SearchBrowseAboutContactDonate
Page Preview
Page 586
Loading...
Download File
Download File
Page Text
________________ વર્ષે ૨૯ મું ૫૦૧ કરવા પ્રત્યે વૃત્તિ નથી, અથવા એક ક્ષણ પણ જેને કરવું ભાસતું નથી, કરવાથી ઉત્પન્ન થતાં ફળ પ્રત્યે જેની ઉદાસીનતા છે, તેવા કઈ આપ્તપુરુષ તથારૂપ પ્રારબ્ધયાગથી પરિગ્રહ સંયાગાદિમાં વર્તતા દેખાતા હોય, અને જેમ ઇચ્છક પુરુષ પ્રવૃત્તિ કરે, ઉદ્યમ કરે, તેવા કાર્ય સહિત પ્રવર્તમાન જોવામાં આવતા હાય, તેા તેવા પુરુષને વિષે જ્ઞાનદશા છે, એમ શી રીતે જાણી શકાય? એટલે પુરુષ આસ ( પરમાર્થ અર્થે પ્રતીતિ કરવા યેાગ્ય) છે, અથવા જ્ઞાની છે, એમ કયા લક્ષણે ઓળખી શકાય ? કદાપિ કોઈ મુમુક્ષુને બીજા કોઈ પુરુષના સત્સંગયાગથી એમ જાણવામાં આવ્યું, તે તે ઓળખાણમાં બ્રાંતિ પડે તેવા વ્યવહાર તે સત્પુરુષ વિષે પ્રત્યક્ષ દેખાય છે, તે ભ્રાંતિ નિવૃત્ત થવા માટે મુમુક્ષુ જીવે તેવા પુરુષને કેવા પ્રકારથી ઓળખવા ઘટે કે જેથી તેવા વ્યવહારમાં વર્તતાં પણ જ્ઞાનલક્ષણપણું તેના લક્ષમાં રહે? સર્વ પ્રકારે જેને પરિગ્રહાદિ સંયેાગ પ્રત્યે ઉદાસીનપણું વર્તે છે, અર્થાત્ અહંમમત્વપણું તથારૂપ સંયેાગા વિષે જેને થતું નથી, અથવા રિક્ષીણ થયું છે; ‘અનંતાનુબંધી' પ્રકૃતિથી રહિત માત્ર પ્રારüાદયથી વ્યવહાર વર્તતા હાય, વ્યવહાર સામાન્ય દશાના મુમુક્ષુને સંદેહના હેતુ થઈ તેને ઉપકારભૂત થવામાં નિરોધરૂપ થતા હોય એવું તે જ્ઞાનીપુરુષ દેખે છે, અને તે અર્થે પણ પરિગ્રહ સંયાગાદિ પ્રારÛાદય વ્યવહારની પરિક્ષીણતા ઇચ્છે છે, તેમ થતા સુધી કેવા પ્રકારથી તે પુરુષ વર્ષાં હાય, તે તે સામાન્ય મુમુક્ષુને ઉપકાર થવામાં હાનિ ન થાય ? પત્ર વિશેષ સંક્ષેપમાં લખવાનું થયું છે, પણ તે પ્રત્યે તમે તથા શ્રી અચળ વિશેષ મનન કરશે. • મુંબઇ, વૈશાખ સુદ ૬, દિવ, ૧૯૫૨ પત્ર મળ્યું છે. તથા વચનાની પ્રત મળી છે. તે પ્રતમાં કોઇ કોઇ સ્થળે અક્ષરાંતર તથા શબ્દાંતર થયેલ છે, પણુ ઘણું કરીને અર્થાંતર થયેલ નથી. તેથી તેવી પ્રતા શ્રી સુખલાલ તથા શ્રી કુંવરજીને મોકલવામાં અડચણ જેવું નથી. પાછળથી પણ તે અક્ષર તથા શબ્દની શુદ્ધિ થઈ શકવા યાગ્ય છે. ૬૯ વવાણિયા, વૈશાખ વદ ૬, રિવ, ૧૯૫ર આર્ય શ્રી માણેકચંદાદિ પ્રત્યે, શ્રી સ્તંભતીર્થ. સુંદરલાલે વૈશાખ વિદ એકમે દેહ ોડ્યાના ખબર લખ્યા તે વાંચ્યા. વિશેષ કાળની માંદગી વિના, યુવાન અવસ્થામાં અકસ્માત દેહ ઊડવાનું અન્યાથી સામાન્યપણે એળખતા માણસાને પણ તે વાતથી ખેદ થયા વિના ન રહે, તેા પછી જેણે કુટુંખાદિ સંબંધસ્નેહે મૂર્છા કરી હાય, સહવાસમાં વસ્યા હાય, તે પ્રત્યે કંઈ આશ્રયભાવના રાખી હાય, તેને ખેદ થયા વિના કેમ રહે ? આ સંસારમાં મનુષ્યપ્રાણીને જે ખેદના અકથ્ય પ્રસંગેા પ્રાપ્ત થાય છે, તે અકથ્ય પ્રસંગમાંના એક આ મેટ ખેદકારક પ્રસંગ છે. તે પ્રસંગમાં યથાર્થ વિચારવાન પુરુષો સિવાય સર્વ પ્રાણી ખેદવિશેષને પ્રાપ્ત થાય છે, અને યથાર્થ વિચારવાન પુરુષાને વૈરાગ્યવિશેષ થાય છે, સંસારનું અશરણપણું, અનિત્યપણું અને અસારપણું વિશેષ દૃઢ થાય છે. વિચારવાન પુરુષોને તે ખેદકારક પ્રસંગને મૂર્છાભાવે ખેદ કરવા તે માત્ર કર્મબંધના હેતુ ભાસે છે, અને વૈરાગ્યરૂપ ખેદથી કર્મસંગની નિવૃત્તિ ભાસે છે, અને તે સત્ય છે. મૂર્છાભાવે ખેદ કર્યાથી પણ જે સંબંધીના વિયેગ થયા છે, તેની પ્રાપ્તિ થતી નથી, અને જે મૂર્છા થાય છે તે પણ અવિચારદશાનું ફળ છે, એમ વિચારી વિચારવાન પુરુષો તે મૂર્છાભાવ પ્રત્યયી ખેદને શમાવે છે, અથવા ઘણું કરીને તેવા ખેતુ તેમને થતા નથી. કાઈ રીતે તેવા ખેઢનું હિતકારીપણું દેખાતું નથી, અને અનેલા પ્રસંગ બેટ્ટનું નિમિત્ત છે, એટલે તેને અવસરે વિચારવાન પુરુષાને જીવને હિતકારી Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001415
Book TitleShrimad Rajchandra
Original Sutra AuthorN/A
AuthorGovardhandas
PublisherShrimad Rajchandra Ashram
Publication Year2006
Total Pages1032
LanguageGujarati
ClassificationBook_Gujarati, Spiritual, Discourse, Philosophy, Worship, Sermon, & Rajchandra
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy