________________
૫૦૨
શ્રીમદ્ રાજચંદ્ર એ ખેદ ઉત્પન્ન થાય છે. સર્વસંગનું અશરણપણું, અબંધવપણું, અનિત્યપણું, અને તુચ્છપણું તેમ જ અન્યત્વપણું દેખીને પિતાને વિશેષ પ્રતિબંધ થાય છે કે હે જીવ, તારે વિષે કંઈ પણ આ સંસારને વિષે ઉદયાદિ ભાવે પણ મૂછ વર્તતી હોય તે તે ત્યાગ કર, ત્યાગ કર, તે મૂછનું કંઈ ફળ નથી, સંસારમાં કયારેય પણ શરણત્વાદિપણું પ્રાપ્ત થયું નથી, અને અવિચારપણુ વિના તે સંસારને વિષે મેહ થવા યોગ્ય નથી, જે મેહ અનંત જન્મમરણને અને પ્રત્યક્ષ ખેદને હેતુ છે, દુઃખ અને ક્લેશનું બીજ છે, તેને શાંત કર, તેને ક્ષય કર. હે જીવ, એ વિના બીજા કોઈ હિતકારી ઉપાય નથી, એ વગેરે ભાવિતાત્મતાથી વૈરાગ્યને શુદ્ધ અને નિશ્ચલ કરે છે. જે કઈ જીવ યથાર્થ વિચારથી જુએ છે, તેને આ જ પ્રકારે ભાસે છે.
આ જીવને દેહસંબંધ હોઈને મૃત્યુ ન હોત તે આ સંસાર સિવાય બીજે તેની વૃત્તિ જોડાવાને અભિપ્રાય થાત નહીં. મુખ્ય કરીને મૃત્યુને ભયે પરમાર્થરૂપ બીજે સ્થાનકે વૃત્તિ પ્રેરી છે, તે પણ કઈક વિરલા જીવને પ્રેરિત થઈ છે, ઘણું જીવોને તે બાહ્ય નિમિત્તથી મૃત્યુભય પરથી બાહ્ય ક્ષણિક વૈરાગ્ય પ્રાપ્ત થઈ વિશેષ કાર્યકારી થયા વિના નાશ પામે છે, માત્ર કોઈક વિચારવાન અથવા સુલભબધી કે હળુકમ જીવને તે ભય પરથી અવિનાશી નિઃશ્રેયસ પદ પ્રત્યે વૃત્તિ થાય છે. - મૃત્યુભય હોત તો પણ તે મૃત્યુ વૃદ્ધાવસ્થાએ નિયમિત પ્રાપ્ત થતું હેત તોપણ જેટલા પૂર્વે વિચારવાને થયા છે, તેટલા ન થાત, અર્થાત વૃદ્ધાવસ્થા સુધી તે મૃત્યુને ભય નથી એમ દેખીને પ્રમાદસહિત વર્તત; મૃત્યુનું અવશ્ય આવવું દેખીને, તથા તેનું અનિયમિતપણે આવવું દેખીને, તે પ્રસંગ પ્રાપ્ત થયે, સ્વજનાદિ સૌથી અરક્ષણપણું દેખીને, પરમાર્થ વિચારવામાં અપ્રમત્તપણું જ હિતકારી લાગ્યું, અને સર્વસંગનું અહિતકારીપણું લાગ્યું. વિચારવાન પુરુષોને તે નિશ્ચય નિઃસંદેહ સત્ય છે; ત્રણે કાળ સત્ય છે. મૂછભાવને ખેદ ત્યાગીને અસંગભાવપ્રત્યયી ખેદ વિચારવાનને કર્તવ્ય છે.
જે આ સંસારને વિષે આવા પ્રસંગે સંભવ ન હોત, પિતાને અથવા પરને તેવા પ્રસંગની અપ્રાપ્તિ દેખાતી હેત, અશરણદિપણું ન હોત તે પંચવિષયનાં સુખસાધનનું કશું ન્યૂનપણું પ્રાય નહેતું, એવા શ્રી ઋષભદેવાદિ પરમપુરુષે, અને ભરતાદિ ચક્રવર્યાદિએ તેને શા કારણે ત્યાગ કરત? એકાંત અસંગપણું શા કારણે ભજત?
હે આર્ય માણેકચંદાદિ, યથાર્થ વિચારના છાપણને લીધે, પુત્રાદિ ભાવની કલ્પના અને મૂછને લીધે, તમને કંઈ પણ ખેદવિશેષ પ્રાપ્ત થ સંભવિત છે, તે પણ તે ખેદનું બેયને કંઈ પણ હિતકારી ફળ નહીં હોવાથી, હિતકારીપણું માત્ર અસંગ વિચાર વિના કોઈ અન્ય ઉપાયે નથી એમ વિચારી, થતે ખેદ યથાશક્તિ વિચારથી, જ્ઞાની પુરુષના વચનામૃતથી, તથા સાધુપુરુષના આશ્રય, સમાગમાદિથી અને વિરતિથી ઉપશાંત કરે, એ જ કર્તવ્ય છે.
મુંબઈ, બીજા જેઠ સુદ ૨, શનિ, ૧૫ર મુમુક્ષુ શ્રી છોટાલાલ પ્રત્યે, શ્રી સ્તંભતીર્થ.
કાગળ પહોંચે છે.
જે હેતુથી એટલે શારીરિક રંગવિશેષથી તમારા નિયમમાં આગાર હતું તે રેગ વિશેષ વર્તે છે, તેથી તે આગાર ગ્રહણ કરતાં આજ્ઞાને ભંગ અથવા અતિક્રમ નહીં થાય; કેમકે તમારે નિયમ તથા પ્રકારે પ્રારંભિત હતા. એ જ કારણવિશેષ છતાં પણ જે પિતાની ઇચ્છાએ તે આગાર ગ્રહણ કરવાનું થાય તે આજ્ઞાને ભંગ કે અતિક્રમ થાય.
સર્વ પ્રકારના આરંભ તથા પરિગ્રહના સંબંધનું મૂળ છેદવાને સમર્થ એવું બ્રહ્મચર્ય પરમ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org