવી જસુ પરતીત હો” એમ મૂળ પદ છે. એટલે વર્ણ, ગંધાદિ પુદ્ગલગુણના અનુભવને અર્થાત્ રસને ત્યાગ કરવાથી, તે પ્રત્યે ઉદાસીન થવાથી “જસુ એટલે જેની આત્માની) પ્રતીતિ થાય છે, એમ અર્થ છે.
દ૯
મુંબઈ, શ્રાવણ, ૧૫ર પંચાસ્તિકાયનું સ્વરૂપ સંક્ષેપમાં કહ્યું છે –
જીવ, પુદ્ગલ, ધર્મ, અધર્મ અને આકાશ એ પાંચ અસ્તિકાય કહેવાય છે. અસ્તિકાય એટલે પ્રદેશસમૂહાત્મક વસ્તુ. એક પરમાણુ પ્રમાણે અમૂર્ત વસ્તુના ભાગને “પ્રદેશ’ એવી સંજ્ઞા છે. અનેક પ્રદેશાત્મક જે વસ્તુ હોય તે “અસ્તિકાય” કહેવાય. એક જીવ અસંખ્યાતપ્રદેશપ્રમાણ છે. પુગલ પરમાણુ જે કે એકપ્રદેશાત્મક છે, પણ બે પરમાણુથી માંડીને અસંખ્યાત, અનંત પરમાણુઓ એકત્ર થઈ શકે છે. એમ અરસપરસ મળવાની શક્તિ તેમાં રહેલી હોવાથી અનેક પ્રદેશાત્મકપણું તે પામી શકે છે, જેથી તે પણ અસ્તિકાય કહેવા યોગ્ય છે. ધર્મદ્રવ્ય અસંખ્યાતપ્રદેશ પ્રમાણે, “અધર્મદ્રવ્ય અસંખ્યાતપ્રદેશ પ્રમાણે, “આકાશદ્રવ્ય અનંતપ્રદેશપ્રમાણ હોવાથી તે પણ “અસ્તિકાય છે. એમ પાંચ અસ્તિકાય છે. જે પાંચ અસ્તિકાયના એકમેકાત્મકપણાથી આ “લેક’ની ઉત્પત્તિ છે, અર્થાત્ “લેક એ પાંચ અસ્તિકાયમય છે.
પ્રત્યેકે પ્રત્યેક જીવ અસંખ્યાતપ્રદેશપ્રમાણ છે. તે અનંત છે. એક પરમાણુ એવા અનંત પરમાણૂઓ છે. બે પરમાણુઓ એકત્ર મળેલા એવા દ્વિઆયુકáધ અનંતા છે. એમ ત્રણ પરમાણુઓ એકત્ર મળેલા એવા ત્રિઅકસ્કંધ અનંતા છે. ચાર પરમાણુઓ એકત્ર મળેલા એવા ચતુ આણુકન્કંધ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org