SearchBrowseAboutContactDonate
Page Preview
Page 581
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રીમદ્ રાજચંદ્ર ૬૭૯ મુંબઈ, ચૈત્ર સુદ ૧૧, શુક, ૧૫ર સદૂગુરુચરણ્ય નમ: આત્મનિષ્ઠ શ્રી સભાગ પ્રત્યે, શ્રી સાયેલા. ફાગણ વદ ૬ ના કાગળમાં લખેલા પ્રશ્નોનું સમાધાન આ કાગળમાં સંક્ષેપથી લખ્યું છે, તે વિચારશે. ૧. જે જ્ઞાનમાં દેહાદિ અધ્યાસ મચ્યો છે, અને અન્ય પદાર્થને વિષે અહંતા મમતા વર્તતાં નથી, તથા ઉપગ સ્વભાવમાં પરિણમે છે, અર્થાત્ જ્ઞાન સ્વરૂપપણું ભજે છે, તે જ્ઞાનને “નિરાવરણજ્ઞાન” કહેવા યોગ્ય છે. ૨. સર્વ જીવોને એટલે સામાન્ય મનુષ્યને જ્ઞાની અજ્ઞાનીની વાણુને ભેદ સમજાવે કઠણ છે, એ વાત યથાર્થ છે કેમકે કંઈક શુષ્કજ્ઞાની શીખી લઈને જ્ઞાનીના જે ઉપદેશ કરે, એટલે તેમાં વચનનું સમતુલ્યપણું જેયાથી શુષ્કજ્ઞાનીને પણ સામાન્ય મનુષ્ય જ્ઞાની માને, મંદ દશાવાન મુમુક્ષુ છે પણ તેવાં વચનથી ભ્રાંતિ પામે; પણ ઉત્કૃષ્ટદશાવાન મુમુક્ષુ પુરુષ શુષ્કજ્ઞાનીની વાણી જ્ઞાનીની વાણી જેવી શબ્દ જોઈ પ્રાયે ભ્રાંતિ પામવા યોગ્ય નથી, કેમકે શુષ્કજ્ઞાનીની વાણીમાં આશયે જ્ઞાનીની વાણીની તુલના હેતી નથી. જ્ઞાનીની વાણું પૂર્વાપર અવિરોધ, આત્માર્થ ઉપદેશક, અપૂર્વ અર્થનું નિરૂપણ કરનાર હોય છે; અને અનુભવ સહિતપણું હોવાથી આત્માને સતત જાગૃત કરનાર હોય છે. શુષ્કજ્ઞાનીની વાણીમાં તથારૂપ ગુણે હોતા નથી; સર્વથી ઉત્કૃષ્ટ ગુણ જે પૂર્વાપર અવિરેધપણું તે શુષ્કજ્ઞાનીની વાણીને વિષે વર્તવા યોગ્ય નથી, કેમકે યથાસ્થિત પદાર્થદર્શન તેને હોતું નથી, અને તેથી ઠામઠામ કલ્પનાથી યુક્ત તેની વાણું હોય છે. નાના પ્રકારના ભેદથી જ્ઞાની અને શુષ્કજ્ઞાનીની વાણીનું ઓળખાણ ઉત્કૃષ્ટ મુમુક્ષને થવા યોગ્ય છે. જ્ઞાની પુરુષને તે સહજસ્વભાવે તેનું એાળખાણ છે, કેમકે પિતે ભાનસહિત છે, અને ભાનસહિત પુરુષ વિના આ પ્રકારને આશય ઉપદેશી શકાય નહીં, એમ સહેજે તે જાણે છે. - અજ્ઞાન અને જ્ઞાનનો ભેદ જેને સમજાય છે, તેને અજ્ઞાની અને જ્ઞાનીને ભેદ સહેજે સમજાવા યોગ્ય છે. અજ્ઞાન પ્રત્યેને જેને મેહ વિરામ પામે છે, એવા જ્ઞાની પુરુષને શુષ્કજ્ઞાનીનાં વચન ભ્રાંતિ કેમ કરી શકે? બાકી સામાન્ય જીને અથવા મંદદશા અને મધ્યમદશાના મુમુક્ષુને શુષ્કજ્ઞાનીનાં વચને સાદ્રશ્યપણે જોવામાં આવ્યાથી બન્ને જ્ઞાનીનાં વચને છે એમ બ્રાંતિ થવાને સંભવ છે. ઉત્કૃષ્ટ મુમુક્ષુને ઘણું કરીને તેવી ભ્રાંતિને સંભવ નથી, કેમકે જ્ઞાનીનાં વચનની પરીક્ષાનું બળ તેને વિશેષપણે સ્થિર થયું છે. પૂર્વકાળે જ્ઞાની થઈ ગયા હોય, અને માત્ર તેની મુખવાણી રહી હોય તો પણ વર્તમાનકાળે જ્ઞાની પુરુષ એમ જાણી શકે કે આ વાણું જ્ઞાની પુરુષની છે, કેમકે રાત્રિદિવસના ભેદની પેઠે અજ્ઞાની જ્ઞાનીની વાણુને વિષે આશય ભેદ હોય છે, અને આત્મદશાના તારતમ્ય પ્રમાણે આશયવાળી વાણી નીકળે છે. તે આશય, વાણી પરથી “વર્તમાન જ્ઞાની પુરુષ'ને સ્વાભાવિક દ્રષ્ટિગત થાય છે. અને કહેનાર પુરુષની દશાનું તારતમ્ય લક્ષગત થાય છે. અત્રે જે “વર્તમાન જ્ઞાની” શબ્દ લખે છે, તે કેઈ વિશેષ પ્રજ્ઞાવંત, પ્રગટ બેધબીજસહિત પુરુષ શબ્દના અર્થમાં લખ્યું છે. જ્ઞાનીનાં વચનની પરીક્ષા સર્વ જીવને સુલભ હેત તે નિર્વાણ પણ સુલભ જ હોત. ૩. જિનાગમમાં મતિ શ્રત આદિ જ્ઞાનના પાંચ પ્રકાર કહ્યા છે, તે જ્ઞાનના પ્રકાર સાચા છે, Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001415
Book TitleShrimad Rajchandra
Original Sutra AuthorN/A
AuthorGovardhandas
PublisherShrimad Rajchandra Ashram
Publication Year2006
Total Pages1032
LanguageGujarati
ClassificationBook_Gujarati, Spiritual, Discourse, Philosophy, Worship, Sermon, & Rajchandra
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy