SearchBrowseAboutContactDonate
Page Preview
Page 580
Loading...
Download File
Download File
Page Text
________________ વર્ષ ૨૯ મું ૫ ૬૭૭ મુંબઈ, ચૈત્ર સુદ ૧, રવિ, ૧૫ર કાગળ પહોંચે છે. સામાન્યપણે વર્તતી ચિત્તવૃત્તિઓ લખી તે વાંચી છે. વિસ્તારથી હિતવચન લખવાની જિજ્ઞાસા જણાવી તે વિષે સંક્ષેપમાં નીચે લખ્યાથી વિચારશે : પ્રારબ્ધદયથી જે પ્રકારને વ્યવહાર પ્રસંગમાં વર્તે છે, તે પ્રત્યે દ્રષ્ટિ દેતાં જેમ પત્રાદિ લખવામાં સંક્ષેપતાથી વર્તવાનું થાય છે, તેમ વધારે યોગ્ય છે, એ અભિપ્રાય ઘણું કરીને રહે છે. - આત્માને વાસ્તવ પણે ઉપકારભૂત એ ઉપદેશ કરવામાં જ્ઞાની પુરુષે સંક્ષેપતાથી વર્તે નહીં, એમ ઘણું કરીને બનવા ગ્ય છે, તથાપિ બે કારણે કરીને તે પ્રકારે પણ જ્ઞાની પુરુષે વર્તે છેઃ (૧) તે ઉપદેશ જિજ્ઞાસુ જીવને વિષે પરિણામી થાય એવા સંયેગેને વિષે તે જિજ્ઞાસું જીવ વર્તતે ન હોય, અથવા તે ઉપદેશ વિસ્તારથી કર્યું પણ ગ્રહણ કરવાનું તેને વિષે તથારૂપ ગ્યપણું ન હોય, તે જ્ઞાની પુરુષ તે જીવેને ઉપદેશ કરવામાં સંક્ષેપ પણે પણ વર્તે છે; (૨) અથવા પિતાને બાહ્ય વ્યવહાર એવા ઉદયરૂપે હોય કે તે ઉપદેશ જિજ્ઞાસુ જીવને પરિણમતાં પ્રતિબંધરૂપ થાય, અથવા તથારૂપ કારણ વિના તેમ વતી મુખ્યમાર્ગને વિરોધરૂપ કે સંશયના હેતુરૂપ થવાનું કારણ બનતું હેય તે પણ જ્ઞાની પુરુષે સંક્ષેપ પણે ઉપદેશમાં પ્રવર્તે અથવા મૌન રહે. | સર્વસંગપરિત્યાગ કરીને ચાલી નીકળ્યાથી પણ જીવ ઉપાધિરહિત થતું નથી. કેમકે જ્યાં સુધી અંતર પરિણતિ પર દૃષ્ટિ ન થાય અને તથારૂપ માર્ગે ન પ્રવર્તાય ત્યાં સુધી સર્વસંગપરિત્યાગ પણ નામ માત્ર થાય છે અને તેવા અવસરમાં પણ અંતર પરિણતિ પર દૃષ્ટિ દેવાનું ભાન જીવને આવવું કઠણ છે, તે પછી આવા ગૃહવ્યવહારને વિષે લૌકિક અભિનિવેશપૂર્વક રહી અંતર પરિણતિ પર દ્રષ્ટિ દેવાનું બનવું કેટલું દુઃસાધ્ય હોવું જોઈએ તે વિચારવા એગ્ય છે. વળી તેવા વ્યવહારમાં રહી જીવે અંતર પરિણતિ પર કેટલું બળ રાખવું જોઈએ તે પણ વિચારવા યંગ્ય છે, અને અવશ્ય તેમ કરવા ગ્ય છે. વધારે શું લખીએ? જેટલી પિતાની શક્તિ હોય તે સર્વ શક્તિથી એક લક્ષ રાખીને, લૌકિક અભિનિવેશને સંક્ષેપ કરીને, કંઈ પણ અપૂર્વ નિરાવરણપણું દેખાતું નથી માટે સમજણનું માત્ર અભિમાન છે એમ જીવને સમજાવીને, જે પ્રકારે જીવ જ્ઞાન, દર્શન, ચારિત્રને વિષે સતત જાગ્રત થાય તે જ કરવામાં વૃત્તિ જેડવી, અને રાત્રિદિવસ તે જ ચિંતામાં પ્રવર્તવું એ જ વિચારવાન જીવનું કર્તવ્ય છે, અને તેને માટે સત્સંગ, સલ્ફાસ્ત્ર અને સરળતાદિ નિજ ગુણે ઉપકારભૂત છે, એમ વિચારીને તેને આશ્રય કરે ગ્ય છે. જ્યાં સુધી લૌકિક અભિનિવેશ એટલે દ્રવ્યાદિ લેભ, તૃષ્ણ, દેહિક માન, કુળ, જાતિ આદિ સંબંધી મેહ કે વિશેષત્વ માનવું હોય, તે વાત ન છેડવી હોય, પોતાની બુદ્ધિએ સ્વેચ્છાએ અમુક ગચ્છાદિને આગ્રહ રાખવો હોય, ત્યાં સુધી જીવને અપૂર્વ ગુણ કેમ ઉત્પન્ન થાય? તેને વિચાર સુગમ છે. વધારે લખી શકાય એ ઉદય હાલ અત્રે નથી, તેમ વધારે લખવું કે કહેવું તે પણ કઈક પ્રસંગમાં થવા દેવું ગ્ય છે, એમ છે. તમારી વિશેષ જિજ્ઞાસાથી પ્રારબ્ધોદય વેદતાં જે કંઈ લખી શકાત તે કરતાં કંઈક ઉદીરણા કરીને વિશેષ લખ્યું છે. એ જ વિનંતિ. ૬૭૮ મુંબઈ, ચૈત્ર સુદ ૨, સેમ, ૧૫ર જેમાં ક્ષણવારમાં હર્ષ અને ક્ષણવારમાં શેક થઈ આવે એવા આ વ્યવહારમાં જે જ્ઞાની પુરુષ સમદશાથી વર્તે છે, તેને અત્યંત ભક્તિથી ધન્ય કહીએ છીએ; અને સર્વ મુમુક્ષુ જીવને એ જ દશા ઉપાસવા યોગ્ય છે, એમ નિશ્ચય દેખીને પરિણતિ કરવી ઘટે છે. એ જ વિનંતિ. શ્રી ડુંગર આદિ મુમુક્ષુને નમસ્કાર. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001415
Book TitleShrimad Rajchandra
Original Sutra AuthorN/A
AuthorGovardhandas
PublisherShrimad Rajchandra Ashram
Publication Year2006
Total Pages1032
LanguageGujarati
ClassificationBook_Gujarati, Spiritual, Discourse, Philosophy, Worship, Sermon, & Rajchandra
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy