SearchBrowseAboutContactDonate
Page Preview
Page 585
Loading...
Download File
Download File
Page Text
________________ ૫૦૦ શ્રીમદ્ રાજચંદ્ર પ્રત્યે દ્રષ્ટિ કરતાં કેટલાક વખત સુધી તેવી સ્થિતિ વર્તવાને સંભવ દેખાય છે. મુમુક્ષુ જીવની વૃત્તિને પત્રાદિથી કંઈ ઉપદેશ વિચારવાનું સાધન હોય તે તેથી વૃત્તિ ઉત્કર્ષ પામે અને સદ્વિચારનું બળ વર્ધમાન થાય, એ આદિ ઉપકાર એ પ્રકારમાં સમાયા છે; છતાં જે કારણવિશેષથી વર્તમાન સ્થિતિ વર્તે છે તે સ્થિતિ દવા યોગ્ય લાગે છે. ૬૮૩ મુંબઈ, ચૈત્ર વદ ૭, રવિ, ૧૫ર બે કાગળ મળ્યા છે. વિસ્તારપૂર્વક હાલ કાગળ લખવાનું ઘણું કરીને ક્યારેક બને છે; અને વખતે તે પત્રની પહોંચ પણ કેટલાક દિવસ વ્યતીત થયે લખાય છે. સત્સમાગમના અભાવ પ્રસંગમાં તે વિશેષ કરી આરંભપરિગ્રહ પ્રત્યેથી વૃત્તિ સંક્ષેપવાને અભ્યાસ રાખી, જેને વિષે ત્યાગ વૈરાગ્યાદિ પરમાર્થસાધને ઉપદેશ્યાં છે, તેવા ગ્રંથ વાંચવાને પરિચય કર્તવ્ય છે, અને અપ્રમત્તપણે પિતાના દોષ વારંવાર જેવા ગ્ય છે. ૬૮૪ મુંબઈ, ચૈત્ર વદ ૧૪, રવિ, ૧૯૫૨ અન્ય પુરુષકી દૃષ્ટિમેં, જગ વ્યવહાર લખાય; વૃન્દાવન, જબ જગ નહીં, કૌન વ્યવહાર, બતાય.” –વિહાર–વૃંદાવન, ૬૮૫ મુંબઈ, ચૈત્ર વદ ૧૪, રવિ, ૧૫ર કાગળ એક મળે છે. શ્રી કુંવરજીએ અત્રે ઉપદેશવચને તમારી પાસે લખેલાં છે, તે વાંચવા મળવા માટે વિજ્ઞાપના કરી હતી. તે વચને વાંચવા મળવા માટે સ્તંભતીર્થ લખશે અને અત્રે તેઓ લખશે તે પ્રસંગગ્ય લખીશું, એમ કલેલ લખ્યું હતું. જે બને તે તેમને વર્તમાનમાં વિશેષ ઉપકારભૂત થાય એવાં કેટલાંક વચને તેમાંથી લખી મેકલશે. સમદર્શનનાં લક્ષણદિવાળા પત્રો તેમને વિશેષ ઉપકારભૂત થઈ શકવા ગ્ય છે. વિરમગામથી શ્રી સુખલાલ જે શ્રી કુંવરજીની પેઠે પત્રોની માંગણી કરે તે તેમના સંબંધમાં પણ ઉપર પ્રમાણે કરવા યોગ્ય છે. ૬૮૬ મુંબઈ, ચૈત્ર વદ ૧૪, રવિ, ૧૯૫૨ તમ વગેરેના સમાગમ પછી અત્રે આવવું થયું હતું. તેવામાં તમારે કાગળ એક મળે હતે. હાલ ત્રણ ચાર દિવસ પહેલાં એક બીજો કાગળ મળ્યો છે. વિસ્તારથી પત્રાદિ લખવાનું કેટલેક વખત થયાં કેઈક વાર બની શકે છે. અને કેઈક વખત પત્રની પહોંચ લખવામાં પણ એમ બને છે. પ્રથમ કેટલાક મુમુક્ષુઓ પ્રત્યે ઉપદેશપત્રો લખાયા છે તેની પ્રતે શ્રી અંબાલાલ પાસે છે. તે પત્રો વાંચવા વિચારવાના પરિચયથી પશમની વિશેષ શુદ્ધિ થઈ શકવા ગ્ય છે. શ્રી અંબાલાલ . પ્રત્યે તે પત્રો વાંચવા મળવા માટે વિજ્ઞાપના કરશે. એ જ વિનંતી. ૬૮૭ મુંબઈ, વૈશાખ સુદ ૧, ભેમ, ૧લ્પર ઘણું દિવસ થયાં હાલ પત્ર નથી, તે લખશે. અત્રેથી જેમ પ્રથમ વિસ્તારપૂર્વક પત્ર લખવાનું થતું તેમ, કેટલાક વખત થયાં ઘણું કરીને તથારૂપ પ્રારબ્ધને લીધે થતું નથી. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001415
Book TitleShrimad Rajchandra
Original Sutra AuthorN/A
AuthorGovardhandas
PublisherShrimad Rajchandra Ashram
Publication Year2006
Total Pages1032
LanguageGujarati
ClassificationBook_Gujarati, Spiritual, Discourse, Philosophy, Worship, Sermon, & Rajchandra
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy