________________
વર્ષ ૨૯ મું
૫૭ લાગે છે, અને તે આદિ કારણથી માત્ર પહોંચ લખવાનું પણ કર્યું નથી. ચિત્તને સહેજ પણ અવલંબન છે તે ખેંચી લેવાથી આર્નતા પામશે, એમ જાણું તે દયાના પ્રતિબંધે આ પત્ર લખ્યું છે.
સૂક્ષ્મસંગરૂપ અને બાહ્યસંગરૂપ દુસ્તર સ્વયંભૂરમણસમુદ્ર ભુજાએ કરી જે વર્ધમાનાદિ પુરુષ તરી ગયા છે, તેમને પરમભક્તિથી નમસ્કાર હે ! પડવાના ભયંકર સ્થાનકે સાવચેત રહી, તથારૂપ સામર્થ્ય વિસ્તારી સિદ્ધિ સિદ્ધ કરી છે, તે પુરુષાર્થને સંભારી રેમાંચિત, અનંત અને મૌન એવું આશ્ચર્ય ઊપજે છે.
૬૭ મુંબઈ, અસાડ વદ ૮, રવિ, ૧૫ર ભુજાએ કરી જે સ્વયંભૂરમણુસમુદ્ર તરી ગયા, તરે છે, અને તરશે
તે સત્પરુષોને નિષ્કામ ભકિતથી ત્રિકાળ નમસ્કાર, શ્રી અંબાલાલના લખેલા તથા શ્રી ત્રિભુવનના લખેલા તથા શ્રી દેવકરણજી આદિના લખેલા પત્ર પ્રાપ્ત થયા છે.
પ્રારબ્ધરૂપ દુતર પ્રતિબંધ વર્તે છે, ત્યાં કંઈ લખવું કે જણાવવું તે કૃત્રિમ જેવું લાગે છે, અને તેથી હમણ પત્રાદિની માત્ર પહોંચ પણ લખવાનું કર્યું નથી. ઘણાં પત્રને માટે તેમ થયું છે, તેથી ચિત્તને વિશેષ મુઝાવારૂપ થશે, તે વિચારરૂપ દયાના પ્રતિબંધે આ પત્ર લખ્યું છે. આત્માને મૂળજ્ઞાનથી ચલાયમાન કરી નાખે એવા પ્રારબ્ધને વેદતાં આ પ્રતિબંધ તે પ્રારબ્ધને ઉપકારને હેતુ થાય છે, અને કેઈક વિકટ અવસરને વિષે એક વાર આત્માને મૂળજ્ઞાન વસાવી દેવા સુધીની સ્થિતિ પમાડે છે એમ જાણું, તેથી ડરીને વર્તવું ગ્ય છે, એમ વિચારી પત્રાદિની પહેચ લખી નથી; તે ક્ષમા કરવાની નમ્રતાસહિત પ્રાર્થના છે.
અહે! જ્ઞાની પુરુષની આશય ગંભીરતા, ધીરજ અને ઉપશમ ! અહો! અહો! વારંવાર
અહો!
૬૯૮
મુંબઈ, શ્રાવણ સુદ ૫, શુક, ૧૫ર
જિનાગમમાં ધર્માસ્તિકાય, અધર્માસ્તિકાય આદિ છ દ્રવ્ય કહ્યાં છે, તેમાં કાળને દ્રવ્ય કહ્યું છે; અને અતિકાય પાંચ કહ્યાં છે. કાળને અતિકાય કહ્યો નથી; તેને શે હેતુ હવે
ટો હેતુ હવે જોઈએ? કદાપિ કાળને અતિકાય ન કહેવામાં એ હેતું હોય કે ધર્માસ્તિકાયાદિ પ્રદેશના સમૂહરૂપે છે, અને પરમાણુ યુદ્ગલ તેવી યેચતાવાળાં દ્રવ્ય છે, કાળ તેવી રીતે નથી, માત્ર એક સમયરૂપ છે, તેથી કાળને અસ્તિકાય કહ્યો નથી. ત્યાં એમ આશંકા થાય છે કે એક સમય પછી બીજે પછી ત્રીજો એમ સમયની ધારા વર્યા જ કરે છે, અને તે ધારામાં વચ્ચે અવકાશ નથી, તેથી એકબીજા સમયનું અનુસંધાનપણું અથવા સમૂહાત્મકપણું સંભવે છે જેથી કાળ પણ અસ્તિકાય કહી શકાય. વળી સર્વને ત્રણ કાળનું જ્ઞાન થાય છે, એમ કહ્યું છે તેથી પણ એમ સમજાય કે સર્વકાળને સમૂહ જ્ઞાનગોચર થાય છે, અને સર્વ સમૂહ જ્ઞાનગોચર થતું હોય તે કાળ અસ્તિકાય સંભવે છે, અને જિનાગમમાં તેને અસ્તિકાય ગયે નથી, એ આશંકા લખેલ, તેનું સમાધાન નીચે લખ્યાથી વિચારવા યોગ્ય છે –
જિનાગમની એવી પ્રરૂપણું છે કે કાળ ઉપચારિક દ્રવ્ય છે, સ્વાભાવિક દ્રવ્ય નથી.
જે પાંચ અસ્તિકાય કહ્યાં છે, તેની વર્તનાનું નામ મુખ્યપણે કાળ છે. તે વર્તનાનું બીજું નામ પર્યાય પણ છે. જેમ ધર્માસ્તિકાય એક સમયે અસંખ્યાત પ્રદેશના સમૂહરૂપ જણાય છે, તેમ કાળ સમૂહરૂપે જણાતું નથી. એક સમય વતી લય પામે ત્યાર પછી બીજો સમય ઉત્પન્ન થાય છે. તે સમય દ્રવ્યની વર્તમાન સૂક્ષ્મમાં સૂક્ષ્મ ભાગ છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org