________________
૪૩
વર્ષ ૨૯ મું
પ્રદીપ્ત રહેવામાં સત્શાસ્ત્ર એક વિશેષ આધારભૂત નિમિત્ત જાણી, શ્રી ‘સુંદરદાસાદિ'ના ગ્રંથનું અને તેા બેથી ચાર ઘડી નિયમિત વાંચવું પૂછવું થાય તેમ કરવાને લખ્યું હતું. શ્રી સુંદરદાસના ગ્રંથા પ્રથમથી કરીને પ્રાંત સુધી વિશેષ અનુપ્રેક્ષાથી હાલ વિચારવા માટે તમને તથા શ્રી ડુંગરને વિનંતિ છે.
કાયા સુધી માયા(એટલે કષાયાદ્રિ)ના સંભવ રહ્યા કરે, એમ શ્રી ડુંગરને લાગે છે, તે અભિપ્રાય પ્રાયે (ઘણું કરીને) તે યથાર્થ છે, તેપણુ કાઇ પુરુષવિશેષને વિષે કેવળ સર્વ પ્રકારના સંજ્વલનાદિ કષાયના અભાવ થઈ શકવા ચેાગ્ય લાગે છે, અને થઈ શકવામાં સંદેહ થતે નથી, તેથી કાયા છતાં પણુ કષાયરહિતપણું સંભવે; અર્થાત્ સર્વથા રાદ્વેષરહિત પુરુષ હાઇ શકે. રાગદ્વેષરહિત આ પુરુષ છે, એમ બાહ્ય ચેષ્ટાથી સામાન્ય જીવા જાણી શકે એમ બની શકે નહીં, એથી તે પુરુષ કષાયરહિત, સંપૂર્ણ વીતરાગ ન હોય એવા અભિપ્રાય વિચારવાન સિદ્ધ કરતા નથી; કેમકે બાહ્ય ચેષ્ટાથી આત્મદશાની સર્વથા સ્થિતિ સમજાઈ શકે એમ ન કહી શકાય.
શ્રી સુંદરદાસે આત્મજાગૃતદશામાં ‘શૂરાતનઅંગ' કહ્યું છે તેમાં વિશેષ ઉલ્લાસપરિણતિથી શૂરવીરતાનું નિરૂપણ કર્યું છે —
મારે કામ ક્રોધ સખ, લેાભ મેહ પીસિ ડારે, ઇન્દ્રિઢુ કતલ કર કિયા રજપૂતા હૈ; માર્યાં મહા મત્ત મન, મારે અહંકાર મીર, મારે મદ મછર હૂ, ઐસે રન રૂતે હૈ; મારી આશા તૃષ્ણા પુનિ, પાર્પિની સાપિની દાઉ, સબકો સંહાર કરિ, નિજ પદ પતા હૈ; સુંદર કહત ઐસે, સાધુ કાઉ શૂરવીર, વૈર સબ મારિકે, નિશ્ચિંત હાઈ સૂતા હૈ. -શ્રી સુંદરદાસ શૂરાતનઅંગ-૨૧-૧૧
મુંબઈ, ફા. સુદ ૧૦, રવિ, ૧૯૫૨
૬૭૩
ૐ શ્રી સદ્ગુરુપ્રસાદ
શ્રી સાયલાક્ષેત્રે ક્રમે કરીને વિચરતાં પ્રતિબંધ નથી.
યથાર્થજ્ઞાન ઉત્પન્ન થયા પ્રથમ જે જીવાને ઉપદેશકપણું વર્તતું હાય તે જીવે જે પ્રકારે વૈરાગ્ય, ઉપશમ અને ભક્તિના લક્ષ થાય તે પ્રકારે પ્રસંગપ્રાપ્ત જીવાને ઉપદેશ આપવા ઘટે, અને જે પ્રકારે તેને નાના પ્રકારના અસદ્ આગ્રહના તથા કેવળ વેષવ્યવહારાદિન અભિનિવેશ ઘટે તે પ્રકારે ઉપદેશ પરિણામી થાય તેમ આત્માર્થ વિચારી કહેવું ઘટે. ક્રમે કરીને તે જીવા યથાર્થ માર્ગની સન્મુખ થાય એવા યથાશક્તિ ઉપદેશ કર્તવ્ય છે.
૬૭૪
ૐ સદ્ગુરુપ્રસાદ
મુંબઈ, ફા. વદ ૩, સોમ, ૧૯૫૨ દેહધારી છતાં નિરાવરણજ્ઞાનસહિત વર્તે છે એવા મહાપુરુષોને ત્રિકાળ નમસ્કાર આત્માર્થી શ્રી સેાભાગ પ્રત્યે, શ્રી સાયલા.
સર્વ કષાયના અભાવ, દેહધારી છતાં પરમજ્ઞાનીપુરુષને વિષે બને, એ પ્રકારે અમે લખ્યું તે પ્રસંગમાં ‘અભાવ' શબ્દના અર્થ ‘ક્ષય’ ગણીને લખ્યા છે.
જગતવાસી જીવને રાગદ્વેષ ગયાની ખબર પડે નહીં, બાકી જે મોટા પુરુષ છે તે જાણે છે કે આ મહાત્માપુરુષને વિષે રાગદ્વેષને અભાવ કે ઉપશમ વર્તે છે, એમ લખી આપે શંકા કરી કે જેમ મહાત્માપુરુષને જ્ઞાનીપુરુષા અથવા દૃઢ મુમુક્ષુ જીવા જાણે છે, તેમ જગતના જીવા શા માટે ન જાણે ? મનુષ્યાદિ પ્રાણીને જેમ જોઇને જગતવાસી જીવા જાણે છે કે આ મનુષ્યાદિ છે,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org