________________
૫૦૬
શ્રીમદ્ રાજચંદ્ર દલ્મ
મુંબઈ, અષાડ સુદ ૫, બુધ, ૧૯૫૨
શ્રી સહજાનંદના વચનામૃતમાં આત્મસ્વરૂપની સાથે અહર્નિશ પ્રત્યક્ષ ભગવાનની ભક્તિ કરવી, અને તે ભક્તિ “સ્વધર્મમાં રહીને કરવી, એમ ઠેકાણે ઠેકાણે મુખ્યપણે વાત આવે છે. હવે જે સ્વધર્મ શબ્દનો અર્થ “આત્મસ્વભાવ” અથવા “આત્મસ્વરૂપ” થતું હોય તે ફરી “સ્વધર્મ સહિત ભક્તિ કરવી એમ આવવાનું કારણ શું? એમ તમે લખ્યું તેને ઉત્તર અત્રે લખે છે –
સ્વધર્મમાં રહીને ભક્તિ કરવી એમ જણાવ્યું છે ત્યાં “સ્વધર્મ શબ્દને અર્થ “વર્ણાશ્રમધર્મ છે. જે બ્રાહ્મણાદિ વર્ણમાં દેહ ધારણ થયે હોય, તે વર્ણન ઋતિ, સ્મૃતિએ કહેલો ધર્મ આચરે તે વર્ણધર્મ છે, અને બ્રહ્મચર્યાદિ આશ્રમ ક્રમે કરી આચરવાની જે મર્યાદા કૃતિ, સ્મૃતિએ કહી છે, તે મર્યાદાસહિત તે તે આશ્રમમાં વર્તવું તે “આશ્રમધર્મ છે.
બ્રાહ્મણ, ક્ષત્રિય, વૈશ્ય અને શુદ્ર એ ચાર વર્ણ છે, તથા બ્રહ્મચર્ય, ગૃહસ્થ, વાનપ્રસ્થ અને સંન્યસ્ત એ ચાર આશ્રમ છે. બ્રાહ્મણવણે આ પ્રમાણે વર્ણધર્મ આચરવા એમ શ્રુતિ, સ્મૃતિમાં કહ્યું હોય તે પ્રમાણે બ્રાહ્મણ આચરે તે “સ્વધર્મ કહેવાય, અને જે તેમ ન આચરતાં ક્ષત્રિયાદિને આચરવા યોગ્ય ધર્મને આચરે તે “પરધર્મ કહેવાય; એ પ્રકારે જે જે વર્ણમાં દેહ ધારણ થયે હોય, તે તે વર્ણના શ્રુતિ, સ્મૃતિએ કહેલા ધર્મ પ્રમાણે વર્તવું તે “સ્વધર્મ કહેવાય, અને બીજા વર્ણના ધર્મ આચરે તે “પરધર્મ કહેવાય.
તેવી રીતે આશ્રમધર્મ સંબંધી પણ સ્થિતિ છે. જે વર્ણને બ્રહ્મચર્યાદિ આશ્રમસહિત વર્તવાનું શ્રુતિ, સ્મૃતિએ કહ્યું છે તે વર્ષે પ્રથમ, વીશ વર્ષ સુધી બ્રહ્મચર્યાશ્રમમાં વર્તવું, પછી ચાવીશ વર્ષ સુધી ગૃહસ્થાશ્રમમાં વર્તવું, ક્રમે કરીને વાનપ્રસ્થ અને સંન્યસ્તાશ્રમ આચરવા; એ પ્રમાણે આશ્રમને સામાન્ય ક્રમ છે. તે તે આશ્રમમાં વર્તવાના મર્યાદાકાળને વિષે બીજા આશ્રમનાં આચરણને ગ્રહણ કરે છે તે “પરધર્મ કહેવાય અને તે તે આશ્રમમાં તે તે આશ્રમના ધર્મોને આચરે તે તે
સ્વધર્મ” કહેવાય; આ પ્રમાણે વેદાશ્રિત માર્ગમાં વર્ણાશ્રમધર્મને “સ્વધર્મ કહ્યો છે, તે વર્ણાશ્રમધર્મને “સ્વધર્મ શબ્દ સમજવા યંગ્ય છે, અર્થાત્ સહજાનંદ સ્વામીએ વર્ણાશ્રમધર્મને અત્રે સ્વધર્મ શબ્દથી કહ્યો છે. ભક્તિપ્રધાન સંપ્રદાયમાં ઘણું કરીને ભગવદ્ભક્તિ કરવી એ જ જીવને “સ્વધર્મ છે, એમ પ્રતિપાદન કર્યું છે, પણ તે અર્થમાં અત્રે “સ્વધર્મ શબ્દ કહ્યો નથી, કેમકે ભક્તિ “સ્વધર્મમાં રહીને કરવી એમ કહ્યું છે, માટે સ્વધર્મનું જુદાપણે ગ્રહણ છે, અને તે વર્ણાશ્રમધર્મના અર્થમાં ગ્રહણ છે. જીવને “સ્વધર્મ ભક્તિ છે, એમ જણાવવાને અર્થે તે ભક્તિ શબ્દને બદલે ક્વચિત જ “સ્વધર્મ શબ્દ સંપ્રદાયે એ ગ્રહણ કર્યો છે, અને શ્રી સહજાનંદના વચનામૃતમાં ભક્તિને બદલે “સ્વધર્મ” શબ્દ સંજ્ઞાવાચકપણે પણ વાપર્યો નથી, ક્વચિત્ શ્રી વલ્લભાચાર્યે વાપર્યો છે.
મુંબઈ, અષાડ વદ ૮, રવિ, ૧૫ર
ભુજાએ કરી જે સ્વયંભૂરમણસમુદ્ર તરી ગયા, તરે છે, અને તરશે
તે સત્પષને નિષ્કામ ભક્તિથી ત્રિકાળ નમસકાર. સહેજ વિચારને અર્થે પ્રશ્ન લખ્યા હતા, તે તમારે કાગળ પ્રાપ્ત થયે હતે. એક ધારાએ દવા યોગ્ય પ્રારબ્ધ વેદતાં કંઈ એક પરમાર્થ વ્યવહારરૂપ પ્રવૃત્તિ કૃત્રિમ જેવી
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org